કોરોના વકર્યો / જંબુસરમાં કોરોનાથી વધુ એક મોત, 6 પોઝિટિવ, કુલ આંક 179 પર પહોંચ્યો
કોરોના વકર્યો / જંબુસરમાં કોરોનાથી વધુ એક મોત, 6 પોઝિટિવ, કુલ આંક 179 પર પહોંચ્યો
રાજપારડી નજીકના અવિધા ગામે યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગે આસપાસના લોકોનું મેડિકલ સ્ક્રિનિંગ હાથ ધર્યું હતું
ભરૂચ: ભરૂચ જિલ્લા દિન પ્રતિદિન કોરોનાના ચુંગાલમાં ફસાઇ રહ્યો છે. આજે પણ જિલ્લામાં નવા 8 કેસ નોંધાતાં કોરોના પોઝિટિવનો આંકડો 179 પર પહોંચ્યો હતો. જ્યારે આજે જંબુસરના એક શખ્સનું જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર વેળાં મોત નીપજ્યું હતું. જિલ્લામાં હાલમાં સૌથી વધુ જંબુસર તાલુકા અને પાલિકા વિસ્તારને મળી 68 કેેસ નોંધાયાં છે. જ્યારે ભરૂચ પાલિકા-તાલુકા પંથકમાં કુલ 64 કેસ નોંધાયાં છે. જોકે માત્ર એક કેસ સાથે વાગરામાં સૌથી ઓછા કેસ નોંધાયાં છે.
Advertisements
કન્ટેઇનમન્ટ એરિયાના 7,715 ઘરોમાં રહેતાં કુલ 35,071 લોકોની સર્વેલન્સની કામગીરી પુર્ણ કરી છે
ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના વધતાં કહેરને ડામવા માટેે વહિવટી તંત્ર એડીચોટીનું જોર લલગાવી રહ્યું છે. જોકે લોકોમાં હજી પણ કોરોના પ્રત્યને બેદરકારી કે જાગૃતતાના અભાવને કારણે શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે પણ ભરૂચ જિલ્લામાં નવા 8 કેસ નોંધાયાં હતાં. જે પૈકીના 6 કેેસ માત્ર જંબુસરમાં નોંધાયતાં હતાં. જ્યારે ભરૂચના પગુથણ ગામે તેમજ ઝઘડિયાના અવિધા ગામે 1- 1 કેસ નોંધાયો હતો. જેેના પગલે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 179 કેસ નોંધાયાં છે. જેે પૈકીના 79 દર્દીઓ હજી સારવાર લઇ રહ્યાં છે.ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસો આવતાં અત્યાર સુધીમાં કુલ 101 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકીના હાલમાં 64 એરિયા એેક્ટિવ ઝોનમાં આવે છે. જ્યારે અન્ય વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરિયામાંથી મુક્તિ અપાઇ છે હાલમાં જિલ્લામાં આરોગ્ય વિભાગની 120 ટીમો દ્વારા કન્ટેઇનમન્ટ એરિયાના 7,715 ઘરોમાં રહેતાં કુલ 35,071 લોકોની સર્વેલન્સની કામગીરી પુર્ણ કરી છે.
અવિધા ગામના 7 ફળિયાના 187 ઘરને કન્ટેઇન્મેન્ટ - બફર ઝોનમાં સમાવાયાં
રાજપારડી નજીક આવેલાં અવિધા ગામના યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રે 7 ફળિયાના 187 મકાનોને જુદા જુદા ઝોનમાં સમાવ્યા છે. જે પૈકી ત્રણ ફળીયા કન્ટેન્ટમેન્ટ વિસ્તાર અને ચાર ફળીયા બફર ઝોન વિસ્તારમાં સમાવ્યા છે. કુલ 78 મકાનોને કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં અને બીજા 4 ફળિયાના 109 મકાનોને બફર ઝોન હેઠળ લેવાયા છે.
જિલ્લાના દર્દીઓ જિલ્લામાં જ સારવાર કરાવે : કલેક્ટર
કલેક્ટર ડો.એમ. ડી. મોડિયાએ જંબુસર પ્રાંત કચેરી ખાતે કોરોના અંગે સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાને અંકુશમાં લાવવા માટે જરૂર પડ્યે જિલ્લામાં અને તેમાંય જંબુસરમાં કોરોના અંગેનો લેેબોરેટરી ટેસ્ટ કરાવવા જરૂરી છે. ગ્રામ્ય-તાલુકા વિસ્તારના લોકો અન્ય જિલ્લામાં સારવાર કરાવવા જાય તો ત્યાં સંક્રમણની ભિતી વધુ હોઇ શક્ય હોય ત્યાં સુધી ભરૂચમાં જ તેઓએ સારવાર કરવી હિતાવહ છે.
અવિધાના પોઝિટિવ યુવકના પરિવારના 4 સભ્યોે ક્વોટન્ટાઇન
અવિધા ગામે 40 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમો અવિધા ખાતે દોડી આવી યુવકને અંકલેશ્વર હોસ્પિટલ લઇ જવાયો હતો. તેના પરિવારના 4 સભ્યોને અવિધા સરકારી દવાખાનામાં ક્વોરન્ટાઇન કરાયા છે. યુવકને બે દિવસ પહેલા કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા હતાં. યુવક પોસ્ટના બચત ખાતાઓ સંબંધી કામગીરી સાથે જોડાયેલો હોવાથી પોસ્ટના ગ્રાહકોમાં ચિંતા ફેલાઇ છે.
International Anti Drugs Day
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment