ગુજરાતે મધ્યપ્રદેશ સરકાર પાસે રૂા.પાંચ કરોડ માંગ્યા , વિજળી મામલે ગુજરાત-મધ્યપ્રદેશ સરકાર આમને સામને
🔷ગુજરાતે મધ્યપ્રદેશ સરકાર પાસે રૂા.પાંચ કરોડ માંગ્યા
🔷વિજળી મામલે ગુજરાત-મધ્યપ્રદેશ સરકાર આમને સામને
🔷મધ્યપ્રદેશે ૯૦૪ કરોડ માંગ્યા
રાજપીપળા: મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર
વચ્ચે સરદાર સરોવર પ્રોજેક્ટના વીજ ઉત્પાદનને લઈને વિવાદની સ્થિતિ સર્જાઇ છે. મધ્યપ્રદેશનો દાવો છે કે,
સરદાર સરોવર ડેમ માટેના કરાર અનુસાર ઉત્પન્ન નથી થઈ.જેના પગલે મ.પ્રદેશને અન્ય રાજ્યો પાસેથી વીજળી ખરીદવી પડે છે. આ માટે ગુજરાત સરકાર પાસેથી ૯૦૪ કરોડ રૂપિયાનો ક્લેમ માંગવામાંઆવ્યો હતો. જો કે ગુજરાત સરકાર દ્વારા તેને ફગાવી દેવાયો છે.
મધ્ય પ્રદેશના દાવાને ફગાવતા ગુજરાત સરકારે કહ્યું કે, મધ્યપ્રદેશના ઈન્દિરા ડેમમાં પાણી રોકવાના કારણે વીજળી ઉત્પન્ન નથી થઈ. આ તથ્યના આધારે ગુજરાત સરકારે વળતો મધ્ય પ્રદેશની સરકાર પર જ ક્લેમ ઠોકયો છે. જે બાદ વિવાદ અટકવાની જગ્યાએ વકરતો હોય તેમ જણાઈ રહ્યું છે.
ગુજરાત સરકારનો દાવો છે કે, મધ્યપ્રદેશમાં પાણી રોકવાના કારણે તેમને ૧૦મિલિયન યુનિટનું નુક્સાન થયું છે. આ માટે સરકારે ૫ કરોડ રૂપિયાનો ક્લેમ માંગ્યો છે. આખરે હવે સમગ્ર મામલે સરદાર સરોવર જળાશય નિયમન સમિતિ સુધી પહોંચ્યો છે. આ મામલે જલ્દી કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
તસવીર – રિપોર્ટ: જયોતિ જગતાપ,રાજપીપળા.
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️





Comments
Post a Comment