ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાનાધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાયુ
🔷ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાનાધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાયુ
🔷૪.૩ રીકટર સ્કેલ તીવ્રતાનો ધરતીકંપ નોંધાયેલ
🔷 ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, તેના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઇપણ પ્રકારની વિપરીત અસર અનુભવાયેલ નથી
રાજપીપળા: આજરોજ ભરૂચ પાસે તારીખ ૦૭-૧૧-૨૦૨૦ ના રોજ બપોરે ૩:૩૯ વાગે ૪.૩ રીકટર સ્કેલ તીવ્રતાનો ધરતીકંપ નોંધાયેલ છે.
ઇન્સ્ટીટ્યુટ ઓફ સીસ્મોલોજીકલ રીસર્ચ ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે આ ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાયેલ છે.
સરદાર સરોવર ડેમની ડીઝાઇન અને બાંધકામ રીકટર સ્કેલ મેગ્નીટ્યુડ અનુસાર ૬.૫ ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૧૨ કી.મી. ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે તે રીતે કરવામાં આવેલ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવેલ છે. આમ સદર ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, તેના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઇપણ પ્રકારની વિપરીત અસર અનુભવાયેલ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતિક સમા આ બન્ને સ્ટ્રકચર્સ સંપૂર્ણપણે સલામત છે.
તસવીર–રિપોર્ટ: જયોતિ જગતાપ,રાજપીપળા
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment