નાંદોદ તાલુકાના ગભાણા ગામની સીમમાં આવેલા રૂપિયા 1.22 કરોડની જમીનની ખરીદી કરવા બાનાખત પેટે ફરિયાદી પાર્ટીએ બાનાખત પેટે રૂ.20, 50, 000/- જમીન માલિકોએ પડાવી લેતા પોલીસ ફરિયાદ.
નાંદોદ તાલુકાના ગભાણા ગામની સીમમાં આવેલા રૂપિયા 1.22 કરોડની જમીનની ખરીદી કરવા બાનાખત પેટે ફરિયાદી પાર્ટીએ બાનાખત પેટે રૂ.20, 50, 000/- જમીન માલિકોએ પડાવી લેતા પોલીસ ફરિયાદ.
રાજપીપળા સબ રજીસ્ટ્રારની કચેરી પર બનેલી ઘટના.
અને બીજી પાર્ટી સાથે રૂ.18, 33, 000/- ની ઓછી રકમનો જમીનનો દસ્તાવેજ કરી આપી ફરિયાદી સાથે ઠગાઇ, છેતરપીંડીની ફરિયાદ.
ફરિયાદએ કરેલ રજીસ્ટર બાનાખત રદ કર્યા વખત મફતલાલને કોઈપણ જાતની જાણ કર્યા વગર બીજી પાર્ટી સાથે જમીન માલિકો તથા ગણોતીયાં ભેગા મળી ગુનાહિત કાવતરું કરતાં ચકચાર.
14 ઈસમો સામે પોલીસ ફરિયાદ.
રાજપીપળા: નાંદોદ તાલુકાના ગભાણા ગામની સીમમાં આવેલા રૂપિયા 1.22 કરોડની જમીનની ખરીદી કરવા બાનાખત પેટે ફરિયાદી પાર્ટીએ બાનાખત પેટે રૂ.20, 50, 000/- આપેલા તે રકમ જમીન માલિકોએ પડાવી લીધી અને બાનાખત રદ કર્યા વખત મફતલાલને કોઈપણ જાતની જાણ કર્યા વગર બીજી પાર્ટી સાથે જમીનમાં તથા ગણોતિયા ભેગા મળી ગુનાહિત કાવતરું રચી બીજી પાર્ટી સાથે રૂ.18, 33, 000/- ની ઓછી રકમનો જમીનનો દસ્તાવેજ કરી આપી ફરિયાદી સાથે ઠગાઇ, છેતરપીંડીની પોલીસ ફરિયાદ કેવડીયા પોલીસ મથકમાં નોંધાવા પામી છે. જેમાં રાજપીપળા સબ રજીસ્ટરની કચેરી પર આ કાર્યવાહી થતાં જમીન માલિકો તથા ગણોતિયાઓ મળી કુલ 14 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
જેમાં કેવડીયા પોલીસ મથકમાં ફરિયાદી મફતલાલ ચંદુલાલ ચૌહાણ (રહે, બી 43 નારાયણ એસ્ટેટ ભરૂચ તા.જી.ભરુચ )એ 14 આરોપીઓ દાયમા મંગલભાઈ ભલુભાઈ, દાયમા અમીનાબેન ઈસ્માઈલભાઈ, દાયમા મુસ્તાકભાઈ ઇસ્માઇલભાઇ ત્રણેય ( રહે,ગભાણા), દાયમા જાહેદાબાનું જાકીરભાઇ બેલીમ, દાયમા મુનીરભાઈ ઈસ્માઈલભાઈ બંને (રહે, ભાલોદ તા. ઝગડીયા ભરુચ), ઘોરી ઉંમરખા દિલાવરખાન ( રહે, ફેરકુવા તા. ગરુડેશ્વર), દાયમા શકિનાબેન નસરુભાઈ, ફાતમાબેન રસુલભાઇ દાયમા, સરફરાજભાઇ રસુલભાઇ દાયમા, જાવીદખા રસુલભાઈ દાયમા, સલીમભાઈ રસુલભાઇ દાયમા, ઇમરાનખાન રસુલભાઇ દાયમા,સાહીદખા રસુલભાઈ દાયમા, જસુભાઈ ગોવાળભાઈ તડવી તમામ (રહે,ગભાણા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી મફતલાલે રજીસ્ટર બાનાખત નિભાના ગામની સીમમાં આવેલ જમીન ખાતા નં.118 જે નો જુનો સરવે નંબર 37 અને નવો સરવે નંબર.190 જેનું કુલ ક્ષેત્રફળ 4-93-82 હે.આરે.ચો.મી તથા 0-03-04 હે-આરે- ચો.મી, કુલ 4-96-86 હે.આરે.ચો.મી કુલ 12 એકર અને 82 ચોમી જેટલું ક્ષેત્રફળ વાળી જમીન કિં. રૂ. 1, 22, 00 125 /- નક્કી કરી ખરીદીનો સોદો નક્કી કર્યો હતો. જેના પેટે જમીન માલિકો સાથે બાનાખત પેટે રૂ.20, 50, 000/- આપ્યા હતા. આ બાનાખતની રકમ જમીન માલિકોએ પડાવી લીધી હતી. અને મફતલાલે કરેલ રજીસ્ટર બાનાખત રદ કર્યા વગર મફતલાલને કોઈપણ જાતની જાણ કર્યા વગર બીજી પાર્ટી સાથે તા 6 /10/ 20ના રોજ જમીન માલિકો તથા ઘનોતિયા ભેગા મળી ગુનાહિત કાવતરું રચી રૂ.18, 33, 000/-ની ઓછી રકમના બીજી પાર્ટીને એ જમીનનો દસ્તાવેજ કરી નાખ્યો હતો. આમ ફરિયાદી મફતલાલ સાથે જમીન માલિકો તથા ઘણોતીયા ભેગા મળી ઠગાઈ, છેતરપિંડી તથા કપટ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરતાં તમામ ઇસમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments
Post a Comment