ને.હા.નં .૪૮ પાલેજ પાસે આવેલ તુલસી હોટેલના કંપાઉંડ માથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ને.હા.નં .૪૮ પાલેજ પાસે આવેલ તુલસી હોટેલના કંપાઉંડ માથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ભરૂચ/પાલેજ: ભરૂચ એલસીબી પોલીસે ને.હાઇવે પર પાલેજ નજીક આવેલી તુલસી હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક  કરેલા ટેમ્પોમાંથી રૂપિયા એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
Advertisements 
 ભરૂચ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે પાલેજ નજીક આવેલી તુલસી હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટાટા એસ જીપમાં તપાસ હાથ ધરી હતી. જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 27 બોક્સ, જેમાં પાઉચ નંગ 1296 જેની કિંમત રૂપિયા 1.29 લાખ, વાનમાંથી મળેલા બે મોબાઈલ કિંમત રૂપિયા 6 હજાર તેમજ ટેમ્પોની કીમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 3.35 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે નિલેષ ભીખા ધામેલિયા તેમજ સાગર ગરૂણજી જયસ્વાલ બન્ને રહે. સુરતની ધરપકડ કરી હતી. એલસીબીએ તેમની વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ પાલેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવતી બંનેને પાલેજ પોલીસના હવાલે કરતાં તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
International Anti Drugs Day 
B B K NEWS 
OWNER 
#manishkansara 
Manish Kansara 
6352918965 
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments