નર્મદા જિલ્લાનાં વડીયા ગામમાં કચરો ફેંકનારની હવે ખેર નથી, ગ્રામપંચાયતે લીધો નિર્ણય

નર્મદા જિલ્લાનાં વડીયા ગામમાં કચરો ફેંકનારની હવે ખેર નથી, ગ્રામપંચાયતે લીધો નિર્ણય

Ⓜ️નર્મદા જિલ્લાનાં વડીયા ગામમાં કચરો ફેંકનારની હવે ખેર નથી, ગ્રામપંચાયતે લીધો નિર્ણય

Ⓜ️ જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો એની પાસે 200 રૂપિયા દંડ વસૂલાશે

Ⓜ️જાહેરમાં કચરો ફેંકનારનો ફોટો પાડી ગ્રામ પંચાયતે જાહેર કરેલા વોટ્સએપ પર ફોટો મોકલશે તો એ વ્યક્તિને  50 રૂપિયા ઈનામ અપાશે

Advertisement

  રાજપીપળા: નાંદોદ તાલુકાની વડીયા ગ્રામ પંચાયતે સ્વછતા બાબતે એક સારો નિર્ણય લીધો છે વડિયા ગ્રામ પંચાયતે ગામમાં ઠેર ઠેર બેનરૉ માર્યા છે. જેમા“જો કોઈ પણ વ્યક્તિ કચરો જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો એની પાસે “200 રૂપિયા દંડ” થશે એવુ લખાણ સાથે તેનુ અમલીકરણ શરૂ કર્યુ છે આમ જનતાએ વડિયાગામને સ્વચ્છ બનાવવાના આ સ્તુત્ય નિર્ણયને ગ્રામજનોએ આવકાર્યો છે.



ગામના સરપંચ મહેશ રજવાડીના જણાવ્યા અનુસાર  વડીયા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા નું શરૂ કર્યુ છે છે,  આ બાબતે વડીયા ગ્રામ પંચાયતને અગાઉ એવોર્ડ પણ મળી ચુક્યો છે.સ્વચ્છતા અભિયાન પ્રત્યે લોકો ગંભીર બને અને અન્ય લોકોને પણ જાગૃત કરે એ દ્રષ્ટિએ વડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકનાર વ્યક્તિ પાસે ગ્રામ પંચાયત 200 રૂપિયા સ્થળ પર દંડ વસુલવામાં આવશે.


આ સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકનારનો ફોટો પાડી ગ્રામ પંચાયતે જાહેર કરેલા વોટ્સ એપ નંબર 9712122688, 9427842596 પર ફોટો મોકલશે તોએ વ્યક્તિને ગ્રામ પંચાયતે 50 રૂપિયા ઈનામ પણ આપવાની જાહેરાત કરી છે.આ નિર્ણય થી ગામ સ્વચ્છ અને ગામ લોકો સ્વસ્થ બનશે. ગામ સ્વચ્છ તો રહેશે પણ સાથે સાથે લોકો સ્વસ્થ રહેશે. કોરોનાનો ભય પણ ઓછો રહેશે અને રોગચાળો ફેલાશે નહી.

............................


ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનો ખર્ચ થતો જ હતો પણ એ ઉપરાંત જાહેર માંથી કચરો ઉઠાવવા માટે પંચાયતને વધારાનો ખર્ચ ભોગવવો પડતો હતો.જેથી અમે નર્મદા કલેકટર અને DDO ને આ મામલે રજુઆત કરી, એમની સીધી સૂચનાથી અમે બેઠક બોલાવી અને દંડ લેવાનો નિર્ણય કર્યો છે.

.............................

તસવીર – રિપોર્ટ : જયોતિ  જગતાપ,રાજપીપળા

B B K NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.