રાજપીપળા નજીક રાજપરા ગામની સીમમાં ઉમરવા જવાના ત્રણ રસ્તા પાસે ત્રણ મોટરસાયકલ ઉપર સવાર સાત અજાણ્યા ઇસમોનો જીવલેણ હુમલો.
Ⓜ️રાજપીપળા નજીક રાજપરા ગામની સીમમાં ઉમરવા જવાના ત્રણ રસ્તા પાસે ત્રણ મોટરસાયકલ ઉપર સવાર સાત અજાણ્યા ઇસમોનો જીવલેણ હુમલો.
Ⓜ️ગળામાંથી સોનાની ચેઈન તોડી લઈ ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી રૂ.17000/- કાઢી લઇ કુલ કિં. રૂ. 30000/-ની સનસનાટી ભરી લૂંટની ફરિયાદથી ચકચાર.
રાજપીપળા: રાજપીપળા નજીક રાજપરા ગામની સીમમાં ઉમરવા જવાના ત્રણ રસ્તા પાસે મોટરસાયકલ ઉપર સવારે સાત અજાણ્યા ઈસમોએ જીવન હુમલો કર્યાની ચકચારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં ફરિયાદીના ગળામાંથી સોનાની ચેઇન તોડી લઈ ફરિયાદીના પેંટના ખિસ્સામાંથી રૂ. 17000 કાઢી લઇ કુલ કિં. રૂ. 30000/-ની સનસનાટી ભરી લૂંટની ફરિયાદ આમલેથા પોલીસે મથકે નોંધાઇ છે. જેમાં ફરિયાદી જીતેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ (રહે,રાજપરા, દરબાર ફળિયા) એ ત્રણ મોટરસાયકલ ઉપર આવેલ અજાણ્યા સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી જીતેન્દ્રભાઈ પોતાના ખેતરેથી પોતાની સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને પોતાના ઘરે જતો હતો, તે વખતે તા. 3/11 /20ના રાજપરા ગામની સીમમાં ઉમરવા જવામાં ત્રણ રસ્તા પાસે રોડ ઉપર ત્રણ મોટરસાયકલ ઉપર આવેલા સાત અજાણ્યા ઈસમોએ જીતેન્દ્રભાઈની મોટર સાયકલ રોકી હતી અને તેમણે ધિક્કામુક્કી મારી હુમલો કર્યો હતો. જેમાં ગળામાં પહેરેલો સોનાની ચેઈન આશરે 15 ગ્રામની કિં. રૂ.13000/- ની તોડી જીતેન્દ્રભાઈ ના પેન્ટના ખિસ્સામાં રાખેલો રોકડા રૂ.17000 કાઢી લઇ કુલ કિં. રૂ. 30000/- ની લૂંટ કરી નાસી જઇ હુમલો કરતા આમલેથા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments
Post a Comment