કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

🔷કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

🔷મોટી સંખ્યામાં લોકોએ રસીકરણનો લાભ લીધો

ભરૂચ/રાજપારડી: હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી દરમિયાન કોરોના સંક્રમણથી લોકોને રક્ષણ પુરું પાડવા રસીકરણ નાં કાર્યક્રમો યોજીને લોકોને કોરોના રસી આપવામાં આવતી હોય છે.

 આજરોજ કરજણ તાલુકાનાં કલ્લા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોરંદાના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છેકે કલ્લા શરીફ જેવા અંતરિયાળ વિસ્તારમાં ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા શૈક્ષણિક ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હાલ ચાલતી કોરોના મહામારી અંતર્ગત  વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ હેતુથી રસીકરણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ગયા સપ્તાહમાં પણ કલ્લા શરીફ ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. 

  આજરોજ આયોજિત રસીકરણ કાર્યક્રમમાં ૧૦૮૫ જેટલા લોકોએ  રસીકરણ નો લાભ લીધો હતો. આયોજીત કાર્યક્રમમાં કરજણના  ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ, પૂર્વ વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિનાં ચેરમેન નીલાબેન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહિદ અલી બાવા સાહેબે રસીકરણ બાબતે લોકોને જાગૃતિ દાખવવા ખાસ અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમને ફૈઝ યંગ સર્કલના યુવાનોએ જહેમત ઉઠાવીને  સફળ બનાવ્યો હતો.

રિપોર્ટ: ગુલામહુશેન ખત્રી, રાજપારડી, જિ.ભરૂચ 

B B K NEWS

OWNER & EDITOR

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

📱 63529 18965

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.