Posts

Showing posts from April, 2021

નર્મદા જિલ્લામાં કોરોના પુનઃ વકર્યો.

Image
નર્મદા જિલ્લામાં કોરોના પુનઃ વકર્યો 🔸 નર્મદા જિલ્લામાં કોરોના પુનઃ  વકર્યો.  🔸 નર્મદા જિલ્લામાં આજે  વધુ 45 પોઝિટિવ કેસ નોંધાયા   🔸 જિલ્લામાં આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 3170 થઈ                                          🔸 રાજપીપલા કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 47 દરદીઓને આજે રજા અપાઇ   રાજપીપલા: નર્મદામાં કોરોના પુનઃ  વકર્યોછે. રોજ 40થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. પણ કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતાં નર્મદા  જિલ્લામાં આજે  વધુ 45 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા3170 થઈહતી.   COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે  પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે કુલ-45 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR  ટેસ્ટમાં 1753, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1350 અને ટ્રુ નેટ (True n...

નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતાં ગરમાળો પૂરબહારમાં ખીલ્યો

Image
નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતાં ગરમાળો પૂરબહારમાં ખીલ્યો  🔸 નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતાં ગરમાળો પૂરબહારમાં  ખીલ્યો 🔸અન્ય ફૂલો ગરમીમાં કરમાઈ જાય છે જયારે એક માત્ર ગરમાળો જેમ ગરમી પડે તેમ ગરમાળો ખીલે છે. 🔸ગરમાળાના ઝાડ નીચે બેસવાથી કયારેય લૂ વાગતી નથી. 🔸 પીળા ચટટાક ફુલોના લટકતા ગરમાળાના ફૂલોના ઝૂમખાંનુ અનેરુ સૌદર્ય આંખને ઠંડક આપે છે. 🔸 ગરમાળાના ફૂલ વરસાદની આગાહી પણ કરે છે, વૃક્ષ પર ફૂલો વધારે બેસે તો વધારે વરસાદની આગાહી 🔸 ગરમાળાનુ આયુર્વેદમાં વિશેષ ઔષધિનું મહત્વ                   રાજપીપળા: હાલ નર્મદામાં ૪૦ ડીગ્રી તાપમાન ગરમી પડી રહી છે, જેમા વધુ પડતી ગરમીને કારણે ફૂલઝાડ કરમાઈ જાય છે કાંતો સુકાઇ જાય છે, જેમા નજાકત વાળા નાજૂક ફૂલો તો ગરમી સહન કરી શકતા નથી. પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે કમાલ પણ ભર ઉનાળામાં ગરમાળો અને ગુલમહોરના ફૂલો પૂરબહારમાં ખીલી ઉઠતાં હોય છે.   હાલ નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ઠેર ઠેર ખીલી ઉઠયા છે. સામાન્ય રીતે અન્ય ફૂલી ગરમીમાં કરમાઇ જાય છે જ્યારે એક માત્ર ગરમાળો જેમ ગરમી પડે ...

અમદાવાદ કેવડીયા અમદાવાદ જન શતાબ્દી સ્પેશિયલ ટ્રેનનાં મુસાફરોને અભાવને કારણે કોચ ઘટાડવામાં આવ્યા

Image
અમદાવાદ કેવડીયા અમદાવાદ જન શતાબ્દી સ્પેશિયલ ટ્રેનનાં મુસાફરોને અભાવને કારણે કોચ  ઘટાડવામાં આવ્યા  🔸 અમદાવાદ કેવડીયા અમદાવાદ જન શતાબ્દી સ્પેશિયલ ટ્રેનનાં મુસાફરોને અભાવને કારણે કોચ  ઘટાડવામાં આવ્યા  🔸16 કોચને બદલે હવે છ કોચ સાથે ટ્રેન ચાલશે.   રાજપીપળા: હાલ કોરોનાનો વધતા જતા કહેરને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે.ખાસ કરીને ટ્રેનમાં કોરોના સંક્રમણથી બચવા પ્રવાસીઓ પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે.જેને કારણે ટ્રેનો ખાલી દોડી રહી છે. ત્યારે રેલ્વે ટ્રેનમાં કોચ ઘટાડવાની જરૂર પડી છે. જેમાં અમદાવાદ કેવડીયા અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનના મુસાફરોને અભાવને કારણે ઘટાડવામાં આવ્યા છે. હવે 16 કોચના બદલે હવે છ કોચ સાથે ચાલશે.   રેલવે સત્તાવાળાઓએ જણાવ્યા અનુસાર  30 એપ્રિલથી અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ છ કોચ સાથે ચાલશે. પશ્ચિમ રેલ્વે દ્વારા 30 એપ્રિલ 2021 થી ટ્રેન નંબર 09247/09248 અમદાવાદ-કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ અને 09249/09250 અમદાવાદ- કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોના અભાવને કારણે કોચ ઘટાડવામાં આવ્યા છે. 30 એપ્રિલથી આ ટ્રેનોમ...

રાહતના સમાચાર / રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડો, જ્યારે મોતનો આંકડો ચિંતાજનક

Image
રાહતના સમાચાર / રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડો, જ્યારે મોતનો આંકડો ચિંતાજનક   🔸આજે કોરોના વાયરસના 14,120 કેસ નોંધાયા, 174 લોકના મોત થયા રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના રેકોર્ડબ્રેક કેસ અને મોત નોંધાયા બાદ હવે રાજ્યમાં કોરોનાનું સંકટ ઓછુ થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી દરરોજ નોંધાતા કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે દરરોજ સામે આવતા કેસની સંખ્યા વધારે જ છે, પરંતુ તેમાં ઘટાડાની શરુઆત થઇ તે મોટી વાત છે.  આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,120 કેસ નોંધાયા છે. કેસનો આંકડો ભલે ઘટ્યો હોય પરંતુ મોતનો આંકડામાં વધારો થયો છે જે ચિંતાજનક વાત છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. જેની સાથે કોરોના વાયરસના કારણ મૃત્યુ પામનાર લોકોનો આંકડો 6830 થયો છે.   આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. અત્યારે રાજ્યમાં રિકવરી રેટ 74.01 ટાકા છે. મોતની વાત કરીએ તો અમદાવાદમાં 26, જામનગરમાં 25, સુરતમ...

અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલમાં દર્દીઓનાં સગા સબંધીઓ અને ડોક્ટર્સ પાસે કોરોના બેકાબુ પરિસ્થિતિ અંગે જાત માહિતી મેળવી

Image
અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલમાં દર્દીઓનાં સગા સબંધીઓ અને ડોક્ટર્સ પાસે કોરોના બેકાબુ પરિસ્થિતિ અંગે જાત માહિતી મેળવી વડોદરા: વડોદરા સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓના સગાસંબંધીઓ અને  ડૉક્ટર્સ  સાથે બેકાબૂ પરિસ્થિતિ અંગે જાત માહિતી મેળવી.. વડોદરામાં ઓક્સિજનની ખૂબ મોટી  ઘટ છે , હોસ્પિટલમાં બેડ નથી , ઈન્જેકશનની કાળા બજારી થઈ રહી છે, વેન્ટિલેટર નથી.  સરકારના અણઘડ વહીવટને કારણે લોકો મરી રહ્યા છે. B B K NEWS OWNER & EDITOR મનિષ કંસારા #manishkansara #BBKNEWS 📱 63529 18965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

નર્મદા પોલીસ નું ચોંંકાવનારું તારણ ચિંતાનો વિષય

Image
નર્મદા પોલીસ નું ચોંંકાવનારું તારણ ચિંતાનો વિષય 🔸  નર્મદા પોલીસ નું ચોંંકાવનારું તારણ ચિંતાનો વિષય   🔸ગામડાઓની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે  નથી કોઈ ટેસ્ટ કરાવતા કે નથી સરકારી હોસ્પિટલ જઈ સારવાર લેતા!  🔸મેડીકલ ટીમ ટેસ્ટ કરવા માટે જાય તો બીમાર વ્યક્તિ ને ધરમા તાળુ મારી બાકીના બધા સભ્યો ખેતરે જતા રહે છે....!   🔸 મારા ધરે મમ્મી પપ્પા મારા પત્ની સહીત કુટુંબ નાં સભ્યો સંક્રમિત છે  🔸 પોતાની જાત ને બચાવી પોતે જ કોરોના વોરીયર બનો   🔸 ડેડીયાપાડા પોલીસે  લોકોને કરી જાહેર અપીલ બહારગામ જવાનું બિલકુલ બંધ કરી દો. પરિવાર માં લગ્ન હોય તો લગ્ન બંધ રાખો..  🔸હોળી બાદ કોરોના મહામારીએ ખુબ ગંભીર  સ્વરૂપ ધારણ કરેલ છે રાજપીપલા: નર્મદા જિલ્લામાં કોરોના રેટ અને ડેથ રેટ રોકેટ ગતિએ વધી રહ્યો છે ત્યારે તેને રોકવા હવે પોલીસ પણ આગળ આવી છે. પોતાની જાત ને બચાવી પોતે જ કોરોના વોરીયર બનો. ડેડીયાપંથક માં સતત રોજનાં વધતા જતા કેસો સામે ડેડીયાપાડા પીએસઆઇ  એ આર ડામોરે સૌને જાહેર અપીલ કરી છે. પોલીસે ખુદ જાહેર અપીલમાં કેટલીક ચોંકાવનારી હક્કીત જણાવી છે.  ...

જિલ્લા આયોજન અધિકારીશ્રી, અમરેલી ને લાઠી-બાબરા નાં કોંગ્રેસનાં ધારાસભ્ય વીરજી ઠુમરે પત્ર લખીને ભલામણ કરી

Image
  જિલ્લા આયોજન અધિકારીશ્રી, અમરેલી ને  લાઠી-બાબરા નાં કોંગ્રેસનાં ધારાસભ્ય  વીરજી ઠુમરે પત્ર લખીને ભલામણ કરી ફાઇલ તસવીર #BBKNEWS 63529 18965 DT 24APRIL, 2021 વર્ષ : ૨૦૨૧-૨૨ ના ધારાસભ્ય ફંડમાંથી રકમ ફાળવવા બાબતે જિલ્લા આયોજન અધિકારીશ્રી, અમરેલી ને વીરજીભાઈ ઠુમરે પત્ર લખીને ભલામણ કરી વીરજીભાઈ ઠુમર એ પત્રમાં જણાવ્યું છે કે પ્રવર્તમાન કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લેતા મારા મત વિસ્તારનાં લાઠી સિવિલ હોસ્પિટલ, બાબરા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ દામનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર માં વેન્ટીલેટર મશીન અને ઓક્સીજન કોન્સન્ટેટરની ખાસ જરૂરીયાત હોઇ તેથી વેન્ટીલેટર મશીન અને ઓક્સીજન કોન્સટ્રેટર ખરીદવા માટે વર્ષ : ૨૦૨૧-૨૨ નાં ધારાસભ્ય ફંડમાંથી રકમ ફાળવું છું. આ અંગે તાત્કાલિક આગળની જરૂરી કાર્યવાહી થવા મારી ભલામણ સહ વિનંતી છે.  ૧) લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટીલેટર મશીન અને ઓકસીજન 10,00,000 / કોન્સન્ટેટર ખરીદવાનું કામ  ૨) દામનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેન્ટીલેટર મશીન અને ઓકસીજન 10,00,000 / કોન્સન્ટેટર ખરીદવાનું કામ ૩) બાબરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેન્ટીલેટર મશીન અને ઓકસી...

ગુજરાતમાં હવે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ઓક્સિજનનું અલગ રજીસ્ટર બનાવી વિગતો ભરવાની રહેશે

Image
ગુજરાતમાં હવે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ઓક્સિજનનું અલગ રજીસ્ટર બનાવી વિગતો ભરવાની રહેશે #BBKNEWS 63529 18965 ગુજરાતમાં હવે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ઓક્સિજનનું અલગ રજીસ્ટર બનાવી વિગતો ભરવાની રહેશે #BBKNEWS DT-24APRIL, 2021 રાજ્યમાં કોવિડ -૧૯ નાં રોગચાળાને નાથવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં અને રાજ્યમાં કોવિડ -૧૯ નાં કેરોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોરીડ- ૧૯ નાં દર્દીઓ માટે ઓકિસજનની જરૂરિયાતમાં વધારો જોવા મળેલ છે. આ સંજોગોમાં ઓક્સિજનનો ઉપયોગ જરૂરીયાત મુજબ થાય અને તેનો બગાડ નાં થાય તે અત્યંત જરૂરી છે. ૨ાજ્યમાં ઓકિસજન નો બિનજરૂરી વ્યય અટકાવી શકાય તે માટે તકેદારીનાં ભાગ રૂપે એપિડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે તા,૨૩.૦૩.૨૦૨૧ નાં “ગુજરાત એપીડેમીક રેગ્યુલેશન ૨૦૨૦" અંતર્ગત રાજ્યની તમામ સ૨કારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને આપવામાં આવતાં ઓકિસજન માટે અલગથી ૨જીસ્ટર નિભાવવા સૂચના આપવામાં આવે છે, જેમાં દર્દીને આપવામાં આવતાં ઓક્સિજનની વિગતો દૈનિક ધોરણે જે તે સા૨વા૨ ક૨ના૨ દ્વીજીશયન / એને...

નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલ સુરતનાં પરિવારનાં ત્રણ જણા ડૂબ્યા

Image
નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ ગામે  નર્મદા નદીમાં ન્હાવા પડેલ સુરતનાં પરિવારનાં ત્રણ જણા ડૂબ્યા 🔸 નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ ગામે  નર્મદા નદીમાં ન્હાવા પડેલ સુરતનાં પરિવારનાં ત્રણ જણા ડૂબ્યા  🔸 બાપ બેટી સહીત ત્રણ જણાં  ડૂબી જવાથી સર્જાઈ કરુણાંતિકા 🔸 આજે એકાદશી હોવાથી નાની રાવલ મંદિરે દર્શન કરવા આવેલ પરિવાર સાથે સર્જાઈ કરુણાંતિકા  રાજપીપલા: નર્મદાનાં ગરૂડેશ્વર તાલુકાનાં નાની રાવલ ગામે આવેલ નર્મદા નદીમાં સુરતનાં ત્રણ જણા ડૂબી જતાં ત્રણનાં કરુંણ મોત નિપજ્યા છે  જેમાં બાપ બેટી સહીત ત્રણનાં મોત થતા કરુણાંતિકા સર્જાઈ હતી.  પ્રાપ્ત માહિતી અનુસાર આજે એકાદશી હોવાથી દર્શન કરવા માટે સુરતનો પરિવાર રાવલમં આવ્યો હતો. દર્શન પૂંજા કરી ગાડી મૂકીને પરિવારના સદસ્યો ગરમી હોવાથી નહાવાની મજા માણવા નર્મદામાં ન્હાવા પડ્યા હતા. નર્મદામા પાણી ઊંડું હોવાથી ત્રણે જણા આગળ જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ડૂબી જવાથી ત્રણેના કરુંણમોત નિપજ્યા હતા. જેમાં બાપ બેટીના મોત થવાથી કરુણાંતિકા સર્જાઈ હતી.  મરનાર માં  1)અનિલભાઈ કેશવજીભાઇ ...

આવેદન / નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોના સકમણને અટકાવવા સ્વેૈછિક લોકડાઉન હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ કેમ ?!

Image
આવેદન / નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોના સકમણને અટકાવવા સ્વેૈછિક લોકડાઉન હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ કેમ ?! કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોના નાં વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્ટેચ્યુ નાં કલેકટરને આવેદન આપ્યું.  નર્મદા જિલ્લામાં વધતા જતાં કોરોના સક્રમણને અટકાવવા સ્વેૈછિક લોકડાઉન હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ કેમ ? રાજપીપલા: સમગ્ર નર્મદા જિલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને અટકાવવામાં સ્વેછિક લોકડાઉન હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ કેમ છે ?! એવા સવાલો સાથે આજે કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોના નાં વધતાં કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્ટેચ્યુ ના કલેકટરને આવેદન આપ્યું હતું. આજ રોજ કેવડિયા કોલોની તથા કેવડિયા ની આજુ બાજુ ના ગામડાં વિસ્તાર માં અને સમગ્ર નર્મદા જિલ્લા માં વધતા જતા કોરોના સકમણ ને અટકાવવા માટે જ્યારે નર્મદા જિલ્લા માં સ્વેછિક લોકડાઉન કરી દેવાં માં આવ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ચાલુ રાખવામાં આવ્યું છે?એવો સવાલ નર્મદા કોંગ્રેસે ઉઠાવ્યો છે. આ અંગે આજે કેવડિયા ખાતે સ્ટ...

નર્મદા જિલ્લામાં ગરમીની મોસમમાં ઉઘડપગાં ગરીબ જનો માટે ખુલી પગરખાની પરબ

Image
નર્મદા જિલ્લામાં ગરમીની મોસમમાં ઉઘડપગાં ગરીબ જનો માટે ખુલી પગરખાની પરબ નર્મદા જિલ્લામાં ગરમીની મોસમમાં ઉઘડપગાં ગરીબ જનો માટે ખુલી પગરખાની પરબ. માંગરોળના સેવાભાવી મહેન્દ્ર પ્રજાપતિ ગામે ગામે શાળાઓ, આશ્રમશાળાઓમા જઈને બાળકો ને તથા જરૂરિયાત મંદોને હજારો ચંપલોનું વિતરણ. બોરીદ્રા ગામે 300થી વધુ બાળકોને ઉનાળામાં ચંપલોનું વિતરણ. રાજપીપળા: હાલ નર્મદા જિલ્લામાં ગરમીની મોસમ ચાલી રહી છે. એક તરફ આકરો તાપ પડી રહ્યો છે.તો બીજી તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે.નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે.અરે એવા પણ ઘણા પરિવારો છે ગરીબ પરિવારો છે પગમાં ચંપલ નસીબ નથી, જ્યારે નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પ્રજાપતિ કેટલાક વખતથી વગર ખાલી પરબ શરૂ કરી છે. લોકો ગરમીમાં પરબ શરૂ કરે છે. તેમાં મહેન્દ્રકાકાએ પરબ શરૂ કરી છે અને નર્મદા જિલ્લામાં અન્ય વિસ્તારમાં શાળાઓમાં કર્યા વિસ્તારોમાં પાસે ચંપલ નથી પલકે પગાર નથી બાળ પગાર ચાલે છે. મહેન્દ્રકાકાના પગલા છે ગ્રામ્ય વિસ્તારમાં જાય છે વિનામૂલ્યે આપે છે. અત્યાર સુધી હજારો લોકોને ઉનાળામાં પગરખાની પરબના માધ્યમથી મહેન્દ્રકાકા શાળાઓ સ્કૂલોમાં બાળકો...

કુબેર ભંડારી મંદિર વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય

Image
કુબેર ભંડારી મંદિર વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય   કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય.   રાજપીપળા:  કુબેર ભંડારી મંદિર વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં 10,11 અને 12 શનિ, રવિ અને સોમવાર સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ અંગે મંદિરનાં ટ્રસ્ટી રજનીકુમાર પંડ્યાનાં જણાવ્યાં અનુસાર કુબેરભંડારી ખાતે ભક્તો માટે ખાસ વિનંતી છે કે વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં કોરોના નાં નો વધુ ફેલાવો નાં થાય તે માટે કુબેર ટ્રસ્ટી મંડળે સ્વૈચ્છિક રીતે 10/ 4 /21 (શનિવાર )11/4//21 (રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી મંદિર બંધ રાખવામાં આવશે. ત્યારબાદ તા.13/ 4/ 21 મંગળવારથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે એમ જણાવ્યું છે.   રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા. B B K NEWS OWNER & EDITOR મનિષ કંસારા #manishkansara #BBKNEWS 📱 63529 18965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

નર્મદા જિલ્લાનાં વિવિધ વિકાસનાં કામોમાં બહારનાં કોન્ટ્રાક્ટરો કામ કરી જતાં રહે છે, ભૂલ કોણ સુધારશે ? મનસુખ વસાવા.

Image
નર્મદા જિલ્લાનાં વિવિધ વિકાસનાં કામોમાં બહારનાં કોન્ટ્રાક્ટરો કામ કરી જતાં રહે છે,  ભૂલ કોણ સુધારશે? મનસુખ વસાવા.   નર્મદા જિલ્લાનાં વિવિધ વિકાસનાં કામોમાં બહારનાં કોન્ટ્રાક્ટરો કામ કરી જતાં રહે છે,  ભૂલ કોણ સુધારશે ? મનસુખ વસાવા.   બહારનાં કોન્ટ્રાક્ટરો અહીંયાં કોઇને ગાંઠતા ન હોવાનો આક્ષેપ. રાજપીપળા: રાજપીપળામાં ગૃહિણીઓને ઉપયોગી ઘરેલુ ગેસ પ્રોજેક્ટનો પ્રારંભ કરવાનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રાજપીપળા શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે બહારનાં કોન્ટ્રાક્ટરો અહીં કોઇને ગાંઠતા નથી, ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું કે બહારનાં કોન્ટ્રાક્ટરો કામ કરી જતાં રહે છે. ત્યારે નાની મોટી ભૂલો કોણ સુધારશે ?. રાજપીપળામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ સહીત પાલિકાનાં ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં ગૃહિણીઓને ઉપયોગી ઘરેલું ગેસ પ્રોજેક્ટનો પૂજા વિધિ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. Advertisements   કાર્યક્રમમાં રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે બહારનાં કોન...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કઠપુતળીનાં ખેલનું નવું આકર્ષણ, હવે પ્રવાસીઓને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે જોવાં મળશે કઠપુતળીનાં ખેલ.

Image
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કઠપુતળીનાં ખેલનું  નવું આકર્ષણ, હવે પ્રવાસીઓને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે જોવાં મળશે કઠપુતળીનાં ખેલ 🔸  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કઠપુતળીનાં ખેલનું  નવું આકર્ષણ   🔸હવે પ્રવાસીઓને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે જોવાં મળશે કઠપુતળીનાં ખેલ.   🔸કઠપુતળીનાં ખેલથી બાળકોને મનોરંજન સાથે પોષણક્ષમ આહાર વિષે માહિતી મળશે રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  સરકાર  દ્વારા નવા નવા પ્રોજેક્ટ પ્રવાસીઓ  માટે લાવવામાં આવી રહ્યા છે. તેમાં  ખાસ કરીને  બાળકોના  આનંદ પ્રમોદમાટે  વધુ એક મનોરંજક પ્રોજેક્ટ લવાયો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કઠપુતળીનાં ખેલ.   નવું આકર્ષણ ઉમેરાયું છે. હવેથી પ્રવાસીઓને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે કઠપુતળીનાં ખેલ, જોવા  મળશે.જેમાં કઠપુતળીનાં ખેલથી બાળકોને મનોરંજન સાથે પોષણક્ષમ આહાર વિષે માહિતી મળશે અને સાથે  સાથે ભારતની પ્રાચીન કળાની ઓળખ પણ થશે. અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર - પ્રસાર પણ થશે.  Advertisements     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પન...