કોરોના મહામારી / વાગરાના વસ્તીખંડાલીમાં 1 કેસ પોઝિટિવ નોંધાતા પ્રવેશબંધી
કોરોના મહામારી / વાગરાના વસ્તીખંડાલીમાં 1 કેસ પોઝિટિવ નોંધાતા પ્રવેશબંધી
ભરૂચ / વાગરા: વાગરા તાલુકામાં પણ કોરોનાની કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ ખડે પગે રહી ફરજ બજાવી રહી છે. જેના લઈને વાગરા તાલુકામાં પોઝિટીવ કેસોનું પ્રમાણ ખૂબ જ નજીવું દેખાઇ રહ્યું છે.
Advertisements
વાગરાના વસ્તીખંડાલી ગામે રીક્ષા ચાલકનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેને તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા.વાગરાનો પોલીસ સ્ટાફ, આરોગ્યની ટીમ તેમજ મામલતદારે તાત્કાલિક વસ્તીખંડાલી ગામે પહોંચી સર્વેની કામગીરી કરી હતી.
વસ્તીખંડાલી ગામે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. ગામના પ્રવેશ સ્થળ ઉપર પોલીસ સ્ટાફ તહેનાત કરી મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. વાગરા પોલીસે હવે વેપારીઓ તેમજ દુકાનદારોને શનિવારથી સવારે 7 થી સાંજે 7 દરમિયાન જ દુકાનો ખુલ્લી રાખી શકાશે તેવી સૂચના આપી હતી.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment