નર્મદા જિલ્લામાં કોરોના પુનઃ વકર્યો.
નર્મદા જિલ્લામાં કોરોના પુનઃ વકર્યો
🔸 નર્મદા જિલ્લામાં કોરોના પુનઃ વકર્યો.
🔸 નર્મદા જિલ્લામાં આજે વધુ 45 પોઝિટિવ કેસ નોંધાયા
🔸 જિલ્લામાં આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 3170 થઈ
🔸 રાજપીપલા કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 47 દરદીઓને આજે રજા અપાઇ
રાજપીપલા: નર્મદામાં કોરોના પુનઃ વકર્યોછે. રોજ 40થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. પણ કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતાં નર્મદા
જિલ્લામાં આજે વધુ 45 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા3170 થઈહતી.
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે કુલ-45 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 1753, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1350 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 67 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 3170 નોંધાવા પામી છે.
રાજપીપલા કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 47 દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1995 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-2911 દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમાં 93 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 50 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 74 અને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે 39 દરદીઓ સહિત કુલ-256 દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં 536 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1068 સહિત કુલ-1604 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-46352 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-35 દરદીઓ, તાવના-33 દરદીઓ, ઝાડાના 32 દરદીઓ સહિત કુલ-100 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1003057 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9047776 લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર - રિપોર્ટ:જ્યોતિ જગતાપ, રાજપીપલા
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment