પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી 29 ઓક્સિજન પ્લાન્ટ્સ લગાડવાવાળી VYO ભારતની પ્રથમ એન.જી.ઓ -ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ

પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી 29 ઓક્સિજન પ્લાન્ટ્સ લગાડવાવાળી VYO ભારતની પ્રથમ એન.જી.ઓ -ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ

 પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી 29 ઓક્સિજન પ્લાન્ટ્સ લગાડવાવાળી VYO ભારતની પ્રથમ એન.જી.ઓ -ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ

 ભારત રાષ્ટ્રમાં કોરોના મહામારીમાં  અનાથ થયેલા બાળકોને શિક્ષણમાં સહાયરૂપ થવા ફુલસ્કેપ બૂક્સ નિઃશુલ્ક અપાશે -શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી

 VYO એ ગુજરાતની અનોખી સંસ્થા જેને તત્કાલ એક પછી એક ઓક્સિજન પ્લાન્ટ્સ ઉભા કરી રહી છે -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી


Advertisements
  આજે ભારતના ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી VYO દ્વારા 2 કરોડના ખર્ચે ગુજરાતના તિલકવાડા, સાગબારા, અમદાવાદ(સોલા), અમદાવાદ(કાઠવાળા), કાલાવડ(જામનગર), કપડવંજ, ભાણવડ(દ્વારકા), મેહસાણા તથા પોરબંદર ખાતે કલાકે 10,000 લિટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવતો એક પ્લાન્ટ એમ કુલ 9 ટનના પ્લાન્ટનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ થયું હતું.

 VYO ભારતની પ્રથમ NGO જેના દ્વારા સમગ્ર ગુજરાતમાં કુલ 7 કરોડના ખર્ચે 29 PSA ઓક્સિજન પ્લાન્ટ્સ નાગરિકોની સુવિધામાં
 કાર્યરત કરવામાં આવ્યા.

 પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિમાં પૂજ્ય શ્રીવ્રજરાજકુમારજી મહારાજશ્રીનીઅધ્યક્ષતામાં કાર્યરત COVID કેર ડ્રાઈવ અંતર્ગત કોરોનાગ્રસ્ત ગંભીર અસરના દર્દીઓની વ્હારે આવતા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નાગરિકોની સુવિધા અર્થે  અર્પિત થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ ગુજરાત માં કાર્યરત થનાર અન્ય 9 ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા સંપન્ન થયું હતું. ઉપરાંત ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી તથા ભા.જ.પા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ પણ વર્ચ્યુઅલ માધ્યમથી અતિથિ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

 “ભારતના ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે વિપદાના સમયે કોરોના મહામારી વચ્ચે નાગરિકોની સુવિધામાં પૂજ્ય શ્રીવ્રજ રાજકુમારજીના માર્ગદર્શનમાં VYO એ 29 ઓક્સિજન પ્લાન્ટ સમગ્ર ગુજરાતમાં કાર્યરત કર્યા એ બદલ ભારત સરકાર તરફથી અભિનંદન પાઠવું છું. જ્યારે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક હોવા છતાં આપણે હવે તેમાંથી ખૂબ જ ઝડપે બહાર આવી રહ્યા છીએ. કોરોનાની પ્રથમ લહેરમાં દેશભરના શ્રમિકોને VYO જેવી સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે.તેમણે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની માંગ ખૂબ વધી ગઈ હતી ઓક્સિજનની માંગ દૈનિક 800મે. ટનથી વધીને 10,000 મે. ટન સુધી પહોંચી ગઈ હતી, તેવા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે સાથે VYO જેવી સેવા ભાવી સંસ્થાઓ દ્વારા ઓક્સિજન ઉપલબ્ધ કરવાની પહેલ ખૂબ જ સરાહનીય રહી છે” .

 “મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનએ વ્રજરાજકુમારજીની પ્રેરણાથી 29 ઓક્સિજન પ્લાન્ટ લગાવ્યા એ બાદલ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. VYO ખૂબ સુંદર રાષ્ટ્રભક્તિ અને સમાજ સેવાના કામો કરી રહ્યા છે, આ સાથે જ હિન્દૂ ધર્મની સંસ્કૃતિને વધુ લોકો સુધી પહોંચાડીને ગૌરવ વધારી રહ્યા છો એ બાદલ અભિનંદન આપું છું. પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી જીવનની પ્રત્યેક ક્ષણ જે રીતે ધર્મ સેવા, સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા અર્થે લગાવી રહ્યા છે એ બદલ ગુજરાત ગૌરવની લાગણી અનુભવે છે.”

 આ ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં વ્યો સંસ્થાને  VYO USA પરિવાર • VYO UK પરિવાર  • શ્રી ગોવિંદભાઇ વરમોરા (સનહાર્ટ સીરામીક)  • સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP)   • બોડલ કેમિકલ લિમિટેડ  • આલ્પ્સ કેમિકલ લિમિટેડ એ સહયોગ પ્રદાન કર્યો હતો.
🙏🌹જય શ્રી વલ્લભ 🌹🙏
🙏🌹 જય શ્રી કૃષ્ણ 🌹🙏
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.