અબોલ જીવોની અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની અનન્ય સેવા-પ્રવૃત્તિ
અબોલ જીવોની અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની અનન્ય સેવા-પ્રવૃત્તિ
ભરૂચ: ગાયત્રી નગર મકાન નંબર: ૧૦૫૭ નાં રહીશ તૃષારભાઈ જાદવે બપોરનાં સમયે મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની બર્ડ એન્ડ એનિમલ હેલ્પ લાઈન ઉપર ફોન કરી જાણકારી આપી કે તેઓની ગલીમાં એક બિલાડીનું બચ્ચું, કુતરા દ્વારા અથવા તો કોઈ વાહનની અડફેટે આવવાથી ત્રણ પગમાં ઘવાયું છે અને લોહી નીકળે છે, તો તેના બચાવ માટે મદદ માંગવામાં આવતા સંસ્થાપક જયેશ પરીખ જાતે તેઓની સાથે લેડી રેસ્ક્યુર પિન્કીબહેન ચૌહાણને લઈને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા.
થોડા સમયગાળામાં બિલાડીનું બચ્ચું સ્વ બચાવ હેતુ સામે જ આવેલ મુક્તિ નગર બંગલા નંબર: ૮૭૨ નાં કમ્પાઉન્ડમાં એક છોડની ઓથે ભરાઈ બેસી ગઈ હતી ત્યાંથી કાળજીપૂર્વક પિન્કી બહેને બિલાડી બચકાં ભરી ઇજાગ્રસ્ત નાં કરે તે માટે પ્રતિરોધક હાથ મોજાં પહેરી પકડી લીધી અને સંસ્થાએ લઈ આવ્યા બાદ સૌ પ્રથમ પ્રાથમિક સારવાર આપી "કૃષ્ણાશ્રય" આશ્રયસ્થાનમાં આશરો આપવામાં આવ્યો.
રિપોર્ટ: જયેશ પરિખ, ભરૂચ.
B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment