નર્મદા ખીણમાં ભૂકંપની શક્યતા છે, ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં ધરતીકંપના આંચકા ગમે ત્યારે અનુભવી શકાશે

નર્મદા ખીણમાં ભૂકંપની શક્યતા છે,  ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં ધરતીકંપના આંચકા ગમે ત્યારે અનુભવી શકાશે

નર્મદા ખીણમાં ભૂકંપની શક્યતા છે.


ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં ધરતીકંપના આંચકા ગમે ત્યારે અનુભવી શકાશે.


દક્ષિણ ગુજરાત, ભરૂચ, નર્મદાજીલ્લો (નર્મદા ડેમને કારણે), તથાસૌરાષ્ટ્રના વિસ્તારોની જમીનના પેટાળમાં ગમે ત્યારે નાની મોટી ઉથલપાથલ ભવિષ્યમાં થાય તો નવાઈ નહી.

Advertisements

રાજપીપળા: ગઈકાલે ભરૂચ પાસે તારીખ ૦૭-૧૧-૨૦૨૦ ના રોજ બપોરે ૩:૩૯ વાગે ૪.૩ રીકટર સ્કેલ તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો ઇન્સ્ટીટ્યુટ ઓફ સીસ્મોલોજીકલ રીસર્ચ ગાંધીનગરના જણાવ્યા પ્રમાણેઆ ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાયુ હતુ. સરદાર સરોવર ડેમની ડીઝાઇન અને બાંધકામ રીકટર સ્કેલ મેગ્નીટ્યુડ અનુસાર ૬.૫ ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૧૨ કી.મી. ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે તે રીતે કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવેલ છે. આમ સદર ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, તેના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઇપણ પ્રકારની વિપરીત અસર અનુભવાયેલ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતિક સમા આ બન્ને સ્ટ્રકચર્સ સંપૂર્ણપણે સલામત છે. 

  જો કે નર્મદા ડેમ અને સ્ટેચ્યુની પ્રતિમાનું બાંધકામ ભૂકંપ પ્રૂફ છે. એટલે નુકસાન થવાની શક્યતા રહેતી નથી. પણ આ વિસ્તારમાં ભવિષ્યમા ભુકંપો થાય તો નવાઈ નહી.

  આ અંગેજી ઓફીલ્ટી ડૉ. જે.જી.નેગીએ જણાવ્યું હતું કે ૨૮ કિ.મી. પહોળી અને ૧૩૯૨ કિ.મી.લાંબી નર્મદા ખીણ પ્રદેશમાં અમરકંટકથી ગુજરાતમાં ખંભાતના અખાતસુધી વિસ્તરેલી છે. આ લંબાઈમાં નર્મદા મધ્યપ્રદેશમાંથી ૧૧૧૨કિ.મી. સુધી વહે છે. આ હકીક્ત એવો ખુલાસો કરે છે કે તે નર્મદા ખીણમાં ભૂકંપની શક્યતા છે. વળી સાતપુડા ભૂકંપ ૧૪મી માર્ચ ૧૯૩૮ના રોજ મધ્યપ્રદેશમાં ખેરગાંવ આસપાસના ૫ વિસ્તારમાં થયો હતો. જે નર્મદા ખીણ પ્રદેશના બરડપણાનો નિર્દેશ કરે છે.

  વૈજ્ઞાનિકો પાસે છેલ્લા ૩૦૦ વર્ષમાં થયેલા ભૂકંપોની વ્યવસ્થિત માહિતી છે. જેમાંના ૨૮ જેટલા ભૂકંપો ભારે વિનાશક હતા. ધરતીકંપો ગમે ત્યારે  થતા નથી આ માટે કુદરતનું વ્યવસ્થિત આયોજન હોય છે. થયેલા ધરતીકંપોને આધારે વિજ્ઞાનીઓ જે પ્રદેશોમાં ધરતીકંપોની શક્યતા હોય તેના નકશાઓ તૈયાર કરે છે.

   ભૂસ્તશાસ્ત્રીઓનું અનુમાન છે કે ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં ધરતીકંપના આંચકા ગમે ત્યારે અનુભવી શકાશે, એ દૃષ્ટિએ દક્ષિણ ગુજરાત, ભરૂચ, નર્મદા જીલ્લો (નર્મદા ડેમને કારણે), તથા સૌરાષ્ટ્રના વિસ્તારોની જમીનના પેટાળમાં ગમે ત્યારે નાની મોટી ઉથલપાથલ થાય તો નવાઈ નહી.

  વડોદરાના જીઓલોજી ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપકોના મતે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં જમીનના પેટાળમાંથી પસાર હતી મોટી મોટી ત્રણ તીરાડોમાં થતી ઉથલપાથલને કારણે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ભૂગર્ભમાંથી જે ત્રણ લાંબી તીરાડો ગુજરાતના ઘણાખરા પ્રદેશને આવરી લે છે. આમાંની એક તિરાડ નર્મદા નદીની નીચેથી પસાર થાય છે. જેને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં “નર્મદા-સોન લીનીયામેન્ટ” તરીકે ઓળખવામાં આવે છે.

  આ તિરાડ ભરૂચ અને તેની આસપાસના નર્મદા જીલ્લા સુધીના પ્રદેશને આવરી લે છે. બીજી તિરાડ “કેમ્બે ગેલેન”તરીકે ઓળખાયછે. જે ખંભાતના અખાત નીચેથી પસાર થાય છે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અન્ય વિસ્તારને આવરી લેતી ફાંટ છે. જે જેસલમેર સુધી પહોંચે છે જ્યારે ત્રીજી ફાટ મહારાષ્ટ્રના રત્નાગીરી પ્રદેશમાંથી નીકળીને ધરમપુર, સુરત પાસેથી પસાર થઈને દરિયામાં જાય છે. જે  “વેસ્ટ કોસ્ટ લોઈન” તરીકે ઓળખાય છે.

  ગુજરાતના ભૂગર્ભમાંથી પસાર થતી તીરાડોમાં વહેતા ઉર્જાનો પ્રવાહ જે જગ્યાએથી અવરોધાય છે ત્યાંથી તે બહાર નીકળવા પ્રયાસ કરે છે. ત્યાંથી આ ઉથલપાથલ ધરતીકંપના સ્વરૂપે જોવા મળે છે.


તસવીર–રિપોર્ટ: જયોતિ  જગતાપ,રાજપીપળા

B B K NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.