નર્મદાનાં કોરોના વોરિયર્સને રાશનકિટ્સ વિતરણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લાનાં ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ

નર્મદાનાં કોરોના વોરિયર્સને રાશનકિટ્સ વિતરણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લાનાં ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ

🔶 નર્મદાનાં કોરોના વોરિયર્સને રાશનકિટ્સ વિતરણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લાનાં ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ

🔶સાંસદ મનસુખભાઇ વસાવા નાં હસ્તે કોરોના વોરિયર્સનું કરાયું અભિવાદન

🔶કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ડોક્ટર્સ,  નર્સિંગ સ્ટાફ, આશાવર્કર, સફાઈ કામદાર, પંડિત દિન દયાલ ભંડાર નાં સંચાલક, તોલાટ, કોમ્પ્યુટર ડેટા ઓપરેટર સહિતની વ્યક્તિઓ-કર્મચારીઓની જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબના ૩૪૦૪ જેટલાં લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું 

રાજપીપલા: “કોરોના સેવાયજ્ઞ” અભિયાન અંતર્ગત રાજભવન- ગાંધીનગર તરફથી “યુવા અનસ્ટોપેબલ” નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજ-વસ્તુઓની રાશનકિટ વિતરણ કરવાના રાજ્યવ્યાપી અભિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા શરૂ કરાયું છે. સમગ્ર ગુજરાતમાં ૧ લાખ કોરોના વોરીયર્સને રાશનકિટ આપવાના આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાના ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને નર્મદા જિલ્લાના કોરોના વોરીયર્સને આ કિટ્સનું વિતરણ કરાયું હતું.

 જેમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીનાં ચેરમેન-સહકારી અગ્રણ ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ. શાહ, CDMO અને સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લાનાં કોરોના વોરીયર્સને આ કિટ્સનું વિતરણ કરાયું હતું.

 રાજપીપલા આયુર્વેદિક હોસ્પિટલમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે RMO ડૉ.મનોહર મજીગાંવકર, રાશનકિટ વિતરણ નાં જિલ્લા નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, કોવિડ હોસ્પિટલના તબિબો , નર્સિંગ સહિતના પેરામેડિકલ સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસદસભ્ય મનસુખભાઈ વસાવા સહિતનાં ઉપસ્થિત તમામ વરિષ્ટ પદાધિકારીઓ, અધિકારીઓનાં હસ્તે વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન રાત-દિવસ જોયા વિના રાઉન્ડ-ધી-ક્લોક ખડેપગે સતત સેવાઓ આપનાર આરોગ્ય વિભાગના યોદ્ધાઓને આ રાશનકિટ્સના વિતરણ સાથે તેમનું અભિવાદન કરાયું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિતનાં તમામ તાલુકાઓમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ડોક્ટર્સ,  નર્સિંગ સ્ટાફ, આશાવર્કર, સફાઈ કામદાર, પંડિત દિન દયાલ ભંડાર (વાજબી ભાવની દુકાન)ના સંચાલક, તોલાટ, કોમ્પ્યુટર ડેટા ઓપરેટર સહિતની વ્યક્તિઓ-કર્મચારીઓની જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબના ૩૪૦૪ જેટલા લાભાર્થીઓ માટે ફાળવાયેલી આ રાશનકિટ્સના જિલ્લાકક્ષાએ વિતરણની સાથોસાથ જિલ્લાના જે તે તાલુકાઓ અને વિસ્તાર માટે નિમાયેલા સંબંધિત નોડલ અધિકારીઓ અને તેમના વિસ્તારના લાભાર્થી કોરોના વોરીયર્સની સંખ્યા મુજબની કિટ્સનો જથ્થો રાજપીપલા ખાતેથી રવાના કરાયો છે અને તેમના મારફત આ કિટ્સ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે.

  આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારીમાં જે લોકોએ ખૂબ સક્રિયપણે કામગીરી બજાવી છે, તેવા કોરોના વોરિયર્સ, ડોક્ટર્સ, નર્સ, સફાઈ કામદાર સહિતનાં બધા જ લોકોએ કોરોનાને રોકવા માટે સફળ કામગીરી કરી છે તેવા લોકોને ગુજરાતના રાજ્યપાલ તરફથી NGO થકી આવા કોરોના વોરિયર્સને જીવનજરૂરી ઉપયોગી ચીજવસ્તુઓ રાશનકીટ વિતરણના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ ૩૪૦૦ જેટલી કિટ્સનું વિતરણ કરાયું છે. આ કાર્યને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે, આવા કાર્યો થકી આ પ્રકારની કામગીરી કરનારને પ્રોત્સાહન મળતું હોઇ, તે ખરેખર આવકારદાયક છે.

 તસવીર-રિપોર્ટ:જ્યોતિ  જગતાપ, રાજપીપલા

B B K NEWS

OWNER & EDITOR

મનિષ કંસારા 

#manishkansara

#BBKNEWS

📱 63529 18965

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.