શોધખોળ / આલીયાબેટ દરિયા કિનારે ન્હાવા માટે ગયેલાં હાંસોટના 5 પૈકી 4 યુવાન લાપતા

શોધખોળ / આલીયાબેટ દરિયા કિનારે ન્હાવા માટે ગયેલાં હાંસોટના 5 પૈકી 4 યુવાન લાપતા

પ્રતિકાત્મક તસ્વીર  
ભરૂચ: અંકલેશ્વરના હાંસોટ ગામના 5 યુવાનો રવિવારની રજામાં આલીયાબેટ દરિયા કિનારે ન્હાવા ગયાં હતાં. દરિયામાં તોફાન આવતાં 4 યુવાનો પાણીમાં લાપતા બન્યાં હતાં. જોકે તે પૈકીનો એક યુવાન બહાર નીકળવામાં સફળ રહેતાં તેણે તુરંત ગ્રામજનોને જાણ કરતા તંત્ર દોડતું થયું થઇ ગયું હતું. તંત્રે તુરંત લાશ્કરો તેમજ સ્થાનિક ખલાસીઓની મદદથી દરિયામાં લાપતા બનેલા 4 યુવાનો શોધખોળ આરંભી હતી.
Advertisements 
નાવડી અને સ્થાનિકની મદદથી શોધખોળ આરંભી
 હાંસોટમાં રહેતા મુસ્લિમ સમાજના 5 યુવાનો રવિવારે અભેટાથી એનજીસી વેલ તરફ જતા માર્ગે દરિયા કિનારે પિકનિક પોઇન્ટ જેવો માહોલ હોઇ અન્ય દશેક યુવાનો પણ ત્યાં દરિયા કિનારે આવ્યાં હતાં. કિનારે બેઠા બાદ તેઓ દરિયાના પાણીમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ પાણીનું જોર પણ વધતાં ન્હવા પડેલા મિત્રો દરિયાના પાણીમાં અચાનક ડૂબવા લાગ્યા હતા અને જ્યાં જીસાન.જાવેદ મલેક, સિહાબ સકીલ મલેક, મુસ્તુફા જાવીદ મલેક તેમજ કાદીર કરમહુશેન શેખ આમ 4 યુવાનો દરિયાના પાણીમાં લાપતા બન્યાં હતાં. જ્યારે એક યુવાન યેનકેન પ્રકારે બહાર નિકળી પરિજનોને જાણ કરતા તેઓએ તંત્રને જાણ કરતા તંત્ર અને પરિવારજનોએ નાવડી અને સ્થાનિકની મદદથી શોધખોળ આરંભી હતી.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.