તત્કાલીન CM મોદીએ લોકાર્પણ કરેલ રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દીવાલ ફરી એકવાર ધરાશયી

તત્કાલીન CM મોદીએ લોકાર્પણ કરેલ રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દીવાલ ફરી એકવાર ધરાશયી

🔷 તત્કાલીન CM મોદીએ લોકાર્પણ કરેલ રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દીવાલ ફરી એકવાર ધરાશયી


🔷તક્લાદી કામોની આશંકા


🔷 આ દીવાલ ત્રીજી વાર તૂટી છે અગાઉ બે વાર આ દીવાલ તૂટી પડી હતી.


🔷જિલ્લાની કરોડો રૂપિયાની સરકારી મિલકતના વિવિધ સાધનોની જાળવણીનો મોટો અભાવ 

રાજપીપળા: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ તત્કાલીન CM મોદીએ લાકાર્પણ કરેલા રાજપીપળા ધાબા ગ્રાઉન્ડ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ તૂટી પડી છે.આ દીવાલ ત્રીજી વાર તૂટી છે અગાઉ બે વાર આ દીવાલ તૂટી પડી હતી. જે તક્લાદી કામોનીચાડી ખાય છે. અને તેના નિર્માણમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઇ રહી છે.

રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના PM નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું.એ સંકુલના ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશાયી થતા એમાં પણ મસ મોટા ભ્રષ્ટાચારની આશંકાઓ સેવાઈ રહી છે


ગુજરાત સરકારના તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદી બેન પટેલે 16 મી નવેમ્બર 2006 ના રોજ રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે રમત ગમત સંકુલનું શિલાન્યાસ કર્યું હતું.એના 3 વર્ષ બાદ એટલે કે 14 મી ઓક્ટોબર 2009 ના રોજ ગુજરાતના તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું.


3 વર્ષમાંજ દિવાલ અને શેડ તૂટી પડતા વારંવાર તૂટટી દીવાલ અંગે બાંધકામની ગુણવત્તા અંંગે અનેક તત્કાલીન CM મોદીએ લોકાર્પણ કરેલ રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દીવાલ ફરી એકવાર ધરાશયી ઊભા થયા છે.અગાઉ પણ રમત ગમત સંકુલના બાંધકામમાં ગુણવત્તા જળવાતી ન હોવાની બુમો ઉઠી હતી. જો કે જે તે વખતે સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નહોતી

કમ્પાઉન્ડ વોલ સેડ સાથે સ્ટેડિયમ બનાવેલું છે.

દીવાલ નજીક મોટે ભાગે ઘણા લોકો બેઠેલા જ હોય છે. મોટા મોટા કાર્યક્રમો થાય ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો અહીં બેસતા હોય છે. જો કોઈ મોટા કાર્યક્રમ વખતે કમ્પાઉન્ડ વોલ તૂટી પડી હોત તો મોટી જાનહાની થાત, તો એવા સમયે એનો જવાબદાર કોણ એ પ્રશ્ન પણ હાલ ઉપસ્થિત થાય છે. ત્યારે આ કામોની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલા લેવાની પણ માંગ ઊઠી છે. જિલ્લાની કરોડો રૂપિયાની સરકારી મિલકતના વિવિધ સાધનોની જાળવણીનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે


તસવીર – રિપોર્ટ: જયોતિ  જગતાપ, રાજપીપળા.

B B K NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.