ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.
ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.
🔶ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.
ભરૂચ: હિન્દુ કુંભાર સમાજનાં બ્રેઈનડેડ કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા (પ્રજાપતી) નાં પરિવારે તેમના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. નામ: કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. 50 બ્લડગ્રુપ: A+ve વ્યવસાય: નિવૃત્ત જીવન રહેવાસી: ૧૮૦, કુમકુમ બંગ્લોઝ, ઓલપાડ, સાયણ રોડ, તા. ઓલપાડ, જી. સુરત. મૂળ રહેવાસી: ગામ: મઢડા, તા. શિહોર, જી. ભાવનગર. કૌટુંબિક વિગત: પત્ની: કમુબેન કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૫૪ પુત્રો: ૧, પ્રદીપ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૩૩ વ્યવસાય: બોરસદ માં આવેલ બોરવા ગામમાં ઈંટ બનાવવાનું કાર્ય કરે છે. ૨, પંકજ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૩૧ વ્યવસાય: વાંસદા માં આવેલ ખાટા આંબા ગામમાં ઈંટ બનાવવાનું કાર્ય કરે છે. ૩, મનોજ કાંતિભાઈ ધંધુકિયા (પ્રજાપતી) ઉ.વ. ૨૬ વ્યવસાય: ઓલપાડ સાયણ ગામમાં બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલ છે. પુત્રી : શીતલ મુકેશભાઈ ભૂતૈયા (પ્રજાપતી) ઉ.વ. ૩૦
બનાવની વિગત: બુધવાર, ૨૩, જુન નાં રોજ કાંતિભાઈ સાંજે ૭ કલાકે મોટરસાઇકલ પર હાંસોટ ઓલપાડ રોડ પર થી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રાયમા ગામ પાસે એક ભૂંડ એકાએક રસ્તા પર દોડી આવતાં કાંતિભાઈએ બ્રેક મારતાં તેમની મોટરસાઇકલ સ્લીપ થઇ ગઈ હતી અને તેઓ મોટરસાઇકલ પર થી નીચે પડી જતા તેમને માથામાં ગંભીર ઈજા થવાથી બેભાન થઈ ગયા હતા એક અજાણ્યાં જણે તેમને હાંસોટ માં આવેલ સરકારી હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને અંક્લેશ્વરમાં આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી . નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ગુરૂવાર તા.૨૪ જુન નાં રોજ ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.કલ્પેશ કલસરિયા, ઓપ્ટેલમોલોજીસ્ટ ડૉ. અંજના ચૌહાણ, મેડીકલ ઓફીસર ડૉ . સમીરા શેખે કાંતિભાઈને બ્રેનડેડ જાહેર કર્યા. ડૉ.જયપાલસિંહ ગોહિલ અને ડૉ.કલ્પેશ કલસરીયાએ પરિવારજનોને કાંતિભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી અંગદાન માટે જણાવતાં પરિવારજનોએ અંગદાન અંગેની ઈચ્છા વ્યક્ત કરતાં ડૉ.કલસરીયાએ સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કાંતિભાઈ નાં બ્રેઇનડેડ અંગેની અને તેમના પરિવારે અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે તેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કાંતિભાઈના પુત્ર પ્રદીપ, જમાઈ મુકેશ, ભત્રીજા રાહુલને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું ત્યારે કાંતિભાઈના પુત્ર પ્રદીપ, પંકજ, મનોજ, નાના ભાઈ રમેશભાઈ તેમજ પરિવારનાં અન્ય સભ્યોએ જણાવ્યું કે અમારો પરિવાર સામાજીક પ્રવૃત્તિઓથી જોડાયેલો છે. અમારો ભાઈ મનોજ દર છ મહીને રક્તદાન કરે છે. અમારા જમાઈ મુકેશભાઈ પણ દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન થી ચેરીટી ટ્રસ્ટ ચલાવે છે અને ઘણી બધી સામાજીક પ્રવૃત્તિઓ કરે છે. અમારો સમગ્ર પરિવાર હંમેશા સમાજના ઉત્થાન માટે કાર્ય કરે છે ત્યારે આજે જયારે અમારા પિતાશ્રી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે તેમના અંગદાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. પરિવારજનો તરફ થી અંગદાનની સંમતિ આપતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.
SOTTO દ્વારા લિવર અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલને તેમજ કિડની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ને ફાળવવામાં આવી. અમદાવાદની આલીંગ હોસ્પિટલ નાં ડૉ.હિતેશ ચાવડા અને તેમની ટીમે આવી લિવરનું દાન સ્વીકાર્યું . જયારે કિડનીઓનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ના ડૉ. સુરેશ કુમાર અને તેમની ટીમે આવી સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડૉ.હિતેશ ચાવડા અને તેમની ટીમ દ્વારા એક જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવી રહ્યું છે. જ્યારે બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પીટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં કાંતિભાઈ નાં પુત્રો પ્રદીપ, પંકજ, મનોજ, નાના ભાઈ રમેશભાઈ, ભત્રીજા રાહુલ, જમાઈ મુકેશ તેમજ પરિવારના અન્ય સભ્યો, શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી, ન્યૂરોસર્જન ડૉ.જયપાલસિંહ ગોહિલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. કલ્પેશ કલસરિયા, ઓસ્થલમોલોજીસ્ટ ડૉ. અંજના ચૌહાણ, મેડીકલ ઓફીસર ડૉ. સમીરા શેખ, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા નાં પ્રમુખ અમિત ચાવડા અને વિનય વસાવા, ભરૂચ સિવિલ હોસ્પીટલ નાં મેડીકલ ઓફિસર ડૉ. ઇન્દીરાબેન કોન્ટ્રાકટર, ડોનેટ લાઈફના ભરૂચના સભ્ય શ્રી ગૌતમભાઈ મેહતા, સંજયભાઈ તલાટી, ગીરીશભાઈ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૯૦ કિડની, ૧૬૧ લિવર, ૮ પેન્ક્રીઆસ, 33 હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૨ ચક્ષુઓ કુલ ૮૯૬ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૨૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવા માં સફળતા મળી છે.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment