શોધખોળ / આલીયાબેટ દરિયા કિનારે ન્હાવા માટે ગયેલાં હાંસોટના 5 પૈકી 4 યુવાન લાપતા
શોધખોળ / આલીયાબેટ દરિયા કિનારે ન્હાવા માટે ગયેલાં હાંસોટના 5 પૈકી 4 યુવાન લાપતા પ્રતિકાત્મક તસ્વીર ભરૂચ: અંકલેશ્વરના હાંસોટ ગામના 5 યુવાનો રવિવારની રજામાં આલીયાબેટ દરિયા કિનારે ન્હાવા ગયાં હતાં. દરિયામાં તોફાન આવતાં 4 યુવાનો પાણીમાં લાપતા બન્યાં હતાં. જોકે તે પૈકીનો એક યુવાન બહાર નીકળવામાં સફળ રહેતાં તેણે તુરંત ગ્રામજનોને જાણ કરતા તંત્ર દોડતું થયું થઇ ગયું હતું. તંત્રે તુરંત લાશ્કરો તેમજ સ્થાનિક ખલાસીઓની મદદથી દરિયામાં લાપતા બનેલા 4 યુવાનો શોધખોળ આરંભી હતી. Advertisements નાવડી અને સ્થાનિકની મદદથી શોધખોળ આરંભી હાંસોટમાં રહેતા મુસ્લિમ સમાજના 5 યુવાનો રવિવારે અભેટાથી એનજીસી વેલ તરફ જતા માર્ગે દરિયા કિનારે પિકનિક પોઇન્ટ જેવો માહોલ હોઇ અન્ય દશેક યુવાનો પણ ત્યાં દરિયા કિનારે આવ્યાં હતાં. કિનારે બેઠા બાદ તેઓ દરિયાના પાણીમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ પાણીનું જોર પણ વધતાં ન્હવા પડેલા મિત્રો દરિયાના પાણીમાં અચાનક ડૂબવા લાગ્યા હતા અને જ્યાં જીસાન.જાવેદ મલેક, સિહાબ સકીલ મલેક, મુસ્તુફા જાવીદ મલેક તેમજ કાદીર કરમહુશેન શેખ આમ 4 યુવાનો દરિયાના ...