એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાનામાં દાખલ થતા નર્મદાના કૂલ આજે 4 કેસ પોઝિટિવ નોંધાયા

એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાનામાં દાખલ થતા નર્મદાના કૂલ આજે 4 કેસ પોઝિટિવ નોંધાયા

નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલા વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા

એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાનામાં દાખલ થતા નર્મદાના કૂલ આજે 4 કેસ પોઝિટિવ નોંધાયા

3 કેવડીયા અને થરી (નાંદોદ )મળી 4 કેસ આવ્યા

 આજદિન સુધી પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા 89 થઇ આજદિન સુધી સાજા થયેલા કુલ ૩૩ દરદીઓને રજા અપાતાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસના કુલ 55 દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 32 સેમ્પલો પૈકી આજે 3  સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ અને 29 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યાઃ આજે 33 સેમ્પલ ચકાસણી માટે મોકલાયા 

રાજપીપળા: COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. 27 મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ  નર્મદા જિલ્લામાં આજે વધુ 3નવા કેસો પોઝિટિવ નોંધાયા હતા
જેમા એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાના દાખલ થતા નર્મદાના કૂલ આજે 4કેસ પોઝિટિવ નોંધાયા છે
જેમા 1)સોનલબેન જગદિશભાઈ ખાંટ (ઉ .વ .30, એસઆરપી કેમ્પ, કેવડીયા કોલોની )2)સંગીતાવેન સુરેશભાઈ પટેલિયા (ઉ .વ .30, એસઆરપી કેમ્પ, કેવડીયા કોલોની )3)અંજનાબેન સુરેશભાઈ પટેલિયા    ( ઉ .વ .10, એસઆરપી કેમ્પ, કેવડીયા કોલોની )જેમા બે એસઆરપી પરીવાર ની મહિલાઓ અને એક પુત્રીનો સમાવેશ થાય છે તમામને આજે કોવીડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે

પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી કોરોના વાયરસના  નોંધાયેલા કુલ 88 પોઝિટીવ કેસના છે, કુલ ૩૩ દરદીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે અને કુલ 55 દર્દીઓ આજની સ્થિતિએ રાજપીપળાની કોવીડ ૧૯   હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.
  પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ 32 સેમ્પલ પૈકી 29 સેમ્પલના રિપોર્ટ આજે નેગેટીવ આવેલ છે. જ્યારે 3 સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે,

જ્યારે આજે ૩3 સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં  તા.૨૬ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-53736 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 62 દરદીઓ, તાવના 35 દરદીઓ, ડાયેરીયાના 34 દરદીઓ સહિત કુલ -131 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો  આજદિન સુધી 831929 લોકોએ લાભ લીધો હતો અને  હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 333842 લોકોને વિતરણ કરાઇ છે.નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.
તસવીર - રિપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપળા
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.