સોમનાથ ખાતે નિર્માણાધીન અતિથિગૃહની મુલાકાત લેતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ

સોમનાથ ખાતે નિર્માણાધીન 
અતિથિગૃહની મુલાકાત લેતાં 
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ

🔸રૂા. ૨૧ કરોડનાં ખર્ચે બનનાર અતિથી ગૃહમાં ૪૮ રૂમોની સુવિધા

✍️ નરેન્દ્રભાઈ દવે

        ગીર-સોમનાથ: સોમનાથ ખાતે નવા બનતા અતિથીગૃહનું નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.


  સોમનાથ મંદીર નજીક સમુદ્રતટ પાસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવું અતિથિગૃહ આકાર પામી રહ્યું છે. આજે નાયબ મુખ્યમંત્રીશ્રી  નિતિનભાઈ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. માર્ગ મકાન વિભાગનાં સચિવશ્રી એસ.બી. વસાવા પાસેથી વિગતો મેળવી હતી. આ અતિથિગૃહમાં કુલ ૪૮ રૂમ આકાર પામશે. જેમાં વી.વી.આઇ.પી. સુપર રૂમ-૨, વી.વી.આઇ.પી. રૂમ-૮, વી.આઇ.પી.રૂમ -૮, ડીલક્ષરૂમ-૨૪, ફોર સીટર રૂમ-૪, ડોરમેટ્રી રૂમ-૨ દરેક રૂમ માંથી સમુદ્ર દર્શન થશે.


        ઉપરાંત સી.સી.રોડ, વોટર હાર્વેસસ્ટીંગ, કમ્પાઉન્ડ વોલ, ટ્રીપ્લાન્ટેશન અને ગાર્ડનીંગ, ફાયર ફાઇટરની સુવિધા, પાર્કીંગ, ડાઇનીંગ હોલ કામગીરીનો સમાવેશ થયેલ છે. આર.સી.સી. ફેમ વર્ક જી-૩ ફ્લોર સાથે કુલ ૭૦૭૭.૦૦ ચોરસ મીટર બિલ્ટઅપ એરીયા, બેલા મશીનરી સાથે બહારનું સેન્ડફેસ સેન્ડફેશ પ્લાસ્ટર અને અંદરની બાજુ માલા પ્લાસ્ટર, ગ્રેનાઇટ ફ્રેમ સાથે ફ્લશ ડોર શટર બે લીફ્ટ સાથે ત્રણ સીડી આકાર પામશે.


 નાયબ મુખ્યમંત્રીશ્રી એ જરૂરી સુચનો કર્યા હતાં અને  અધિકારીઓ/પદાધિકારીઓ તેમજ દર્શને આવતાં યાત્રાળુઓને સારી સુવિધા ટુંક સમયમાં પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું.


  સોમનાથ ખાતે મીઠાપુર રોડ ઉપર નિર્માણધીન કડવા પાટીદાર સમાજ ભવનની મુલાકાત લીધી હતી. આવતાં યાત્રાળુઓને સમાજ વાડીનો પણ લાભ મળશે. આ પ્રસંગે ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઈ પરમાર, અગ્રણી બચુભાઈ વાજા, સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રી પી.કે. લહેરી, મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા, માર્ગ અને મકાન વિભાગનાં અગ્ર સચિવશ્રી એન.કે. પટેલ, કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલ, નાયબ કલેકટર શ્રી ભાવનાબા ઝાલા, કાર્યપાલક ઇજનેરશ્રી એસ.આર. ચારણીયા, કાર્યપાલક ઇજનેરશ્રી (વિદ્યુત) શ્રી ડી.ડી. શેખલીયા સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.

#gujaratnivacha


🙏🇮🇳🙏🚩🙏🇮🇳🙏🚩🙏🇮🇳

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.