વડાપ્રધાનની સ્ટેચ્યુના પ્રવાસીઓ માટે દિવાળીની અનોખી ભેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી પુનઃ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું.
Ⓜ️વડાપ્રધાનની સ્ટેચ્યુના પ્રવાસીઓ માટે દિવાળીની અનોખી ભેટ.
Ⓜ️આ વખતે દિવાળીના તહેવારો માટે સૌથી મોટું પ્રવાસન સ્થળ બનશે કેવડિયા.
Ⓜ️કુઝ, સી પ્લેન, જંગલ સફારી ગાર્ડન, રિવર રાફટિંગની મોજ માણી શકાશે.
Ⓜ️સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી પુનઃ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું.
Ⓜ️હવે પ્રવાસીઓ સી પ્લેન મારફતે પણ કેવડિયા ફરવા આવશે.
Ⓜ️પ્રથમ દિવસથી જ ૫૦૦થી વધુ એડવાન્સ ટિકિટ બુક થઈ.
રાજપીપળા: કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ જેટલા પ્રોજેક્ટનુ લોકાપર્ણ ક્યા બાદ હવે કેવડિયા પ્રવાસન ધામને વિધિવત રીતે ખુલ્લુ મુકયુ છે. જેના માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યુ છે. પ્રવાસીઓ દિવાળીની રજાઓમા કેવડિયા પ્રવાસન ધામખાતે આવે તેવું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહયુ છે.
હોટેલ અને ટેન્ટ સિટી સંચાલકો પણ પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યા છે.સ્ટેગ્યુ ઓફ યુનિટીના ૩ નવેમ્બરના રોજ પાંચ સ્લોટમાં ૫૦૦ થી વધુ ટિકિટનું બુક થઇ ગઇ ગયુ હતુ. બે સ્લોટ પેક પણ થઈ ગયા છે. હવે પ્રવાસીઓ સી પ્લેન મારફતે પણ કેવડિયા ફરવા આવશે. આમ રોડ ,હવાઇ બંને રીતે પ્રવાસીઓ આવી શકશે. આગામી સમયમાં ટ્રેનની પણ શરુઆત થશે. ત્યારે પણ પ્રવાસીઓની સંખ્યા હજી વધશે.
વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેગ્યુ ઓફ યુનિટી હવે વૈશ્વિક પ્રોજેક્ટ બની ગયો છે. પ્રવાસીઓ માટે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પ્રવાસીઓને દિવાળીની અનોખી ભેટ આપી છે. માર્ચ માસના લોકડાઉન પછી હવે ક્રમશઃ સ્ટેચ્યું ઓફ યુનિટીનાવિવિધ પ્રોજેક્ટ શરુ થયા છે. સરદાર જયંતિએ વડાપ્રધાન મોદીએ ૧૭ પ્રોજેક્ટનુ લોકાપર્ણ કર્યું છે, તેથી હવે આદિવાળીએ પ્રવાસીઓને સ્ટેચ્યુનો પ્રવાસ કરવાની મઝા આવશે. ગત દિવાળીના તહેવારોમાં માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે સરેરાશ પ્રતિદિન ૨૨૪૩૪ પ્રવાસીઓ આવ્યા હતા. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત જ નહી, બલ્કે દેશ વિદેશના પર્યટકો માટે જોવાલાયક સ્થળ બની ગયુ છે. ત્યારે કેવડિયાની આસપાસ ૨૧ થી વધુ અલગ અલગ જોવાલાયક અને માણવા લાયક પ્રોજેક્ટો તૈયાર થઇ રહયા છે.
ગુજરાતની સૌથી મોટું પ્રવાસન સ્થળ બની ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયામા દિવાળી સહિતના તહેવારોમા પરિવાર સાથે ફરવા લાયક ડેસ્ટિનેશન બન્યુ છે. ગત દિવાળીના તહેવારોમાં માત્ર સ્ટેગ્યુ ઓફ યુનિટી જોવા માટે સરેરાશ પ્રતિદિન ૨૨૪૩૪ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે હવે આ પ્રવાસન સ્થળનો વધુ વિકાસ થયો હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ ડબલ થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કેવડિયાના કુલ ૨૧ પ્રોજેક્ટોમાથી ૧૭ પ્રોજેક્ટોનુ લોકાપર્ણ કર્યુ છે. જ્યારે બે પ્રોજેક્ટ કેવડિયા રેલવે લાઈન અને સરદાર સરોવર રિસોર્ટ)નુ કામ બાકી છે. જે આગામી મહિનામાં પૂર્ણ થશે.
સૌથી ઝડપભેર પૂર્ણ કરવામા આવેલ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારીત ચિલ્ડન ન્યુટ્રેશન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેટકસ ગાર્ડનની મુલાકાત પ્રવાસીઓ માટે આનંદ દાયક બની રહેશે.
સ્ટેટ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામા આવેલ જેટી પરથી શ્રેષ્ઠ ભારતભવન પાસેની જેટી સુધીની ૪ મિનિટની રાઇડ જેમાં જેટી અને બોટીંગ એકતાક્રુઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બીજ, ગરુડેશ્વર વિયર ,એકતા નર્સરી, ખલવાણી ઇકો ટુરિઝન, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
એ ઉપરાત ૪ નવા પ્રોજેક્ટ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ,ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, એસઆપી કવાટર્સ તથા કેવડિયાની આજુબાજુ ૫ ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની ૪૦૦ મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાન્યાસ પણ મોદીએ કર્યો છે.
કેવડિયા હવે એક અબજ લાઈટોથી ઝળહળી રહયુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના લગભગ ૨૫ ચો.કિ.મી વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલ ડેકોરેટિવ લાઇટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઇન કરાયેલ ડેકોરેટીવ લાઇટિંગનું આકર્ષણ પણ જામશે.
તસવીર- જયોતિ જગતાપ,રાજપીપળા.
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
















Comments
Post a Comment