Posts

Showing posts from June, 2020

આયોજન / ભાડભૂતમાં નર્મદામાં 101 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરાશે

Image
આયોજન / ભાડભૂતમાં  નર્મદામાં 101 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરાશે ભરૂચ:   તાલુકાના ભાડભૂત ખાતે મંગળવારે માછી સમાજ દ્વારા ભજન સંધ્યા અને બુધવારના રોજ નર્મદા નદીમાં ભજન તથા નૌકા વિહાર સાથે દૂધાઅભિષેક અને 101 મીટરની નર્મદા માતાને ચૂંદડી અર્પણનો કાર્યક્રમ યોજાશે.ભરૂચ તાલુકા ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસ નિમિત્તે ભાડભૂત માછી સમાજ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું અયોજન કરાયું છે. જેમાં મંગળવારેસાંજના ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું. Advertisements     ભજન સંધ્યામાં ભજનિકોએ ભજનોની રમઝટ બોલાવતા માહોલ ભક્તિમય બની ગયો હતો.જ્યારે  દેવપોઢી અગિયારસના પાવન દિવસે નિમતે 10 કલાકે માં નર્મદાનું ભજન તથા નૌકાવિહાર અને પૂજા અર્ચના, દુધાભિષેક અને 101 મીટરની ચૂંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સોશિયલ ડિસ્ટન્સ રાખીને કાર્યક્રમમાં હાજર રહેશે. B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન

Image
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન  જોવા સાંભળવા માટે નીચે આપેલ link પર ક્લિક કરો  https://www.facebook.com/narendramodi/videos/558162701515288 /

અંકલેશ્વર નજીક હાઇવે પરથી કેરીના બોક્ષની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Image
અંકલેશ્વર નજીક હાઇવે પરથી કેરીના બોક્ષની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પરથી કેરીના બોક્ષની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો Advertisements   પોલીસે રૂપિયા 3.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

શક્કપોર ગામ નજીક એક્સપ્રેસવેની કામગીર દરમ્યાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતા એક કામદારનું મોત નીપજ્યું.

Image
શક્કપોર ગામ નજીક એક્સપ્રેસવેની કામગીર દરમ્યાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતા એક કામદારનું મોત નીપજ્યું ભરૂચ: શક્કપોર ગામ નજીક એક્સપ્રેસવેની કામગીર દરમ્યાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતા એક કામદારનું મોત નીપજ્યું.  Advertisements   ક્રેન સંતુલન ગુમાવતા અકસ્માત સર્જાયો પોલીસ ઘટનાસ્થળે પહોંચી... B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

પ્રેસ રિપોર્ટર ભરતભાઈ મિસ્ત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

Image
પ્રેસ રિપોર્ટર ભરતભાઈ મિસ્ત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ   મિત્ર અને ખૂબ ઉત્સાહિ એવા અંબાજી_ગ્રુપના સભ્ય અને પ્રેસ રિપોર્ટર ભરતભાઈ મિસ્ત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.... શિવશક્તિ આપની સૌ મનોકામના પૂર્ણ કરે આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એજ અભ્યર્થના  HappyBirthday!🎂🎈🎉🎊🎊🎁 ભરતભાઈ ! B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ઝઘડિયાના તવડી ગામે પરિણીતાનો આપઘાત

Image
ઝઘડિયાના તવડી ગામે પરિણીતાનો આપઘાત પ્રતિકાત્મક તસ્વીર  ભરૂચ: ઝઘડિયા તાલુકાના તવડી ગામે રહેતા ભુપેન્દ્ર મોતીસિંગ વસાવા ગત રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. ઘરે તેમની પત્ની કુસુમ વસાવા એકલી હતી.  Advertisements     ખેતરેથી પતિ મળસ્કે ઘરે પરત ફરી દરવાજો ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. જેથી પાછળનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશતાંજ પત્ની કુસુમબેન લાકડા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતી.    અગમ્ય કારણોસર કુસુમબેને આત્મહત્યા કરી લેતાં તેના પતિએ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️ ⚜️⚜️⚜️⚜️⚜️

આમોદમાં જાહેર માર્ગો પર PPE કિટનો નિકાલ, લોકોમાં રોષ ફેલાયો

Image
આમોદમાં જાહેર માર્ગો પર PPE કિટનો નિકાલ, લોકોમાં રોષ ફેલાયો આમોદમાં જાહેર માર્ગો પર પીપીઈ કિટ અને મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતાં લોકોમાં રોષ ભરૂચ / આમોદ:   કોરોનાના કેસો વધી રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં મૃત્યુ આંક પણ આમોદનો વધુ હોવા છતાં આરોગ્ય વિભાગની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. હેલ્થ કર્મીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પીપીઈ કિટ અને અન્ય મેડિકલ વેસ્ટનો ભરૂચ-જંબુસર માર્ગ ઉપર જાહેરમાં નિકાલ કરી દેવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. Advertisements   વસ્તુઓ અડઘી કચરી સળગી હતી. બાકીનો ભાગ ત્યાંજ પડી રહયો   ગત રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ જંબુસરથી ભરૂચ તરફ આવતી 108 એમ્બ્યુલન્સના કમૅચારીઓએ પીપીઈ કિટ, ગ્લોઝ, માસ્ક સહિતના વિવિઘ મેડિકલનો વેસ્ટ જાહેરમાં નાંખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ચીજવસ્તુઓ સંપુણૅ સળગી જાય તે જોવાની પ્રતિક્ષા કર્યા વિના જ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. પરિણામે આ વસ્તુઓ અડઘી કચરી સળગી હતી. બાકીનો ભાગ ત્યાંજ પડી રહયો હતો. B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 8 પોઝેટીવ કેસ નોંધાયા, કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત નિપજ્યા

Image
  ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 8 પોઝેટીવ કેસ નોંધાયા, કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત નિપજ્યા   ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 8 પોઝેટીવ કેસ નોંધાયા ભરૂચ 4, અંકલેશ્વર 2 અને વાગરા જંબુસરના 1-1 પોઝીટીવ કેસ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 218  પર પહોચી Advertisements   ભરૂચ જિલ્લામાં કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત નિપજ્યા આમોદના 56 વર્ષીય હર્ષદ પટેલ અને વાગરાના વસ્તીખંડાલી ગામના 52 વર્ષીય સલીમ પટેલનું મોત જિલ્લામાં કુલ મૃત્યુઆંક 13 થયો   અંકલેશ્વરની ESIC હોસ્પિટલને પણ સરકારે COVID-19 હોસ્પિટલ તરીકે જાહેર કરી. વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે વધુ કોરોના અસરગ્રસ્ત દર્દીઓ માટે ESIC હોસ્પિટલમાં સુવિધાઓ ઉભી થશે. આ બતાવે છે કે કોરોનાનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ભરૂચ જિલ્લા માટે ચિંતાનો વિષય.  Update   જુના ભરૂચ વિસ્તારમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો  ભરૂચના જુના ભરૂચ વિસ્તારના હાથીખાના બજાર ખાતેથી પ્રથમ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો. ભરૂચમાં કોરોના પોઝીટિવ કેસનો આંકડો 218 પર પહોંચ્યો. અત્યાર સ...

દુર્ઘટના / પુત્રને તરતા આવડતું ન હોઇ પરિવારની નજર સામે ડૂબ્યો

Image
દુર્ઘટના / પુત્રને તરતા આવડતું ન હોઇ પરિવારની નજર સામે ડૂબ્યો ભરૂચ:  કરજણના નારેશ્વર યાત્રાધામ ખાતે ભરૂચથી આવેલ ત્રણ યુવાનો નર્મદા નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ- ફાયરબ્રિગેડે શોધખોળ આદરતાં બે યુવાનોના મૃતદેહ મળ્યા હતા. જ્યારે એક યુવકનો મૃતદેહ મોડી રાતે મળ્યો હતો.  હાલમાં નર્મદા નદીમાં પાણી નારેશ્વર ઓવારાનાં પગથિયાં સુધી આવી જતાં ઓવારા પાસે જ યુવાનો ડૂબ્યા હતા. યુવાનો ડૂબતાં પરીવારમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. નર્મદા નદીમાં નાહવા ગયેલા ત્રણ યુવાનો ઓવારા પાસે જ ડૂબી ગયા હતા ભરૂચથી પરીવારના સભ્યો સાથે 12 જેટલા લોકો પ્રાઇવેટ વાહનો લઈને કરજણ તાલુકાના નારેશ્વર આવ્યા હતા. જ્યાં નર્મદા નદીમાં નાહવા ગયેલા ત્રણ યુવાનો ઓવારા પાસે જ ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ફાયરબ્રિગેડ દ્વારા ડૂબેલા ઉત્સવ જીગ્નેશભાઈ મોદી (ઉ.વ 20, રહે. ગણેશ ટાઉનશિપ, લિંક રોડ, ભરૂચ), આદિત્ય નીતિનભાઈ માંડકે (ઉ.વ 22) તેમજ આયુષ્યમાન સીંગ (ઉ.વ 20)ની શોધખોળ કરતાં આયુષ્યમાનસિંગ અને આદિત્ય માંડકેના મૃતદેહ મળ્યા હતા, જ્યારે ઉત્સવ મોદીનો મૃતદેહ મોડી રાતે મળી આવ્યો હતો. Advertisements ...

ડભોઇ નગરના કડિયાવાડમાં લઘુમતી અને રબારીઓ વચ્ચે ધીંગાણું

Image
ડભોઇ નગરના કડિયાવાડમાં લઘુમતી અને રબારીઓ વચ્ચે ધીંગાણું ડભોઇ નગરના કડિયાવાડમાં લઘુમતી અને રબારીઓ વચ્ચે ધીંગાણું સામસામે બંને જૂથના લોકો ઇજાગ્રસ્ત, 3 ને સારવાર અર્થે ખસેડયા બનાવને પગલે ધારાસભ્ય સહિત પોલીસના અધિકારીઓ દોડી આવ્યા ગૃહ મંત્રીએ સ્થિતિ અંગે ધારાસભ્ય સાથે ચર્ચા કરી Advertisements   વડોદરા: વડોદરાના ડભોઇ નગરમાં આંજે સાંજના સુમારે બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થવા પામ્યો હતો. જે ઘટનામાં ત્રણ વ્યક્તિને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.    બનાવને પગલે ડી.વાય.એસ.પી સહીત પોલીસના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જયારે ઘટનાની જાણ ધારાસભ્યને થતા તેઓ પણ સ્થળ પર પહોચી ગયા હતા.    પોલીસે CCTV ની મદદથી તોફાની તત્વોને ઓળખી લઇ ટોળા વિરુદ્દ્ધ ગુન્હો નોંધવાની તજવીજ આરંભી છે. રિપોર્ટ: કુણાલ ચૌહાણ, વડોદરા. B B K NEWS OWNER  #manishkansara Manish Kansara  6352918965  ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

મન કી બાત / મોદીએ કહ્યું-અમને મિત્રતા નિભાવતા અને આંખોમાં આંખો નાંખીને જવાબ દેતા આવડે છે, જવાનોની શહાદતને આખો દેશ યાદ રાખશે

Image
મન કી બાત / મોદીએ કહ્યું-અમને મિત્રતા નિભાવતા અને આંખોમાં આંખો નાંખીને જવાબ દેતા આવડે છે, જવાનોની શહાદતને આખો દેશ યાદ રાખશે   નવી દિલ્હી:  વડાપ્રધાન મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધી રહ્યા છે. તેમણે શરૂઆતમાં કહ્યું કે, શું આ બધી આપદાઓના કારણે 2020ને ખરાબ માની લેવું જોઈએ?.એક વર્ષમાં એક મુશ્કેલી આવે કે હજાર એનાથી એ વર્ષ ખરાબ ન થઈ જાય. લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોવા વાળાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.લદ્દાખમાં જે 20 જવાન શહીદ થયા છે તેમને આખો દેશ નમન કરે છે. આ સાથીઓના પરિવારના જેમ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દુઃખ અનુભવી રહ્યા છે.આ વખતે મન કી બાત કાર્યક્રમ માટે તેમણે 14 જૂને ટ્વિટ કરીને જનતા પાસે સૂચનો માંગ્યા હતા.વર્ષ 2020ની અડધી સફર પુરી થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં મહામારીની ચર્ચા થઈ રહી છે. દરેક એક જ વિષય પર ચર્ચા કરી રહ્યું છે કે આ વર્ષ ઝડપથી જતું રહે, આ બિમારી ક્યારે ખતમ થશે. કોઈ કહી રહ્યું છે કે, 2020 શુભ નથી. ક્યારેક ક્યારેક તો વિચારું છું કે આવું કેમ થઈ રહ્યું છે. Advertisements   મોદીના ભાષણના મહત્વના મુદ્દા પાણી બચાવો, નાના પ્રય...

કોરોના મહામારી / વાગરાના વસ્તીખંડાલીમાં 1 કેસ પોઝિટિવ નોંધાતા પ્રવેશબંધી

Image
કોરોના મહામારી / વાગરાના વસ્તીખંડાલીમાં 1 કેસ પોઝિટિવ નોંધાતા પ્રવેશબંધી ભરૂચ / વાગરા:  વાગરા તાલુકામાં પણ કોરોનાની કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ ખડે પગે રહી ફરજ બજાવી રહી છે. જેના લઈને વાગરા તાલુકામાં પોઝિટીવ કેસોનું પ્રમાણ ખૂબ જ નજીવું દેખાઇ રહ્યું છે.  Advertisements     વાગરાના વસ્તીખંડાલી ગામે રીક્ષા ચાલકનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેને તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા.   વાગરાનો પોલીસ સ્ટાફ, આરોગ્યની ટીમ તેમજ મામલતદારે તાત્કાલિક વસ્તીખંડાલી ગામે પહોંચી સર્વેની કામગીરી કરી હતી.   વસ્તીખંડાલી ગામે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. ગામના પ્રવેશ સ્થળ ઉપર પોલીસ સ્ટાફ તહેનાત કરી મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. વાગરા પોલીસે હવે વેપારીઓ તેમજ દુકાનદારોને શનિવારથી સવારે 7 થી સાંજે 7 દરમિયાન જ દુકાનો ખુલ્લી રાખી શકાશે તેવી સૂચના આપી હતી. B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ગરુડેશ્વર ચોકડી નર્મદા શોરૂમની સામે આગળના કન્ટેનરમાં સરકારી બસ ઘૂસી જતાં અકસ્માત

Image
ગરુડેશ્વર ચોકડી નર્મદા શોરૂમની સામે આગળના કન્ટેનરમાં સરકારી બસ ઘૂસી જતાં અકસ્માત ગરુડેશ્વર ચોકડી નર્મદા શોરૂમની સામે આગળના કન્ટેનરમાં સરકારી બસ ઘૂસી જતાં અકસ્માત  ડ્રાઇવર અને કંડકટર સહિત બસમાં બેઠેલા અન્ય મુસાફરોને પણ ઇજા પહોંચી તમામ ઇજાગ્રસ્તોને તત્કાલ ગરુડેશ્વર સીએસસી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા Advertisements   રાજપીપળા: આજરોજ વડોદરા નવાગામ ડેમ સરકારી બસ નંબર જીજે 18 ઝેડ 25 26 ને ગરુડેશ્વર ચોકડી નર્મદા શોરૂમ ની સામે આગળના કન્ટેનરમાં સરકારી બસ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ડ્રાઇવર અને કંડકટર સહિત બસમાં બેઠેલા અન્ય મુસાફરોને પણ નાની મોટી ઇજા પહોંચી હતી.  તમામ ઇજાગ્રસ્તોને તત્કાલ ગરુડેશ્વર સીએસસી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.  જાણવા મળેલ છે કે ડ્રાઇવર-કંડકટર તથા અન્ય એક  મુસાફરને વધુ ઇજા થયેલ  અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.  તસવીર - રિપોર્ટ:જ્યોતિ જગતાપ, રાજપીપળા. B B K NEWS OWNER #manishkansara Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાનામાં દાખલ થતા નર્મદાના કૂલ આજે 4 કેસ પોઝિટિવ નોંધાયા

Image
એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાનામાં દાખલ થતા નર્મદાના કૂલ આજે 4 કેસ પોઝિટિવ નોંધાયા નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલા વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાનામાં દાખલ થતા નર્મદાના કૂલ આજે 4 કેસ પોઝિટિવ નોંધાયા 3 કેવડીયા અને થરી (નાંદોદ )મળી 4 કેસ આવ્યા  આજદિન સુધી પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા 89 થઇ આજદિન સુધી સાજા થયેલા કુલ ૩૩ દરદીઓને રજા અપાતાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસના કુલ 55 દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 32 સેમ્પલો પૈકી આજે 3  સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ અને 29 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યાઃ આજે 33 સેમ્પલ ચકાસણી માટે મોકલાયા  રાજપીપળા: COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. 27 મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ  નર્મદા જિલ્લામાં આજે વધુ 3નવા કેસો પોઝિટિવ નોંધાયા હતા જેમા એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાના દાખલ થતા નર્મદાના કૂલ આજે 4કેસ પોઝિટિવ નોંધાયા છ...

ને.હા.નં .૪૮ પાલેજ પાસે આવેલ તુલસી હોટેલના કંપાઉંડ માથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

Image
ને.હા.નં .૪૮ પાલેજ પાસે આવેલ તુલસી હોટેલના કંપાઉંડ માથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી ભરૂચ/પાલેજ:  ભરૂચ એલસીબી પોલીસે ને.હાઇવે પર પાલેજ નજીક આવેલી તુલસી હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક  કરેલા ટેમ્પોમાંથી રૂપિયા એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. Advertisements     ભરૂચ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે પાલેજ નજીક આવેલી તુલસી હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટાટા એસ જીપમાં તપાસ હાથ ધરી હતી. જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 27 બોક્સ, જેમાં પાઉચ નંગ 1296 જેની કિંમત રૂપિયા 1.29 લાખ, વાનમાંથી મળેલા બે મોબાઈલ કિંમત રૂપિયા 6 હજાર તેમજ ટેમ્પોની કીમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 3.35 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે નિલેષ ભીખા ધામેલિયા તેમજ સાગર ગરૂણજી જયસ્વાલ બન્ને રહે. સુરતની ધરપકડ કરી હતી. એલસીબીએ તેમની વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ પાલેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવતી બંનેને પાલેજ પોલીસના હવાલે કરતાં તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. International Anti Drugs Day  B B K NEWS  OWNER  #manishkansara...

કોરોના વકર્યો / જંબુસરમાં કોરોનાથી વધુ એક મોત, 6 પોઝિટિવ, કુલ આંક 179 પર પહોંચ્યો

Image
કોરોના વકર્યો / જંબુસરમાં કોરોનાથી વધુ એક મોત, 6 પોઝિટિવ, કુલ આંક 179 પર પહોંચ્યો રાજપારડી નજીકના અવિધા ગામે યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગે આસપાસના લોકોનું મેડિકલ સ્ક્રિનિંગ હાથ ધર્યું હતું ભરૂચ:  ભરૂચ જિલ્લા દિન પ્રતિદિન કોરોનાના ચુંગાલમાં ફસાઇ રહ્યો છે. આજે પણ જિલ્લામાં નવા 8 કેસ નોંધાતાં કોરોના પોઝિટિવનો આંકડો 179 પર પહોંચ્યો હતો. જ્યારે આજે જંબુસરના એક શખ્સનું જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર વેળાં મોત નીપજ્યું હતું. જિલ્લામાં હાલમાં સૌથી વધુ જંબુસર તાલુકા અને પાલિકા વિસ્તારને મળી 68 કેેસ નોંધાયાં છે. જ્યારે ભરૂચ પાલિકા-તાલુકા પંથકમાં કુલ 64 કેસ નોંધાયાં છે. જોકે માત્ર એક કેસ સાથે વાગરામાં સૌથી ઓછા કેસ નોંધાયાં છે.  Advertisements   કન્ટેઇનમન્ટ એરિયાના 7,715 ઘરોમાં રહેતાં કુલ 35,071 લોકોની સર્વેલન્સની કામગીરી પુર્ણ કરી છે ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના વધતાં કહેરને ડામવા માટેે વહિવટી તંત્ર એડીચોટીનું જોર લલગાવી રહ્યું છે. જોકે લોકોમાં હજી પણ કોરોના પ્રત્યને બેદરકારી કે જાગૃતતાના અભાવને કારણે શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો જ...