નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતાં ગરમાળો પૂરબહારમાં ખીલ્યો
🔸નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતાં ગરમાળો પૂરબહારમાં ખીલ્યો
🔸અન્ય ફૂલો ગરમીમાં કરમાઈ જાય છે જયારે એક માત્ર ગરમાળો જેમ ગરમી પડે તેમ ગરમાળો ખીલે છે.
🔸ગરમાળાના ઝાડ નીચે બેસવાથી કયારેય લૂ વાગતી નથી.
🔸 પીળા ચટટાક ફુલોના લટકતા ગરમાળાના ફૂલોના ઝૂમખાંનુ અનેરુ સૌદર્ય આંખને ઠંડક આપે છે.
🔸 ગરમાળાના ફૂલ વરસાદની આગાહી પણ કરે છે, વૃક્ષ પર ફૂલો વધારે બેસે તો વધારે વરસાદની આગાહી
🔸 ગરમાળાનુ આયુર્વેદમાં વિશેષ ઔષધિનું મહત્વ
રાજપીપળા: હાલ નર્મદામાં ૪૦ ડીગ્રી તાપમાન ગરમી પડી રહી છે, જેમા વધુ પડતી ગરમીને કારણે ફૂલઝાડ કરમાઈ જાય છે કાંતો સુકાઇ જાય છે, જેમા નજાકત વાળા નાજૂક ફૂલો તો ગરમી સહન કરી શકતા નથી. પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે કમાલ પણ ભર ઉનાળામાં ગરમાળો અને ગુલમહોરના ફૂલો પૂરબહારમાં ખીલી ઉઠતાં હોય છે.
હાલ નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ઠેર ઠેર ખીલી ઉઠયા છે. સામાન્ય રીતે અન્ય ફૂલી ગરમીમાં કરમાઇ જાય છે જ્યારે એક માત્ર ગરમાળો જેમ ગરમી પડે તેમ ગરમાળો ખીલે છે.
પીળા ચટટાક ફૂલોનાં લટકતા ગરમાળામાં ફૂલોના ઝૂમખાંનુ અનેરુ સૌદર્ય આંખને ઠંડક આપે છે. એપ્રીલ અને મે માસમાં અસહય ગરમીની સીઝનમાં ગરમાળામાં ફૂલો પૂરબહારમાં ખીલી ઉઠે છે. ધોમધખતા તાપમાં વટેમાર્ગુઓરસ્તેથી પસાર થતા હોય ત્યારે પીળા ચટટાક ફૂલોનું અદ્ભુત સૌદર્ય જોઈને નજર ઠરી જાયછે અને બે ઘડી થંભી જવાનું મન થાય છે. મન ભરીને નિહાળવાનું મન થાય એવા આંખોને ઠંડક આપતા ગરમાળો લુ ફૂલ તરીકે જાણીતું છે. એમ કહેવાય છે કે આ ગરમાળાના ઝાડ નીચે બેસવાથી કયારેય લૂ લાગતી નથી.
ગરમાળાનુ વૈજ્ઞાનિક નામ કેસીયા ફીસ્યુલા છે. તે ગરમાળા વિશે ઘણી પ્રચલીત માન્યતા ઓ છે. જેમકે આ ફુલ વરસાદની આગાહી પણ કરે છે એમ કહેવાય છે કે ગરમાળાના વૃક્ષ પર સંપૂર્ણ ફુલો બેસી જાય તે દિવસથી વરસાદના આગમનની શરુઆત થઈ જાય છે, જેટલા વધારે ફૂલ બેસે તેટલો વધારે વરસાદ ની શક્યતા રહે છે. ગરમાળાના વૃક્ષની આજુબાજુ કીડીનો રાફડો પણ જોવા મળે છે, તે વૃક્ષ નીચેની જમીનમાં ૧૦૦ મીટરે જ પાણી આવી શકે છે. જે વૃક્ષ નીચે માત્ર પીળા ફૂલો ઉગ્યા હોય તે જમીન નીચે ઓછા પાણીનો સ્ત્રોત મળે છે, જ્યારે સફેદ અને પીળા રંગનાં ફૂલો હોય તો પાણીનો જથ્થો વધારે હોય છે.
ફૂલોની સાથે સીંગો પણ લટકતી હોય છે. તે પણ આયુર્વેદીક ઔષધિનુ મહત્વ ધરાવે છે. તેમાંથી ચીકણો સ્ત્રાવ ઝરે છે, તેને ગરમાળાનો ગોળ કહે છે. રાત્રે આ ગોળને પાણીમાપલાળી, સવારે તે પાણી પીવાથી કબજીયાત,પેટના રોગોમાં રાહત રહે છે. હાલ નર્મદામાં ગરમાળાનુ પીળા ચટટાક ફૂલોનું સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
તસવીર - રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment