દુર્ઘટના / પુત્રને તરતા આવડતું ન હોઇ પરિવારની નજર સામે ડૂબ્યો
દુર્ઘટના / પુત્રને તરતા આવડતું ન હોઇ પરિવારની નજર સામે ડૂબ્યો
ભરૂચ: કરજણના નારેશ્વર યાત્રાધામ ખાતે ભરૂચથી આવેલ ત્રણ યુવાનો નર્મદા નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ- ફાયરબ્રિગેડે શોધખોળ આદરતાં બે યુવાનોના મૃતદેહ મળ્યા હતા. જ્યારે એક યુવકનો મૃતદેહ મોડી રાતે મળ્યો હતો. હાલમાં નર્મદા નદીમાં પાણી નારેશ્વર ઓવારાનાં પગથિયાં સુધી આવી જતાં ઓવારા પાસે જ યુવાનો ડૂબ્યા હતા. યુવાનો ડૂબતાં પરીવારમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું.
નર્મદા નદીમાં નાહવા ગયેલા ત્રણ યુવાનો ઓવારા પાસે જ ડૂબી ગયા હતા
ભરૂચથી પરીવારના સભ્યો સાથે 12 જેટલા લોકો પ્રાઇવેટ વાહનો લઈને કરજણ તાલુકાના નારેશ્વર આવ્યા હતા. જ્યાં નર્મદા નદીમાં નાહવા ગયેલા ત્રણ યુવાનો ઓવારા પાસે જ ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ફાયરબ્રિગેડ દ્વારા ડૂબેલા ઉત્સવ જીગ્નેશભાઈ મોદી (ઉ.વ 20, રહે. ગણેશ ટાઉનશિપ, લિંક રોડ, ભરૂચ), આદિત્ય નીતિનભાઈ માંડકે (ઉ.વ 22) તેમજ આયુષ્યમાન સીંગ (ઉ.વ 20)ની શોધખોળ કરતાં આયુષ્યમાનસિંગ અને આદિત્ય માંડકેના મૃતદેહ મળ્યા હતા, જ્યારે ઉત્સવ મોદીનો મૃતદેહ મોડી રાતે મળી આવ્યો હતો.
Advertisements
ભરૂચમાં આવેલી ગણેશ ટાઉનશીપ ખાતે રહેતાં જિજ્ઞેશભાઇ મોદી તેમજ તેમનો પરિવાર રવિવાર હોઇ નારેશ્વર ખાતે દેવદર્શને જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેેમના પુત્ર ઉત્સવના બે મિત્રો આયુષ્યમાન સિંગ તેમજ આદિત્ય માંગે પણ તેમની સાથે દેવદર્શન કરવા માટે સાથે જવા જોડાયાં હતાં.
નારેશ્વર ખાતે પહોંચ્યાં બાદ પરિવારે દર્શન કર્યાં બાદ નર્મદા નદીમાં સ્નાન કરવા પડ્યો હતો. ઉત્સવ તેમજ તેના બે મિત્રો આયુષ્યમાન તેમજ આદિત્ય તરતા ન આવડતું હોવા છતાં નદીમાં સ્નાન કરવા ઉતર્યાં હતાં. પરંતુ ત્રણયે મિત્રો નર્મદા નદીમાં ડુબવા લાગ્યાં હતાં. કોઇ તેમને બચાવે તે પહેલાં તેઓ ત્રણેય પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. પુત્ર અને તેના મિત્રોનેે ડુબતાં જોઇ મોદી પરિવારના સભ્યોએ આક્રંદ કરતાં વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. બીજી તરફ કરજણ પોલીસને જાણ થતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં સ્થાનિક તરવૈયાઓ તેમજ લાશ્કરોએ આયષ્યમાન સિંગ તેમજ આદિત્ય મોંગેના મૃતદેહ મળી ગયાં હતાં. રાત્રીના 9 વાગ્યાના અરસામાં ઉત્સવ મોદીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે કરજણ ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે કરજણ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment