ષડયંત્ર / પાકિસ્તાનના બે અધિકારી જાસૂસી કરતા રંગે હાથે ઝડપાયા, બંનેને તેમના વતન પરત મોકલાશે

ષડયંત્ર / પાકિસ્તાનના બે અધિકારી જાસૂસી કરતા રંગે હાથે ઝડપાયા, બંનેને તેમના વતન પરત મોકલાશે

જાસૂસી કરતા પકડાયેલા આબિદ હુસેન (ડાબે) અને તાહિર ખાનને પાકિસ્તાન રવાના કરવામા આવશે
નવી દિલ્હી: પાકિસ્તાની દૂતાવાસના બે અધિકારીઓને રવિવારે જાસૂસી કરતા રંગે હાથે પકડવામા આવ્યા છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના માધ્યમથી આ જાણકારી આપી છે. બન્ને અધિકારી દૂતાવાસમાં વીઝા આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. ભારત તેમની વિરુદ્ધ ડિપ્લોમેટિક પ્રોટોકોલ અંતર્ગત પર્સોના નોન ગ્રાટા એક્શન લેશે.
Advertisements 
  સામાન્ય રીતે તેનો અર્થ એ થાય છે કે એવી વ્યક્તિ જે રાજકીય મિશન પર છે અને સંબંધિત દેશ (જ્યાં તે તૈનાત છે)માં તેની ગતિવિધિઓ ખોટી હોવાનું સામે આવ્યું છે. ભારત હવે બન્નેને પાકિસ્તાન પરત મોકલશે.
સપા સાંસદના પીએની ધરપકડ થઇ હતી
 ઓક્ટોબર 2016મા સપાના પૂર્વ સાંસદ મુનવ્વર સલીમના પીએ મોહમ્મદ ફરહતની ધરપકડ કરવામા આવી હતી. તેના પર પાકિસ્તાન ઉચ્ચાયોગના ઇશારા પર જાસૂસીનો આરોપ હતો. આ મામલે ઘણા અન્ય લોકોની પણ ધરપકડ કરવામા આવી હતી. ઉચ્ચાયોગનો એક અધિકારી મહેમૂદ અખ્તર આ લોકોને જાસૂસીના બદલામાં પૈસા આપતો હતો. આરોપીઓ પાસે ગુપ્ત દસ્તાવેજો મળ્યા હતા. ભારતે કરડ કાર્યવાહી કરીને અખ્તરને તેના દેશ પરત મોકલી દીધો હતો. આ દરમિયાન જોધપુરમાંથી ISIનો એક એજન્ટ શોએબ પણ પોલીસના કબજામાં આવ્યો હતો.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.