ભરૂચ જિલ્લાનાં રોજગાર વાંચ્છુંઓ નોંધે
- Get link
- X
- Other Apps
ભરૂચ જિલ્લાનાં રોજગાર વાંચ્છુંઓ નોંધે
અનુબંધમ પોર્ટલ એપ રોજગાર માટે ઘરે બેઠાં નોંધણી કરાવવા ઉપયોગી
ભરૂચઃ શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છું અને નોકરીદાતાઓને ઉપયોગી પોર્ટલ તા.૦૬-૦૮-૨૦૨૧ નાં રોજ “રોજગાર દિવસ” નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા નવું વેબ પોર્ટલ “અનુબંધમ” ઉમેદવારો/નોકરીદાતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.
જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ સેક્ટરવાઈઝ નોકરી શોધી શકશે તથા રોજગારવાંચ્છું ઉમેદવારો ઘરે બેઠાં આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વેબ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે માંગ્યા મુજબની માહિતી તેમજ આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો(જેપીજી) ફાઈલ અપલોડ કરવાની રહેશે. અને આ સંબધિત અનુબંધમ વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માર્ગદર્શન વેબીનાર તા.:-૧૭/૮/૨૦૨૧ના રોજ સમય ૧૨:૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે. જે Google Meet ના માધ્યમથી તેના zcw-nmzt-jxi કોડ થી જોઇન્ટ કરી શકાશે જેથી ભરૂચ જિલ્લાનાં વધુમાં વધુ ઉમેદવારો http://anubandham.gujarat.gov.in વેબસાઈટ/વેબપોર્ટલ પર રોજગારવાંચ્છું ઉમેદવાર/જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરવાં રોજગાર અધિકારી(જનરલ) ભરૂચ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
#gujaratnivacha
📱 63529 18965
- Get link
- X
- Other Apps


Comments
Post a Comment