Posts

ભરૂચ જિલ્લાનાં રોજગાર વાંચ્છુંઓ નોંધે

Image
ભરૂચ જિલ્લાનાં રોજગાર વાંચ્છુંઓ નોંધે અનુબંધમ પોર્ટલ એપ રોજગાર માટે ઘરે બેઠાં નોંધણી કરાવવા ઉપયોગી ભરૂચઃ શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છું અને નોકરીદાતાઓને ઉપયોગી પોર્ટલ તા.૦૬-૦૮-૨૦૨૧ નાં રોજ “રોજગાર દિવસ” નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા નવું વેબ પોર્ટલ “અનુબંધમ” ઉમેદવારો/નોકરીદાતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.    જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ સેક્ટરવાઈઝ નોકરી શોધી શકશે તથા રોજગારવાંચ્છું ઉમેદવારો ઘરે બેઠાં આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વેબ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે માંગ્યા મુજબની માહિતી તેમજ આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો(જેપીજી) ફાઈલ અપલોડ કરવાની રહેશે. અને આ સંબધિત અનુબંધમ વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માર્ગદર્શન વેબીનાર તા.:-૧૭/૮/૨૦૨૧ના  રોજ સમય ૧૨:૦૦ કલાકે  આયોજન કરવામાં આવેલ છે. જે Google Meet ના માધ્યમથી તેના zcw-nmzt-jxi કોડ થી જોઇન્ટ કરી શકાશે જેથી ભરૂચ જિલ્લાનાં વધુમાં વધુ ઉમેદવારો http://anubandham.gujarat.gov.in   વેબસાઈટ/વેબપોર્ટલ પર રોજગારવાંચ્છું ઉમેદવાર/જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરવાં રોજગાર અધિકા...

જામનગરના સાંસદ પૂનમ માડમ તરફથી અપાયેલ કેરિબેગનું જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું

Image
જામનગરના સાંસદ પૂનમ માડમ તરફથી અપાયેલ કેરિબેગનું  જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું જામ ખંભાળીયા: નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજના (NFSA PHH)  અંતર્ગત ઘઉં અને ચોખાનું મફતમાં વિતરણ થઈ રહ્યું છે. ત્યારે જામનગર દેવભૂમિ નાં સાંસદ  શ્રીમતી પુનમ માડમ દ્વારા થેલી ( કેરીબેગ)  આપવામાં આવી છે.    જેનું વિતરણ આજરોજ જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું જેમાં વૉર્ડ 1/2 માં સસ્તા અનાજની દુકાન પર સાંસદ શ્રી ની કેરીબેગ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર નગરપાલિકા સદસ્ય ઇમ્તિયાઝ ખાન લોદિન કારુભાઈ માવદીયા  ધીરુભાઈ ટાકોદરા ભવ્યભાઈ  ગોકાણી જયેશભાાઈ કણજારીયા નિકુંજભાઈ વ્યાસ લખુભાઈ ચાવડા વગેરે કાર્યકરો દ્વારા ઉપસ્થિત રહી કેરિબેગનું વિતરણ કરવામાં આવ્યું હતુંં. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

સોમનાથ ખાતે નિર્માણાધીન અતિથિગૃહની મુલાકાત લેતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ

Image
સોમનાથ ખાતે નિર્માણાધીન  અતિથિગૃહની મુલાકાત લેતાં  નાયબ  મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ 🔸રૂા. ૨૧ કરોડનાં ખર્ચે બનનાર અતિથી ગૃહમાં ૪૮ રૂમોની સુવિધા ✍️ નરેન્દ્રભાઈ દવે         ગીર-સોમનાથ: સોમનાથ ખાતે નવા બનતા અતિથીગૃહનું નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.   સોમનાથ મંદીર નજીક સમુદ્રતટ પાસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવું અતિથિગૃહ આકાર પામી રહ્યું છે. આજે નાયબ મુખ્યમંત્રીશ્રી  નિતિનભાઈ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. માર્ગ મકાન વિભાગનાં સચિવશ્રી એસ.બી. વસાવા પાસેથી વિગતો મેળવી હતી. આ અતિથિગૃહમાં કુલ ૪૮ રૂમ આકાર પામશે. જેમાં વી.વી.આઇ.પી. સુપર રૂમ-૨, વી.વી.આઇ.પી. રૂમ-૮, વી.આઇ.પી.રૂમ -૮, ડીલક્ષરૂમ-૨૪, ફોર સીટર રૂમ-૪, ડોરમેટ્રી રૂમ-૨ દરેક રૂમ માંથી સમુદ્ર દર્શન થશે.         ઉપરાંત સી.સી.રોડ, વોટર હાર્વેસસ્ટીંગ, કમ્પાઉન્ડ વોલ, ટ્રીપ્લાન્ટેશન અને ગાર્ડનીંગ, ફાયર ફાઇટરની સુવિધા, પાર્કીંગ, ડાઇનીંગ હોલ કામગીરીનો સમાવેશ થયેલ છે. આર.સી.સી. ફેમ વર્ક જી-૩ ફ્લોર સાથે કુલ ૭૦૭૭.૦૦ ચોરસ મીટર બિલ્ટઅપ એરીયા, બેલા મશ...

નર્મદાનાં કોરોના વોરિયર્સને રાશનકિટ્સ વિતરણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લાનાં ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ

Image
નર્મદાનાં કોરોના વોરિયર્સને રાશનકિટ્સ વિતરણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લાનાં ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ 🔶  નર્મદાનાં કોરોના વોરિયર્સને રાશનકિટ્સ વિતરણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લાનાં ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ 🔶સાંસદ મનસુખભાઇ વસાવા નાં હસ્તે કોરોના વોરિયર્સનું કરાયું અભિવાદન 🔶કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ડોક્ટર્સ,  નર્સિંગ સ્ટાફ, આશાવર્કર, સફાઈ કામદાર, પંડિત દિન દયાલ ભંડાર નાં સંચાલક, તોલાટ, કોમ્પ્યુટર ડેટા ઓપરેટર સહિતની વ્યક્તિઓ-કર્મચારીઓની જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબના ૩૪૦૪ જેટલાં લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું  રાજપીપલા: “કોરોના સેવાયજ્ઞ” અભિયાન અંતર્ગત રાજભવન- ગાંધીનગર તરફથી “યુવા અનસ્ટોપેબલ” નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજ-વસ્તુઓની રાશનકિટ વિતરણ કરવાના રાજ્યવ્યાપી અભિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા શરૂ કરાયું છે. સમગ્ર ગુજરાતમાં ૧ લાખ કોરોના વોરીયર્સને રાશનકિટ આપવાના આ રાજ્યવ્યાપી અ...

ભરૂચ જીલ્લામાં ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨ માં એગ્રો સર્વિસ પ્રોવાઇડર (AGR-61) યોજનાનો અમલ

Image
ભરૂચ જીલ્લામાં ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨ માં   એગ્રો સર્વિસ પ્રોવાઇડર (AGR-61) યોજનાનો અમલ 🔶  ભરૂચ જીલ્લામાં ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨ માં  એગ્રો સર્વિસ પ્રોવાઇડર (AGR-61) યોજનાનો અમલ ભરૂચઃ  ભરૂચ જીલ્લામાં ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨ માં જે તે વિસ્તારમાં ખેતી કાર્યમાં વપરાતા સાધનો (ટ્રેક્ટર તથા ટ્રેક્ટર ઓપરેટેડ સાધનો) જરૂરીયાતમંદ એવા અનુ જાતિ, અનુ. જનજાતિ, નાના, સીમાંત તથા આર્થિક રીતે નબળા ખેડૂતોને સરકારે નક્કી કરેલા ભાવથી મળી રહે તેવા હેતુથી ભાડે આપવા એગ્રો સર્વિસ પ્રોવાઇડર (AGR-61) યોજનાનો અમલ કરવાનું નક્કી કરેલ છે. આ યોજનામાં સંસ્થાઓ/ખેડૂત જૂથ: પ્રાઈમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ સોસાયટી(PACS), ફાર્મરગ્રુપ, ફાર્મર પ્રોડ્યુસર કંપની, સહકારી સંસ્થા, સખી મંડળ, સેલ્ફ હેલ્પ ગ્રુપ પાત્રતા ધરાવતી ભરૂચ જીલ્લાની સંસ્થાઓ, ખેડૂત જૂથ કે સ્ટાર્ટ અપ રજીસ્ટ્રેશન ધરાવતા કૃષિ ડીપ્લોમાં/કૃષિસ્નાતક/અનુસ્ના તક/બી.આર.એસ. વગેરેની અરજીઓ મેળવવા તા.૨૫/૦૭/૨૦૨૧ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. રસ ધરાવતી ભરૂચ જીલ્લાની સંસ્થાઓ, ખેડૂત જૂથ કે સ્ટાર્ટ અપ રજીસ્ટ્રેશન ધરાવતા અરજી કરવા ઈ-ગ્રામ સેન્ટર મારફ...

કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Image
કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 🔷કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 🔷મોટી સંખ્યામાં લોકોએ રસીકરણનો લાભ લીધો ભરૂચ/રાજપારડી: હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી દરમિયાન કોરોના સંક્રમણથી લોકોને રક્ષણ પુરું પાડવા રસીકરણ નાં કાર્યક્રમો યોજીને લોકોને કોરોના રસી આપવામાં આવતી હોય છે.   આજરોજ કરજણ તાલુકાનાં કલ્લા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોરંદાના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છેકે કલ્લા શરીફ જેવા અંતરિયાળ વિસ્તારમાં ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા શૈક્ષણિક ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હાલ ચાલતી કોરોના મહામારી અંતર્ગત  વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ હેતુથી રસીકરણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ગયા સપ્તાહમાં પણ કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.    આજરોજ આયોજિત રસીકરણ કાર્યક્રમમાં ૧૦૮૫ જેટલા લોકોએ  રસીકરણ નો લાભ લીધો હતો. આયોજીત કાર્યક્રમમાં કરજણના  ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ, પૂર્વ ...

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

Image
ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ,  અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.   🔶 ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.   ભરૂચ: હિન્દુ કુંભાર સમાજનાં બ્રેઈનડેડ કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા (પ્રજાપતી) નાં પરિવારે તેમના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. નામ: કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. 50 બ્લડગ્રુપ: A+ve વ્યવસાય: નિવૃત્ત જીવન રહેવાસી: ૧૮૦, કુમકુમ બંગ્લોઝ, ઓલપાડ, સાયણ રોડ, તા. ઓલપાડ, જી. સુરત. મૂળ રહેવાસી: ગામ: મઢડા, તા. શિહોર, જી. ભાવનગર. કૌટુંબિક વિગત: પત્ની: કમુબેન કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૫૪ પુત્રો: ૧, પ્રદીપ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૩૩ વ્યવસાય: બોરસદ માં આવેલ બોરવા ગામમાં ઈંટ બનાવવાનું કાર્ય કરે છે. ૨, પંકજ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૩૧ વ્યવસાય: વાંસદા માં આવેલ ખાટા આંબા ગામમાં ઈંટ બનાવવાનું કાર્ય કરે છે. ૩, મનોજ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૨૬ વ્યવસાય: ઓલપ...