રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમાં થયો ફેરફાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમાં થયો ફેરફાર

 

🔷રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમાં થયો ફેરફાર


🔷અમદાવાદ, ગાંધીનગરની અગાઉની મૂલાકાત રદ કરાઇ


🔷 હવે સીધા કેવડીયા પધારશે

રાષ્ટ્રપતિ ૨૫ મીએ માત્ર એક જ દિવસની મૂલાકાત લેશે




રાજપીપળા: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામા આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અગાઉના કાર્યક્રમ મુજબ અમદાવાદ, ગાંધીનગરની મુલાકાત લેવાના હતા તે મૂલાકાત હાલ રદ કરવામા આવી છે અને આ કાર્યક્રમમા ફેરફાર કરી હવે રાષ્ટ્રપતિ ૨૫મીએ સીધા કેવડીયાની માત્ર એક જ દિવસની મૂલાકાત લેશે એમ આધારભૂત સૂત્રો જણાવ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ૨૫-૨૬ નવેમ્બર ના રોજ સ્ટેગ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટિ-૨ ખતે ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રિસૈન્ડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાવાની છે. જેમા જેમા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રીપતિ વેકૈયા નાયડુ સહિત દેશના તમામ રાજ્યોના વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ રાજ્યસભા, લોકસભાના સંબંધીત અધિકારીઓ મળી કુલ ૨૦ જેટલા વીવીઆઇપીની ઉપસ્થિતિમાં કેવડિયા ટેન્ટ સિટિ ખાતે કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે, જેમાં રાષ્ટ્રપતિનો ગુજરાતનો કાર્યક્રમ અગાઉથી થયો હતો તેમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે

 જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૫ મીએ સવારે ૦૯ .૫૦ કલાકે એરફોર્સ વિમાન મારફતે વડદોરા પહોચશે અને ત્યાંથી હેલીકોપ્ટર દ્વારા કેવડીયા પહોંચશે તેઓ સવારે ૧૧.૩૦કલાકે ઉદ્ધાટન કરશે તેમના વિવિધ કાર્યકમો બાદ પ કલાકે કેવડીયા થી વડોદરા અને ૫.૩૦ કલાકે વડોદરા એરપોર્ટ પરથી દીલ્હી જવાના રવાના થશે.

તસવીર – રિપોર્ટ: જયોતિ  જગતાપ,રાજપીપળા.

B B K NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.