નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલ સુરતનાં પરિવારનાં ત્રણ જણા ડૂબ્યા
🔸નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલ સુરતનાં પરિવારનાં ત્રણ જણા ડૂબ્યા
🔸 બાપ બેટી સહીત ત્રણ જણાં ડૂબી જવાથી સર્જાઈ કરુણાંતિકા
🔸 આજે એકાદશી હોવાથી નાની રાવલ મંદિરે દર્શન કરવા આવેલ પરિવાર સાથે સર્જાઈ કરુણાંતિકા
રાજપીપલા: નર્મદાનાં ગરૂડેશ્વર તાલુકાનાં નાની રાવલ ગામે આવેલ નર્મદા નદીમાં સુરતનાં ત્રણ જણા ડૂબી જતાં ત્રણનાં કરુંણ મોત નિપજ્યા છે જેમાં બાપ બેટી સહીત ત્રણનાં મોત થતા કરુણાંતિકા સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે એકાદશી હોવાથી દર્શન કરવા માટે સુરતનો પરિવાર રાવલમં આવ્યો હતો. દર્શન પૂંજા કરી ગાડી મૂકીને પરિવારના સદસ્યો ગરમી હોવાથી નહાવાની મજા માણવા નર્મદામાં ન્હાવા પડ્યા હતા. નર્મદામા પાણી ઊંડું હોવાથી ત્રણે જણા આગળ જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ડૂબી જવાથી ત્રણેના કરુંણમોત નિપજ્યા હતા. જેમાં બાપ બેટીના મોત થવાથી કરુણાંતિકા સર્જાઈ હતી.
મરનાર માં
1)અનિલભાઈ કેશવજીભાઇ અજુવાડીયા, ઉ વ વર્ષ 44,રહે. હીરાબાગ સુરત
(2) મગનભાઈ ભીખાભાઈ નાગલીયા ઉ. વ ૪૫ રહે, પ્રવાસી કતારગામ સુરત
અને 3) મગનભાઈ ની છોકરીઆરજુ બેન મગનભાઈ નાગલીયા, ઉ. વ. 15,રહે કતારગામ સુરત)
ત્રણેય નાં મોત નિપજતાં ગરુડેશ્વર પીએસઆઈ એ એસ વસાવાએ અકસ્માત મોતનો ગુનો નોંધી લાશ ને કબજે કરી ગરુડેશ્વર ખાતે પીએમ કાર્યવાહી માટે મોકલી આપ્યા હતા.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપલા
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment