Posts

Showing posts from November, 2020

ગુજરાતે મધ્યપ્રદેશ સરકાર પાસે રૂા.પાંચ કરોડ માંગ્યા , વિજળી મામલે ગુજરાત-મધ્યપ્રદેશ સરકાર આમને સામને

Image
ગુજરાતે મધ્યપ્રદેશ સરકાર પાસે રૂા.પાંચ કરોડ માંગ્યા , વિજળી મામલે ગુજરાત-મધ્યપ્રદેશ સરકાર આમને સામને 🔷ગુજરાતે મધ્યપ્રદેશ સરકાર પાસે રૂા.પાંચ કરોડ માંગ્યા 🔷વિજળી મામલે ગુજરાત-મધ્યપ્રદેશ સરકાર આમને સામને  🔷મધ્યપ્રદેશે ૯૦૪ કરોડ માંગ્યા Advertisements રાજપીપળા: મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે સરદાર સરોવર પ્રોજેક્ટના વીજ ઉત્પાદનને લઈને વિવાદની સ્થિતિ સર્જાઇ છે. મધ્યપ્રદેશનો દાવો છે કે, સરદાર સરોવર ડેમ માટેના કરાર અનુસાર ઉત્પન્ન નથી થઈ.જેના પગલે મ.પ્રદેશને અન્ય રાજ્યો પાસેથી વીજળી ખરીદવી પડે છે. આ માટે ગુજરાત સરકાર પાસેથી ૯૦૪ કરોડ રૂપિયાનો ક્લેમ માંગવામાંઆવ્યો હતો. જો કે ગુજરાત સરકાર દ્વારા તેને ફગાવી દેવાયો છે. મધ્ય પ્રદેશના દાવાને ફગાવતા ગુજરાત સરકારે કહ્યું કે, મધ્યપ્રદેશના ઈન્દિરા ડેમમાં પાણી રોકવાના કારણે વીજળી ઉત્પન્ન નથી થઈ. આ તથ્યના આધારે ગુજરાત સરકારે વળતો મધ્ય પ્રદેશની સરકાર પર જ ક્લેમ ઠોકયો છે. જે બાદ વિવાદ અટકવાની જગ્યાએ વકરતો હોય તેમ જણાઈ રહ્યું છે. ગુજરાત સરકારનો દાવો છે કે, મધ્યપ્રદેશમાં પાણી રોકવાના કારણે તેમને  ૧૦મિલિયન યુનિટનું નુક્સાન થયું છે. આ  માટે...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમાં થયો ફેરફાર

Image
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમાં થયો ફેરફાર   🔷રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમાં થયો ફેરફાર 🔷અમદાવાદ, ગાંધીનગરની અગાઉની મૂલાકાત રદ કરાઇ 🔷 હવે સીધા કેવડીયા પધારશે રાષ્ટ્રપતિ ૨૫ મીએ માત્ર એક જ દિવસની મૂલાકાત લેશે રાજપીપળા: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામા આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અગાઉના કાર્યક્રમ મુજબ અમદાવાદ, ગાંધીનગરની મુલાકાત લેવાના હતા તે મૂલાકાત હાલ રદ કરવામા આવી છે અને આ કાર્યક્રમમા ફેરફાર કરી હવે રાષ્ટ્રપતિ ૨૫મીએ સીધા કેવડીયાની માત્ર એક જ દિવસની મૂલાકાત લેશે એમ આધારભૂત સૂત્રો જણાવ્યું છે.   અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ૨૫-૨૬ નવેમ્બર ના રોજ સ્ટેગ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટિ-૨ ખતે ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રિસૈન્ડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાવાની છે. જેમા જેમા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રીપતિ વેકૈયા નાયડુ સહિત દેશના તમામ રાજ્યોના વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ રાજ્યસભા, લોકસભાના સંબંધીત અધિકારીઓ મળી કુલ ૨૦ જેટલા વીવીઆઇપીની ઉપસ્થિતિમાં કેવડિયા ટેન્ટ સિટિ ખાતે કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે, જ...

તત્કાલીન CM મોદીએ લોકાર્પણ કરેલ રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દીવાલ ફરી એકવાર ધરાશયી

Image
તત્કાલીન CM મોદીએ લોકાર્પણ કરેલ રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દીવાલ ફરી એકવાર ધરાશયી 🔷  તત્કાલીન CM મોદીએ લોકાર્પણ કરેલ રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દીવાલ ફરી એકવાર ધરાશયી 🔷તક્લાદી કામોની આશંકા 🔷 આ દીવાલ ત્રીજી વાર તૂટી છે અગાઉ બે વાર આ દીવાલ તૂટી પડી હતી. 🔷જિલ્લાની કરોડો રૂપિયાની સરકારી મિલકતના વિવિધ સાધનોની જાળવણીનો મોટો અભાવ  રાજપીપળા: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ તત્કાલીન CM મોદીએ લાકાર્પણ કરેલા રાજપીપળા ધાબા ગ્રાઉન્ડ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ તૂટી પડી છે.આ દીવાલ ત્રીજી વાર તૂટી છે અગાઉ બે વાર આ દીવાલ તૂટી પડી હતી. જે તક્લાદી કામોનીચાડી ખાય છે. અને તેના નિર્માણમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઇ રહી છે. રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના PM નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું.એ સંકુલના ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશાયી થતા એમાં પણ મસ મોટા ભ્રષ્ટાચારની આશંકાઓ સેવાઈ રહી છે ગુજરાત સરકારના તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદી બેન પટેલે 16 મી નવેમ્બર 2006 ના રોજ રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે ...

નર્મદા ખીણમાં ભૂકંપની શક્યતા છે, ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં ધરતીકંપના આંચકા ગમે ત્યારે અનુભવી શકાશે

Image
નર્મદા ખીણમાં ભૂકંપની શક્યતા છે,  ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં ધરતીકંપના આંચકા ગમે ત્યારે અનુભવી શકાશે નર્મદા ખીણમાં ભૂકંપની શક્યતા છે. ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં ધરતીકંપના આંચકા ગમે ત્યારે અનુભવી શકાશે. દક્ષિણ ગુજરાત, ભરૂચ, નર્મદાજીલ્લો (નર્મદા ડેમને કારણે), તથાસૌરાષ્ટ્રના વિસ્તારોની જમીનના પેટાળમાં ગમે ત્યારે નાની મોટી ઉથલપાથલ ભવિષ્યમાં થાય તો નવાઈ નહી. Advertisements રાજપીપળા: ગઈકાલે ભરૂચ પાસે તારીખ ૦૭-૧૧-૨૦૨૦ ના રોજ બપોરે ૩:૩૯ વાગે ૪.૩ રીકટર સ્કેલ તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો ઇન્સ્ટીટ્યુટ ઓફ સીસ્મોલોજીકલ રીસર્ચ ગાંધીનગરના જણાવ્યા પ્રમાણેઆ ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાયુ હતુ. સરદાર સરોવર ડેમની ડીઝાઇન અને બાંધકામ રીકટર સ્કેલ મેગ્નીટ્યુડ અનુસાર ૬.૫ ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૧૨ કી.મી. ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે તે રીતે કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવેલ છે. આમ સદર ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, તેના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઇપણ ...

ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાનાધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાતા રાજપીપળાનો રંગ સેતુ બ્રિજ બંધ કરાયો

Image
ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાનાધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાતા રાજપીપળાનો રંગ સેતુ બ્રિજ બંધ કરાયો   🔷ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાના ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાતા રાજપીપળાનો રંગ સેતુ બ્રિજ બંધ કરાયો 🔷ડભોઇ-સેગવા-રાજપીપળા રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો Advertisements રાજપીપળા: આજરોજ ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાના ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમથી ૫૦ કી.મી. દૂર નોંધાતા તેની અસર નર્મદા જિલ્લામા પણ જોવા મળી હતી. જેમા ધરતીકંપને કારણે રાજપીપળા નજીકનો પૉઇચા પુલ-રંગ સેતુ બ્રિજ બંધ કરાયો હતો.    ખાસ કરીને આ પૂલ નબળો હોવાથી તેને વધુ નુકશાન ન થાય તે માટે આ પુલને ધરતીકંપ થયા પછી પુલ બંધ કરવામા આવ્યો હતો અને ત્યાં પોલીસ ગોઠવી દેવાતાં વડોદરાથી આવતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા.    ડિસ્ટ્રિક્ટ આર એન્ડ બી ડિવિઝન વડોદરાના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવ્યા અનૂસાર વડોદરાની આ કચેરી હસ્તકનાં ડભોઇ - સેગવા - રાજપીપળા રોડ કિમી સેગવા તરફ, કેન્ટીલીવર 10 મીટર સોલિડ સ્લેબ અપસ્ટીમ ડાબી બાજુ કોનર ઉપર ૮ સેન્ટીમીટર સેટમેન્ટ થયેલ ...

ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાનાધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાયુ

Image
ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાનાધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાયુ   🔷ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાનાધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાયુ  🔷૪.૩ રીકટર સ્કેલ તીવ્રતાનો ધરતીકંપ નોંધાયેલ 🔷 ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, તેના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઇપણ પ્રકારની વિપરીત અસર અનુભવાયેલ નથી Advertisements રાજપીપળા: આજરોજ ભરૂચ પાસે તારીખ ૦૭-૧૧-૨૦૨૦ ના રોજ બપોરે ૩:૩૯ વાગે ૪.૩ રીકટર સ્કેલ તીવ્રતાનો ધરતીકંપ નોંધાયેલ છે.    ઇન્સ્ટીટ્યુટ ઓફ સીસ્મોલોજીકલ રીસર્ચ ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે આ ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાયેલ છે.    સરદાર સરોવર ડેમની ડીઝાઇન અને બાંધકામ રીકટર સ્કેલ મેગ્નીટ્યુડ અનુસાર ૬.૫ ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૧૨ કી.મી. ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે તે રીતે કરવામાં આવેલ છે.    સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવેલ છે. આમ સદર ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, તેના ...

નાંદોદ તાલુકાના ગભાણા ગામની સીમમાં આવેલા રૂપિયા 1.22 કરોડની જમીનની ખરીદી કરવા બાનાખત પેટે ફરિયાદી પાર્ટીએ બાનાખત પેટે રૂ.20, 50, 000/- જમીન માલિકોએ પડાવી લેતા પોલીસ ફરિયાદ.

Image
નાંદોદ તાલુકાના ગભાણા ગામની સીમમાં આવેલા રૂપિયા 1.22 કરોડની જમીનની ખરીદી કરવા બાનાખત પેટે ફરિયાદી પાર્ટીએ બાનાખત પેટે રૂ.20, 50, 000/-  જમીન માલિકોએ પડાવી લેતા પોલીસ ફરિયાદ પ્રતિકાત્મક તસવીર નાંદોદ તાલુકાના ગભાણા ગામની સીમમાં આવેલા રૂપિયા 1.22 કરોડની જમીનની ખરીદી કરવા બાનાખત પેટે ફરિયાદી પાર્ટીએ બાનાખત પેટે રૂ.20, 50, 000/-  જમીન માલિકોએ પડાવી લેતા પોલીસ ફરિયાદ.  રાજપીપળા સબ રજીસ્ટ્રારની કચેરી પર બનેલી ઘટના.  અને બીજી પાર્ટી સાથે રૂ.18, 33, 000/- ની ઓછી રકમનો જમીનનો દસ્તાવેજ કરી આપી ફરિયાદી સાથે ઠગાઇ,  છેતરપીંડીની ફરિયાદ.  ફરિયાદએ કરેલ રજીસ્ટર બાનાખત રદ કર્યા વખત મફતલાલને કોઈપણ જાતની જાણ કર્યા વગર બીજી પાર્ટી સાથે જમીન માલિકો તથા ગણોતીયાં ભેગા મળી ગુનાહિત કાવતરું કરતાં ચકચાર. 14  ઈસમો સામે પોલીસ ફરિયાદ. Advertisement   રાજપીપળા: નાંદોદ તાલુકાના ગભાણા ગામની સીમમાં આવેલા રૂપિયા 1.22 કરોડની જમીનની ખરીદી કરવા બાનાખત પેટે ફરિયાદી પાર્ટીએ બાનાખત પેટે રૂ.20, 50, 000/-  આપેલા તે રકમ જમીન માલિકોએ પડાવી લીધી અને બાનાખત રદ કર્યા વખત મફતલાલને કોઈપણ જાતન...

જંગલ સફારીમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતા વધુ સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે

Image
જંગલ સફારીમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતા વધુ સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે 🔷જંગલ સફારીમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતા વધુ સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે. 🔷હવે 1 દિવસમાં હવે કુલ 900 પ્રવાસીને પ્રવેશ અપાશે 🔷 માત્ર ઓનલાઇન બુકિંગ ધરાવનાર પ્રવાસીને જ પ્રવેશ અપાશે. Advertisement રાજપીપળા: જંગલ સફારીમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતા આવતીકાલથી વધુ સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાઆવ્યો છે.અત્યારસુધી 9 સ્લોટમાં 50-50 પ્રવાસીઓને પ્રવેશ અપાતો હતો.જેમા1 દિવસમાં કુલ 450 પ્રવાસીને પ્રવેશ અપાતો હતો.પણજંગલ સફારીની ક્ષમતા તેમજ તમામ પાસાઓને જોતા હવે પ્રત્યેક સ્લોટમાં 50ની જગ્યાએ 100 પ્રવાસીને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.એટલે હવેથી1 દિવસમાં હવે કુલ 900 પ્રવાસીને પ્રવેશ અપાશે. માત્ર ઓનલાઇન બુકિંગ ધરાવનાર પ્રવાસીને જ પ્રવેશ અપાશે.અત્રે આવનાર પ્રવાસીએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.આમ હવેજંગલ સફારીમાં પ્રવાસીઓની સંખ્યામા વધારો થશે તસવીર–રિપોર્ટ: જયોતિ દીપક જગતાપ,રાજપીપળા B B K NEWS OWNER / EDITOR મનીષ કંસારા #manishk...

શું માતા આવી પણ નિષ્ઠુર ?! આવો નિર્ણય લઈ શકે ?!

Image
શું માતા આવી પણ નિષ્ઠુર ?! આવો નિર્ણય લઈ શકે ?! શું માતા આવી પણ નિષ્ઠુર ?! આવો નિર્ણય લઈ શકે ?! 🔷ઘરમાં થાંભલા સાથે ઓઢણી તેમજ દોરીથી બાંધી દીવાસળી તેમજ લોખંડનો સળિયો ગરમ કરી 8 વર્ષના પોતાના પુત્રની સગી માતા દ્વારા શરીરે ડામ આપી શારીરિક યાતના આપવાની ચકચારી ઘટના. 🔷 રાજપીપળા ટેકરા ફળિયામાં પોતાની સગી જનેતાએ પોતાના 8 વર્ષના બાળકને પુત્રની ભૂલ સુધારવા પુત્રને નિર્દય બની શારીરિક શિક્ષા કરવાની ચકચારી ઘટના.  🔷શારીરિક યાતના ત્રાસ આપી બહારથી ઘરના દરવાજાને તાળું મારી દઈ ઘરમાં ગોંધી રાખતા પોલીસ ફરિયાદ.  Advertisement રાજપીપળા:   રાજપીપળા ટેકરા ફળિયામાં પોતાની સગી જનેતાએ પોતાના 8 વર્ષના બાળકને પુત્રની ભૂલ સુધારવા પુત્રને નિર્ણય ઘણી શારીરિક શિક્ષા કરવાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં પોતાના બાળકને ઘરમાં થાંભલા સાથે ઓઢણી તેમ જ દોરીથી બાંધીને દીવાસળી તેમજ લોખંડનો સળિયો ગરમ કરી શરીરે ડામ આપી શારીરિક યાતના આપવાની ચકચારી ઘટના રાજપીપળામાં ચર્ચાનો વિષય બની છે. જેમાં પોતાના બાળકની સગી માતાએ શારીરિક યાતના ત્રાસ આપી બહારથી ઘરના દરવાજાને તાળું મારી દઈ ઘરમાં ગોંધી રાખી રાજપીપળા પોલીસ મથકમાં પોલ...

ભરૂચ જિલ્લાની વાલીયા તાલુકાની ગણેશ સુગરમા સુગર સંઘર્ષ સમિતિની તપાસ બાબતે ચેરમેન તથા વીસ જેટલા કમીટી સભ્યોને ગાંધીનગર ખાંડ નિયામકની તપાસ બાબતે નોટીસ

Image
ભરૂચ જિલ્લાની વાલીયા તાલુકાની ગણેશ સુગરમા સુગર સંઘર્ષ સમિતિની તપાસ બાબતે  ચેરમેન તથા વીસ જેટલા કમીટી સભ્યોને ગાંધીનગર ખાંડ નિયામકની તપાસ બાબતે નોટીસ   ભરૂચ જિલ્લાની વાલીયા તાલુકાની ગણેશ સુગરમા સુગર સંઘર્ષ સમિતિની તપાસ બાબતે  ચેરમેન તથા વીસ જેટલા કમીટી સભ્યોને ગાંધીનગર ખાંડ નિયામકની તપાસ બાબતે નોટીસ અપાતા આખરે તારીખ 12/11/2020  બપોરે 12:00હાજર રહી બાકી રહેલ સુનાવણી જવાબો પાઠવવા પડશે. નોટિસ નો ફોટો Advertisement   ભરૂચ:    ગણેશ ખાંડ ઉ.સ.મંડળી લીમીટેડ વટારીયા તા વાલીયા જિ ના ચેરમેન સામે ગણેશ સુગર બચાવ સંઘષઁ સમિતિ દ્વારા છેલ્લા ત્રણ ચાર વષઁ થી ઉઠાવવામાં આવેલ ભ્રષ્ટાચાર તથા ચેરમેન દ્વારા મનમાની કરી કરી રહેલ વહીવટ થી સંસ્થા તથા સભાસદોને કરોડોનુ નુકસાન ગયેલ હોય સંઘષઁ સમિતિ આ બાબતે વારંવાર સરકાર તથા હાઈકોર્ટેમા પણ રજુઆતો થતા ચેરમેન દ્વારા તપાસ બાબતે પણ હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ થયા હાઇકોટઁ મા તપાસ બાબતે સરકાર મા જવાબ બાબતે ખાંડ નિયામક શ્રી દ્વારા અગાઉ બે તારીખની સુનાવણીમા સંઘષઁ સમિતિ તથા સુગરના ચાર ડીરેક્ટરો સુનાવણી મા હાજર રહી જવાબ રજુઆત કરવા હાજર રહેલ સુગર ના ...

રાજપીપળા અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા રાજપીપળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન

Image
રાજપીપળા અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા રાજપીપળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન રાજપીપળા અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા રાજપીપળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન. Advertisement   રાજપીપળા: રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા આગામી દિવાળીના પર્વ ટાણે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, આ સ્પર્ધામાં પોતાના ઘરના આંગણામાં દિવાળીની ટીમને અનુલક્ષીને રંગોળી કરવાની રહેશે, જેમાં સ્વચ્છતા તેમ રંગપુરણી પર ખાસ ધ્યાન અપાશે.   નિર્ણાયકો સ્પર્ધકોના ઘરે જઈને રંગોળીનું નિરીક્ષણ કરી નિર્ણય લેશે. બેસ્ટ રંગોળીને ઇનામ અપાશે. તેવું અખિલ હિંદ મહિલા પરિષદના પ્રમુખ હેમાબેન ગાંધી, મંત્રી શિવાનીબેન મહેતા, પ્રોજેક્ટ મંત્રી લીનાબેન બક્ષીએ જણાવ્યું હતું.    રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા. B B K NEWS OWNER / EDITOR મનીષ કંસારા #manishkansara 6352918965 💠💠💠💠💠💠💠💠💠💠💠

દેવમોગરા ગામ પાસે ટેકરા પાસે અથડાયેલી મોટરસાયકલ હવામાં ઉછળતા 6 ને ગંભીર ઇજાઓ

Image
દેવમોગરા ગામ પાસે ટેકરા પાસે અથડાયેલી મોટરસાયકલ હવામાં ઉછળતા 6 ને ગંભીર ઇજાઓ Ⓜ️દેવમોગરા ગામ પાસે ટેકરા પાસે અથડાયેલી મોટરસાયકલ હવામાં ઉછળતા 6 ને ગંભીર ઇજાઓ. Advertisement   રાજપીપળા: દેડિયાપાડાના દેવમોગરા પાસેથી પોતાની મો.સા. નંબર જીજે 16 સીક્યુ 7645 પૂરઝડપે આવી મારવા જતા મો.સા. ઉપરનો કાબૂ ગુમાવી દઈ મો.સા. ટેકરાને અથાડી હવામાં ઉછાળતા જતા અંકુરભાઇ મનોજભાઈ વસાવાની ફેક્ચર કરી  કેતનભાઇ રાજેશભાઈ વસાવા,  અલ્પનાબેન કુંવરજીભાઇ ચૌધરી તથા કલ્પનાબેન કુંવરજીભાઇ ચૌધરીને ઇજાઓ કરી રજનીશ લાલસીંગભાઈ વસાવા અને માથામાં ગંભીર ઈજા કરી હતી, અને તેની પાછળ બેસેલા અનિલભાઈ મનુભાઈ વસાવાને પણ ઇજા થઇ હતી. જ્યારે મોટરસાયકલ ચાલક રજનીભાઈ લાલસીંગભાઈ વસાવાએ પણ મોટરસાયકલ પુરઝડપે હંકારી લાવી રોડની સાઈડે આવેલ ટેકરાની તળ સાથે અથાડી મો.સા.ને હવામાં ઉછાળી અલ્પનાબેનને તથા પોતાને ઈજાઓ પહોંચાડતા દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા B B K NEWS OWNER / EDITOR મનીષ કંસારા #manishkansara 6352918965 🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️

રાજપીપળા નજીક રાજપરા ગામની સીમમાં ઉમરવા જવાના ત્રણ રસ્તા પાસે ત્રણ મોટરસાયકલ ઉપર સવાર સાત અજાણ્યા ઇસમોનો જીવલેણ હુમલો.

Image
રાજપીપળા નજીક રાજપરા ગામની સીમમાં ઉમરવા જવાના ત્રણ રસ્તા પાસે ત્રણ મોટરસાયકલ ઉપર સવાર સાત અજાણ્યા ઇસમોનો જીવલેણ હુમલો પ્રતિકાત્મક તસવીર Ⓜ️રાજપીપળા નજીક રાજપરા ગામની સીમમાં ઉમરવા જવાના ત્રણ રસ્તા પાસે ત્રણ મોટરસાયકલ ઉપર સવાર સાત અજાણ્યા ઇસમોનો જીવલેણ હુમલો.  Ⓜ️ગળામાંથી સોનાની ચેઈન તોડી લઈ ફરિયાદીના  પેન્ટના ખિસ્સામાંથી રૂ.17000/- કાઢી લઇ કુલ કિં. રૂ. 30000/-ની સનસનાટી ભરી લૂંટની ફરિયાદથી ચકચાર.  Advertisement રાજપીપળા: રાજપીપળા નજીક રાજપરા ગામની સીમમાં ઉમરવા જવાના ત્રણ રસ્તા પાસે મોટરસાયકલ ઉપર સવારે સાત અજાણ્યા ઈસમોએ જીવન હુમલો કર્યાની ચકચારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં ફરિયાદીના ગળામાંથી સોનાની ચેઇન તોડી લઈ ફરિયાદીના પેંટના ખિસ્સામાંથી રૂ. 17000 કાઢી લઇ કુલ કિં. રૂ. 30000/-ની સનસનાટી ભરી લૂંટની ફરિયાદ આમલેથા પોલીસે મથકે નોંધાઇ છે. જેમાં ફરિયાદી જીતેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ (રહે,રાજપરા,  દરબાર ફળિયા) એ ત્રણ મોટરસાયકલ ઉપર આવેલ અજાણ્યા સામે ફરિયાદ કરી છે.    ફરિયાદની વિગત મુજબ ફરિયાદી જીતેન્દ્રભાઈ પોતાના ખેતરેથી પોતાની સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને પોતાના...

નર્મદા જિલ્લાનાં વડીયા ગામમાં કચરો ફેંકનારની હવે ખેર નથી, ગ્રામપંચાયતે લીધો નિર્ણય

Image
નર્મદા જિલ્લાનાં વડીયા ગામમાં કચરો ફેંકનારની હવે ખેર નથી, ગ્રામપંચાયતે લીધો નિર્ણય Ⓜ️નર્મદા જિલ્લાનાં વડીયા ગામમાં કચરો ફેંકનારની હવે ખેર નથી, ગ્રામપંચાયતે લીધો નિર્ણય Ⓜ️ જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો એની પાસે 200 રૂપિયા દંડ વસૂલાશે Ⓜ️જાહેરમાં કચરો ફેંકનારનો ફોટો પાડી ગ્રામ પંચાયતે જાહેર કરેલા વોટ્સએપ પર ફોટો મોકલશે તો એ વ્યક્તિને  50 રૂપિયા ઈનામ અપાશે Advertisement   રાજપીપળા: નાંદોદ તાલુકાની વડીયા ગ્રામ પંચાયતે સ્વછતા બાબતે એક સારો નિર્ણય લીધો છે વડિયા ગ્રામ પંચાયતે ગામમાં ઠેર ઠેર બેનરૉ માર્યા છે. જેમા“જો કોઈ પણ વ્યક્તિ કચરો જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો એની પાસે “200 રૂપિયા દંડ” થશે એવુ લખાણ સાથે તેનુ અમલીકરણ શરૂ કર્યુ છે આમ જનતાએ વડિયાગામને સ્વચ્છ બનાવવાના આ સ્તુત્ય નિર્ણયને ગ્રામજનોએ આવકાર્યો છે. ગામના સરપંચ મહેશ રજવાડીના જણાવ્યા અનુસાર  વડીયા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા નું શરૂ કર્યુ છે છે,  આ બાબતે વડીયા ગ્રામ પંચાયતને અગાઉ એવોર્ડ પણ મળી ચુક્યો છે.સ્વચ્છતા અભિયાન પ્રત્યે લોકો ગંભીર બને અને અન્ય લોકોને પણ જાગૃત કરે એ દ્રષ્ટિએ વડીયા ગ્રામ પંચા...

વડાપ્રધાનની સ્ટેચ્યુના પ્રવાસીઓ માટે દિવાળીની અનોખી ભેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી પુનઃ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું.

Image
વડાપ્રધાનની સ્ટેચ્યુના પ્રવાસીઓ માટે દિવાળીની અનોખી ભેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી પુનઃ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું Ⓜ️વડાપ્રધાનની સ્ટેચ્યુના પ્રવાસીઓ માટે દિવાળીની અનોખી ભેટ. Ⓜ️આ વખતે દિવાળીના તહેવારો માટે સૌથી મોટું પ્રવાસન સ્થળ બનશે કેવડિયા. Ⓜ️કુઝ, સી પ્લેન, જંગલ સફારી ગાર્ડન, રિવર રાફટિંગની મોજ માણી શકાશે. Ⓜ️સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી પુનઃ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું. Ⓜ️હવે પ્રવાસીઓ સી પ્લેન મારફતે પણ કેવડિયા ફરવા આવશે.  Ⓜ️ પ્રથમ દિવસથી  જ ૫૦૦થી વધુ એડવાન્સ ટિકિટ બુક થઈ. Advertisement રાજપીપળા: કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ જેટલા પ્રોજેક્ટનુ લોકાપર્ણ ક્યા બાદ હવે કેવડિયા પ્રવાસન ધામને વિધિવત રીતે ખુલ્લુ મુકયુ છે. જેના માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યુ છે. પ્રવાસીઓ દિવાળીની રજાઓમા કેવડિયા પ્રવાસન ધામખાતે આવે તેવું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહયુ છે.  હોટેલ અને ટેન્ટ સિટી સંચાલકો પણ પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યા છે.સ્ટેગ્યુ ઓફ યુનિટીના ૩ નવેમ્બરના રોજ પાંચ સ્લોટમાં ૫૦૦ થી વધુ ટિકિટનું બુક થઇ ગઇ ગયુ હતુ. બે સ્લોટ પેક પણ થઈ ગયા છે. હવે પ્રવાસીઓ ...