નર્મદા જિલ્લાનાં વિવિધ વિકાસનાં કામોમાં બહારનાં કોન્ટ્રાક્ટરો કામ કરી જતાં રહે છે, ભૂલ કોણ સુધારશે ? મનસુખ વસાવા.
નર્મદા જિલ્લાનાં વિવિધ વિકાસનાં કામોમાં બહારનાં કોન્ટ્રાક્ટરો કામ કરી જતાં રહે છે,
ભૂલ કોણ સુધારશે? મનસુખ વસાવા.
નર્મદા જિલ્લાનાં વિવિધ વિકાસનાં કામોમાં બહારનાં કોન્ટ્રાક્ટરો કામ કરી જતાં રહે છે,
ભૂલ કોણ સુધારશે ? મનસુખ વસાવા.
બહારનાં કોન્ટ્રાક્ટરો અહીંયાં કોઇને ગાંઠતા ન હોવાનો આક્ષેપ.
રાજપીપળા: રાજપીપળામાં ગૃહિણીઓને ઉપયોગી ઘરેલુ ગેસ પ્રોજેક્ટનો પ્રારંભ કરવાનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રાજપીપળા શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે બહારનાં કોન્ટ્રાક્ટરો અહીં કોઇને ગાંઠતા નથી, ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું કે બહારનાં કોન્ટ્રાક્ટરો કામ કરી જતાં રહે છે. ત્યારે નાની મોટી ભૂલો કોણ સુધારશે ?. રાજપીપળામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ સહીત પાલિકાનાં ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં ગૃહિણીઓને ઉપયોગી ઘરેલું ગેસ પ્રોજેક્ટનો પૂજા વિધિ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે બહારનાં કોન્ટ્રાક્ટરો પર સીધો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટર પાણી નાખવામાં પણ કચાશ રાખી છે. મેં આ બાબતે રાજપીપળા પાલિકા પ્રમુખ,પાલિકા મુખ્ય અધિકારીને રજૂઆત પણ કરી છે. બહારનાં કોન્ટ્રાક્ટરો અહીં કોઇને ગાંઠતા નથી. વિકાસનું કામ ગુણવત્તાયુક્ત થાય છે એ જોવાની જવાબદારી શહેરની જનતાને પણ છે. ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ જ કામો કરવામાં આવે છે. પણ નર્મદા જિલ્લાનાં સક્ષમ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક એજન્સીને જ આ મળવું જોઈએ.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#bbknews
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️














Comments
Post a Comment