Posts

Showing posts from June, 2021

ભરૂચ જીલ્લામાં ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨ માં એગ્રો સર્વિસ પ્રોવાઇડર (AGR-61) યોજનાનો અમલ

Image
ભરૂચ જીલ્લામાં ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨ માં   એગ્રો સર્વિસ પ્રોવાઇડર (AGR-61) યોજનાનો અમલ 🔶  ભરૂચ જીલ્લામાં ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨ માં  એગ્રો સર્વિસ પ્રોવાઇડર (AGR-61) યોજનાનો અમલ ભરૂચઃ  ભરૂચ જીલ્લામાં ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨ માં જે તે વિસ્તારમાં ખેતી કાર્યમાં વપરાતા સાધનો (ટ્રેક્ટર તથા ટ્રેક્ટર ઓપરેટેડ સાધનો) જરૂરીયાતમંદ એવા અનુ જાતિ, અનુ. જનજાતિ, નાના, સીમાંત તથા આર્થિક રીતે નબળા ખેડૂતોને સરકારે નક્કી કરેલા ભાવથી મળી રહે તેવા હેતુથી ભાડે આપવા એગ્રો સર્વિસ પ્રોવાઇડર (AGR-61) યોજનાનો અમલ કરવાનું નક્કી કરેલ છે. આ યોજનામાં સંસ્થાઓ/ખેડૂત જૂથ: પ્રાઈમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ સોસાયટી(PACS), ફાર્મરગ્રુપ, ફાર્મર પ્રોડ્યુસર કંપની, સહકારી સંસ્થા, સખી મંડળ, સેલ્ફ હેલ્પ ગ્રુપ પાત્રતા ધરાવતી ભરૂચ જીલ્લાની સંસ્થાઓ, ખેડૂત જૂથ કે સ્ટાર્ટ અપ રજીસ્ટ્રેશન ધરાવતા કૃષિ ડીપ્લોમાં/કૃષિસ્નાતક/અનુસ્ના તક/બી.આર.એસ. વગેરેની અરજીઓ મેળવવા તા.૨૫/૦૭/૨૦૨૧ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. રસ ધરાવતી ભરૂચ જીલ્લાની સંસ્થાઓ, ખેડૂત જૂથ કે સ્ટાર્ટ અપ રજીસ્ટ્રેશન ધરાવતા અરજી કરવા ઈ-ગ્રામ સેન્ટર મારફ...

કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Image
કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 🔷કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 🔷મોટી સંખ્યામાં લોકોએ રસીકરણનો લાભ લીધો ભરૂચ/રાજપારડી: હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી દરમિયાન કોરોના સંક્રમણથી લોકોને રક્ષણ પુરું પાડવા રસીકરણ નાં કાર્યક્રમો યોજીને લોકોને કોરોના રસી આપવામાં આવતી હોય છે.   આજરોજ કરજણ તાલુકાનાં કલ્લા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોરંદાના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છેકે કલ્લા શરીફ જેવા અંતરિયાળ વિસ્તારમાં ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા શૈક્ષણિક ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હાલ ચાલતી કોરોના મહામારી અંતર્ગત  વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ હેતુથી રસીકરણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ગયા સપ્તાહમાં પણ કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.    આજરોજ આયોજિત રસીકરણ કાર્યક્રમમાં ૧૦૮૫ જેટલા લોકોએ  રસીકરણ નો લાભ લીધો હતો. આયોજીત કાર્યક્રમમાં કરજણના  ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ, પૂર્વ ...

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

Image
ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ,  અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.   🔶 ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.   ભરૂચ: હિન્દુ કુંભાર સમાજનાં બ્રેઈનડેડ કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા (પ્રજાપતી) નાં પરિવારે તેમના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. નામ: કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. 50 બ્લડગ્રુપ: A+ve વ્યવસાય: નિવૃત્ત જીવન રહેવાસી: ૧૮૦, કુમકુમ બંગ્લોઝ, ઓલપાડ, સાયણ રોડ, તા. ઓલપાડ, જી. સુરત. મૂળ રહેવાસી: ગામ: મઢડા, તા. શિહોર, જી. ભાવનગર. કૌટુંબિક વિગત: પત્ની: કમુબેન કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૫૪ પુત્રો: ૧, પ્રદીપ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૩૩ વ્યવસાય: બોરસદ માં આવેલ બોરવા ગામમાં ઈંટ બનાવવાનું કાર્ય કરે છે. ૨, પંકજ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૩૧ વ્યવસાય: વાંસદા માં આવેલ ખાટા આંબા ગામમાં ઈંટ બનાવવાનું કાર્ય કરે છે. ૩, મનોજ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૨૬ વ્યવસાય: ઓલપ...

ભરૂચ જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણે ૧ માં બાળકોને RTE એક્ટ હેઠળ પ્રવેશ અપાશે

Image
ભરૂચ જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણે ૧ માં બાળકોને RTE એક્ટ હેઠળ પ્રવેશ અપાશે   ભરૂચઃ ભરૂચ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાળકોને આર.ટી.ઈ. એક્ટ હેઠળ વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. ચાલુ વર્ષે નબળા અને વંચિત જુથના બાળકો ઉપરાંત સંતાનમાં માત્ર એક દિકરી હોય તેને અને આંગણવાડીમાં બે વર્ષ અભ્યાસ કર્યો હોય તેને આર.ટી.આઈ. એક્ટ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં પ્રાથમિકતા અપાશે.   રાજયમાં બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જુથના બાળકને ધોરણે-૧ માં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ થનાર છે.   ઓનલાઈન ફોર્મ તા.૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૫/૦૭/૨૦૨૧ સુધી https://rte.orpgujarat.com વેબસાઈટ પર ભરી શકાશે. હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી તાલુકાની શિક્ષણ કચેરી ખાતે રીસીવિંગ સેન્ટર બંધ રાખવામાં આવેલ છે. વાલીશ્રીએ ભરેલ ફોર્મની હાર્ડકોપી ક્યાંય પણ જમા કરાવવાની રહેશે નહિ. વધુમાં આ માટે જિલ્લા કક્ષાએ વાલીઓને મદદ કરવાના હેતુસર હેલ્પલાઈન નંબર - ૦૨૬૪૨-૨૪૪૨૧૦ શરૂ કરવામાં આવેલ છે. જેના પર વાલી પોતાની મુંઝવણ તથા ફોર્મ ભરવા અંગે જાહેર રજા દિવસો સિવાય તથા ઓફિસ સમય દરમ્ય...

જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી "સી" ડીવીઝન પોલીસ ભરૂચ શહેર

Image
જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી "સી" ડીવીઝન પોલીસ ભરૂચ શહેર  🔶 જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી "સી" ડીવીઝન પોલીસ ભરૂચ શહેર  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને  Advertisements   ભરૂચ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર શ્રી ડી.પી.ઉનડકટ "સી" ડીવીઝન પોલીસ સ્ટેશન ભરૂચનાઓને મળેલ બાતમી હકીકત આધારે ગઈકાલ તારીખ-૧૪/૦૬/૨૦૨૧ રાત્રીનાં મો.જે. બી-૯ નર્મદા દર્શન સોસાયટી મકતમપુરગામ તા.જી. ભરૂચ ખાતેનાં રહેણાંક મકાનમાં પત્તા પાનાં વડે હારજીતનો જુગાર રમતા કુલ-૦૬ ઈસમોને રોકડા રૂપિયા પપર૧૦/- નાં મુદ્દામાલ સાથે પકડી ગુ.ર.નં- પાર્ટ બી ૧૧૧૯૯૦૦૧૨૧૦૮૭૫/ર૦૨૧ જુગાર ધારા કલમ ૪,૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.   પકડાયેલ આરોપીઓ : (૧) રાજેશભાઈ મહીજીભાઈ ગોહીલ ઉ.વ.-૩૩ રહે.બી-૯ નર્મદા દર્શન સોસાયટી, મક્તમપુર, ભરૂચ (...

પર્વતપાટિયા અને લીંબયાત માંથી 60 થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા

Image
પર્વતપાટિયા અને લીંબયાત માંથી 60 થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા * સુરતઃ   રાજસ્થાની મારુ પ્રજાપતિ સમાજ,ટેક્સટાઇલ માર્કેટ માં કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા  સુરતના પ્રમુખ શ્રી વશરામભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ પ્રજાપતિ ની સાથે પર્વતપાટિયા અને લીંબયાત માંથી 60 થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. Advertisement * આમ આદમી પાર્ટીના આ પ્રવેશવિધિ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ ને આવકારવા  શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા, તેમજ વિપક્ષ નેતા શ્રી ધર્મેશભાઈ ભંડેરી તેમજ શહેર સંગઠન મંત્રી રજનીભાઇ વાઘાણી, શહેર ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઇ પરમાર તથા શહેર ટીમના સાથી ઇ. કે. પાટીલ અને દિપકભાઈ પાટીલ હાજર રહ્યા હતા. * B B K NEWS OWNER & EDITOR  મનિષ કંસારા #manishkansara #BBKNEWS 📱 63529 18965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

Image
શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો .   શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો. સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાના ભાગરૂપે બંધારણમાં ૭૩ મો અને ૭૪ મો સુધારો કરી ગ્રામ , તાલુકા , જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. નાના – નાના કામ માટે પ્રજાને ઉપરી કચેરી સુધી લાંબુ ન થવું પડે એટલા માટે સત્તાનું વિભાજન કરી સ્થાનિક લેવલ ઉપર સ્વાયત્ત સંસ્થાઓને સત્તા આપવાની બંધારણીય જોગવાઈ છે . નગરપાલિકાઓ અને પંચાયતો પ્રજાને મહત્તમ સેવાઓ પુરી પાડવા માટે હોય છે પરંતુ નાગરિક તરીકે આપણે કાયદાઓ જાણતા ન હોવાના કારણે આપણી સાથે અન્યાય થાય છે. ● નગરપાલિકા એટલે શું ? :- નગરપાલિકા એ શહેરી/ટાઉંન વિસ્તાર માટેની લોકોથી લોકો વડે, લોકો માટે ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા ...

નર્મદા પોલીસ વડાએ પીએસઆઇ નો બદલીનો ગંજીપો ચિપ્યો

Image
નર્મદા પોલીસ વડાએ પીએસઆઇ નો બદલીનો ગંજીપો ચિપ્યો ફાઇલ ફોટો 🔶 પાંચ પીએસઆઇ ની આંતરિક બદલી રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇનો બદલીનો ગંજીપો ચિપ્યો છે. જેમાં નર્મદાના પાંચ પીએસઆઇ ની જાહેરહિતમાં આંતરિક બદલી કરી છે. જેમાં 1) એ. એસ.વસાવા પો.સ.ઇ, ગરૂડેશ્વર ની બદલી આમલેથા પોલીસ મથકે પીએસઆઇ તરીકે, ૨) એસ.ડી. પટેલ પો.સ.ઇ. આમલેથાને કેવડીયા ટ્રાફીકપોલીસ મથકે  3)બી. એમ.આઈ. શેખ પો, સ, ઇ, કેવડીયા ટ્રાફીક પોલીસ મથકે થી ગરુડેશ્વર પોલીસ મથકે  4) એ. આર. ડામોર પીએસઆઇ ડેડીયાપાડાની બદલી  પો.સ.ઇ., કેવડીયા ટ્રાફિક પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. જયારે  5)સુ. શ્રી એ. વી. તડવી પો.સ.ઇ.ની બદલી ફર્સ્ટ પો.સ.ઇ. તરીકે ડેડીયાપાડા પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. તસવીર-રિપોર્ટ :જ્યોતિ  જગતાપ, રાજપીપલા. B B K NEWS OWNER & EDITOR મનિષ કંસારા #manishkansara #BBKNEWS 📱 63529 18965

ગત રોજ વાગરા વિસ્તારમાં આવેલ સાયખા જી.આઇ.ડી.સી. વાળા સુમસામ રસ્તા ઉપર ભોગ બનનાર ઉપર ફાયર આર્મ્સથી ફાયર કરી મર્ડર કરનાર બે ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનો શોધી પાડતી ભરૂચ જીલ્લા પોલીસ

Image
ગત રોજ વાગરા વિસ્તારમાં આવેલ સાયખા જી.આઇ.ડી.સી. વાળા સુમસામ રસ્તા ઉપર ભોગ બનનાર ઉપર ફાયર આર્મ્સથી ફાયર કરી મર્ડર કરનાર બે ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનો શોધી પાડતી   ભરૂચ જીલ્લા પોલીસ 🔷 ગત રોજ વાગરા વિસ્તારમાં આવેલ સાયખા જી.આઇ.ડી.સી. વાળા સુમસામ રસ્તા ઉપર ભોગ બનનાર ઉપર ફાયર આર્મ્સથી ફાયર કરી મર્ડર કરનાર બે ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનો શોધી પાડતી ભરૂચ જીલ્લા પોલીસ   ભરૂચ: ગત તા.૧૦/૦૬/૨૦૨૧ ના ક.૨૦/૦૦ થી ક.૨૦/૩૦ દરમ્યાન સાયખા જી.આઇ.ડી.સી. વાળા રસ્તે ઇ.સી. મરીન કંપનીની નજીક રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના થાંભલા પાસે કોઈ અજાણ્યા ઇસમે કોઈ અગમ્ય કારણસર ગન વડે છાતીનાં ભાગે બે ગોળી તથા ગરદનના પાછળનાં ભાગે એક ગોળી મારી ખુન કરી મોત નિપજાવી ગુનો કરેલ જેથી આ બનાવ ચકચારી હોય ગુનાની ગંભીરતાને સમજી પોલીસ મહાનીરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરાનાઓની સુચના આધારે તાત્કાલિક-     પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જીલ્લા ભરૂચના ઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ જંબુસર વિભાગ જંબુસર નાઓ તથા ભરૂચ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફ્લો તથા સ્થાનીક પોલીસની ટીમ સાથ...

નેશનલ હાઈવે પરની ધાડના ગુનામાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “સી” ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ

Image
નેશનલ હાઈવે પરની ધાડના ગુનામાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “સી” ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ   નેશનલ હાઈવે પરની ધાડના ગુનામાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “સી” ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ    ભરૂચ: ગત તા.૦૪/૦૬/૨૦૨૧ ના રોજ 'સી' ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે ૪૮ પર એક વ્યકિતને ઈકો ગાડીમાં પેસેન્જર તરીકે બેસાડીને તેને ચપ્પુ બતાવીને ઢીક્કા પાટુનો માર મારી તેની પાસેથી ચાર હજાર રૂપિયા રોકડા તથા એક મોબાઈલની લુંટ ચલાવવામાં આવી હતી.     Advertisements   જે બાબતે "સી" ડીવીઝન પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૧૧૯૯૦૦૧૨૧૦૮૧૬/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૯૨,૩૯૫,૩૯૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબનો હાઈવે ધાડનો ગુનો દાખલ થતાં પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા સદરહું ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ગુનો ડીટેકટ કરવા તથા આરોપીઓની શોધખોળ કરવા સુચના આપવામાં આવેલ.   જેથી મદદનીશ પો. અધિક્ષકશ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ 'સી' ડીવીઝ...

કેવડિયા બનશે દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટી, વડાપ્રધાન મોદીનું આ સ્વપ્ન ટૂંક સમયમાં થશે સાકાર

Image
કેવડિયા બનશે દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટી, વડાપ્રધાન મોદીનું આ સ્વપ્ન ટૂંક સમયમાં થશે સાકાર   કેવડિયા બનશે દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટી વડાપ્રધાન મોદીનું આ સ્વપ્ન ટૂંક સમયમાં થશે સાકાર  કેવડિયામાં આગામી દિવસોમાંપર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને પ્રાથમિકતા અપાશેઃ- PM મોદી વડા પ્રધાને દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો કેવડિયા શહેરમાં માત્ર બેટરી આધારિત ફોર વ્હીલર અને બસો ચાલશે  Advertisement રાજપીપલા: પર્યાવરણ દિવસ નિમિત્તે દેશના વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ મોદીએ એક કાર્યક્રમમાં સંબોધનમા તેમણે દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કાર્યક્રમમાં   કહ્યું હતું કે, ભવિષ્યની એક યોજનાઅંગે હું જાકાકરી આપવા માંગુછું. ગુજરાતના ખૂબસુરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાંપર્યાવરણના મહત્વને ધ્યાનમાંરાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે.   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં સ્થાપિત કરી છે. સાથે સાથે ઇકો ટુરીઝમના વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિ...

નર્મદા જિલ્લા મા તાલુકા પંચાયતો મા વિકાસ ના કામોની ગ્રાન્ટ ફાળવવામા સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને

Image
નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતોમાં વિકાસનાં કામોની ગ્રાન્ટ ફાળવવામાં સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને  નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતોમાં વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવામાં સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને  🔶ગરુડેશ્વર તા.પં માં વિકાસના કામો મુદ્દે વિરોધ પક્ષનાં નેતાએ કર્યો આક્ષેપ 🔶ગરુડેશ્વર તાલુકા માં 94 ગામના સામુહિક વિકાસ  15% વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં વિરોધ પક્ષને અન્યાય 🔶ભાજપા શાશીત વિસ્તારોમાં 2021-22ના વર્ષ માટે 15%વિવેકાધીન ગ્રાન્ટરૂ.1,25,28,000ની ફળવણી બાબતે અન્યાય 🔶ગરુડેશ્વર ટીડીઓ ને વિરોધ પક્ષના નેતાનું આવેદન 🔶ગાંધી ચિંધ્યા માર્ગે વિપક્ષની આંદોલનની ચીમકી 🔶પ્રમુખે કહ્યું અમે કોઈ અન્યાય કર્યો નથી    રાજપીપલા: નર્મદા જિલ્લા મા તાલુકા પંચાયતોમા વિકાસ ના કામોની ગ્રાન્ટ ફાળવવામા સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભેદભાવ થઈ રહયાની ફરિયાદ ઉઠી છે જેમાં ગરુડેશ્વર તા.પં. માં વિકાસના કામો મુદ્દે વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવીએ ભાજપા શાસિત વિસ્તારોમાં 2021-22ના વર્ષ માટે 15% વિવેકાધીન ગ્રાન્ટ રૂ.1,25,28,000ની ફળવણી બાબતે વિરોધ પક્ષનાં વિસ્તારોમાં ઓછી ગ્રાન્ટ ફાળવી...

પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી 29 ઓક્સિજન પ્લાન્ટ્સ લગાડવાવાળી VYO ભારતની પ્રથમ એન.જી.ઓ -ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ

Image
પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી 29 ઓક્સિજન પ્લાન્ટ્સ લગાડવાવાળી VYO ભારતની પ્રથમ એન.જી.ઓ -ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ   પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી 29 ઓક્સિજન પ્લાન્ટ્સ લગાડવાવાળી VYO ભારતની પ્રથમ એન.જી.ઓ -ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ  ભારત રાષ્ટ્રમાં કોરોના મહામારીમાં  અનાથ થયેલા બાળકોને   શિક્ષણમાં સહાયરૂપ થવા ફુલસ્કેપ બૂક્સ   નિઃશુલ્ક અપાશે   -શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી  VYO એ ગુજરાતની અનોખી સંસ્થા જેને તત્કાલ એક   પછી એક ઓક્સિજન પ્લાન્ટ્સ ઉભા કરી રહી છે   -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી Advertisements    આજે ભારતના ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી VYO દ્વારા 2 કરોડના ખર્ચે ગુજરાતના તિલકવાડા, સાગબારા, અમદાવાદ(સોલા), અમદાવાદ(કાઠવાળા), કાલાવડ(જામનગર), કપડવંજ, ભાણવડ(દ્વારકા), મેહસાણા તથા પોરબંદર ખાતે કલાકે 10,000 લિટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવતો એક પ્લાન્ટ એમ કુલ 9 ટનના પ્લાન્ટનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ થયું હતું.   VYO ભારતની પ્રથમ NGO જેના દ્વારા સમગ્ર ગુજરાતમાં કુલ 7 કરોડના ખર્ચે 29 PSA ઓક...

કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનિકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય હેતુસર કરાયેલ બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવા ગરૂડેશ્વર મામલતદાર તરફથી ફટકારેલી નોટીસ

Image
કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનિકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય હેતુસર કરાયેલ બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવા ગરૂડેશ્વર મામલતદાર તરફથી ફટકારેલી નોટીસ  🔶  કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનિકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય હેતુસર કરાયેલ બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવા ગરૂડેશ્વર મામલતદાર તરફથી ફટકારેલી નોટીસ 🔶 મે. પ્રવેગ કોમ્યુનિકેશન્સ લિ. ને ૫.૨ હેક્ટરની ફાળવણી કરેલ હોવાં છતાં કોઈ પણ જાતની મંજૂરી વગર તેમના દ્વારા હે.૭-૬૫-૫૧ ચોમી જમીનનો ઉપયોગ કરાયો  🔶 સરકારી ખરાબાની જમીનમાં પણ દબાણ કરી વાણિજ્ય હેતુસરનો ઉપયોગ કરાયો  🔶 તાત્કાલિક અસરથી તેમના ખર્ચે અને જોખમે તેમના દ્વારા દુર કરવા તથા અનધિકૃત કબજો છોડવા પણ ગરૂડેશ્વર મામલતદાર તરફથી નોટીસ    રાજપીપલા:   નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા મામલતદાર તરફથી કેવડીયામાં અમદાવાદની મે. પ્રવેગ કોમ્યુનિકેશન્સ લિ. દ્વારા ટેન્ટસીટી-૨ માં સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરીને વાણિજ્ય હેતુસરના કરાયેલા બાંધકામને તાત્કાલિક અસરથ...

પ્રોહીબિશન નાં ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

Image
પ્રોહીબિશન નાં ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી  નેત્રંગ પોલીસ  🔷 પ્રોહીબિશન નાં ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ   ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તરફથી નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વર નાઓના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પો.સ્ટે નેત્રંગ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ- c૧૧૧૯૯૦૦૫૨૧૦૦૫૫૨૦૨૧, પ્રોહી એકટ-૬૫ (એ) (ઇ), ૯૮ (૨), ૮૧,૧૧૬ (બી) મુજબનાં ગુનામાં નાસતા ફરતા આરોપી રાજેંદ્રભાઈ ઉર્ફે રાજુ સુખદેવભાઇ સવિલાલભાઈ વસાવા રહે-જલારામ મંદિર કાંતિપાડા તા.નેત્રંગ, જી.ભરૂચ નાઓની બાતમી આધારે તેઓના ઘરે તપાસ કરતા ઉપરોક્ત આરોપી મળી આવતા હસ્તગત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. Advertisements   પકડાયેલ આરોપી :  રાજેંદ્રભાઈ ઉર્ફે રાજુ સુખદેવભાઇ સવિલાલભાઈ વસાવા રહે. જલારામ મંદિર કાંતિપાડા તા.નેત્રંગ, જી.ભરૂચ  શી કામગીરી કરનાર અધિકારી/ક...

અંકલેશ્વર નાં વાલીયા નજીક આવેલાં કોંઢ ગામે આવેલી અંબિકા જવેલર્સના શટરના તાળા તોડી તસ્કરો ચોરી કરી ફરાર

Image
અંકલેશ્વર નાં વાલીયા નજીક આવેલાં કોંઢ ગામે આવેલી અંબિકા જવેલર્સના શટર નાં તાળા તોડી તસ્કરો ચોરી કરી ફરાર CCTV FOOTAGE   ભરૂચ: અંકલેશ્વર નાં વાલીયા નજીક આવેલાં કોંઢ ગામે આવેલી અંબિકા જવેલર્સના શટર નાંં તાળાં તોડી તસ્કરો ચાંદીના ઘરેણાઓ જેનું આશરે વજન બે કિલો ગ્રામ જેટલું જેની આશરે કિ.રૂ. ૧,૨૬,૮૨૭ /- લાખ દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. Advertisement   અંકલેશ્વર નાં વાલીયા પાસે આવેલાં કોંઢ ગામ ખાતે આવેલ અંબિકા જવેલર્સ નામની દુકાનમાં મળસ્કે સવારે ઇકો કાર ગાડી નં. GJ-19-AM-4783   મળસ્કે લઇ આવેલા તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના ૧લાખ ઊપરાંત ની વસ્તુઓની ચોરી કરી નાસી છુટયાં હતાં. તસ્કરોએ શટર તોડીને દુકાનમાંથી ઘરેણાં સહિતની વસ્તુઓ લઇ કારમાં ફરાર થઇ ગયાં હતાં. જોકે તસ્કરોની તમામ કરતુત નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ચોરી કરવા આવેલ તસ્કરો સામે પોલીસે ફૂટેજની મદદ મેળવી મામલા અંગે વાલિયા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.  B B K NEWS OWNER & EDITOR મનિષ કંસારા #manishkansara #BBKNEWS 📱 63529 18965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

Image
ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ 🔷  ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ ભરૂચ: વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાના ઓની સુચના અને માર્ગદર્શન આધારે ATS ચાર્ટર મુજબની કામગીરી તથા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. મંડોરાનાઓની સુચના આધારે.    પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ. એન.જે. ટાપરીયા તથા સ્ટાફના માણસો એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવા ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન સાથેનાં હે.કો ધર્મેન્દ્રભાઈ જુલાલભાઈ તથા પો.કો.મો. ગુફરાન મો.આરીફનાઓને મળેલ સંયુકત બાતમી આધારે ભરૂચ બી ડીવિઝન પો.સ્ટે. તડીપાર નંબર ૦૭/૨૦૨૦ નાં કામનાં આરોપી મિન્હાઝ જાવેદ અંસારી ઉ.વ ૨૩ રહે.એ-૧૭, નેશનલ પાર્ક સોસાયટી, દહેજ બાયપાસ, ભરૂચનાઓને ભરૂચ જીલ્લામાંથી તારીખ ૨૨/૧૨/૨૦૨૦ થી છ માસ માટે તડીપાર કરેલ હતો. જે ઈસમ એસ.ડી.એમ. શ્રી ભરૂચ ના તડીપાર હુકમનો ભંગ કરી, વગર પરવાનગીએ ભરૂચ જીલ્લામાં પ્રવેશ કરી મળી આવતા, તેન...