ચોમાસુ આવ્યું કે નહિ / હવે મોસમ વિભાગે કહ્યું- કેરળમાં ચોમાસાનું આગમન થયું નથી; એક જૂનથી શરૂ થશે ચોમાસુ

ચોમાસુ આવ્યું કે નહિ / હવે મોસમ વિભાગે કહ્યું- કેરળમાં ચોમાસાનું આગમન થયું નથી; એક જૂનથી શરૂ થશે ચોમાસુ

નવી દિલ્હી: હવામાન વિભાગે રવિવારે ફરી એક વખત દાવો કર્યો છે કે ચોમાસુ હજી સુધી કેરળમાં પહોંચ્યું નથી. મોસમ વિભાગના ડાયરેક્ટર એમ મોહપાત્રાએ કહ્યું કે અમે સતત તેની પર નજર રાખી રહ્યાં છીએ. અમે અમારા અગાઉના અનુમાનની સાથે છીએ કે મોનસૂન એક જૂન બાદ આવવા માટે સ્થિતિ અનુકુળ છે. આ પહેલા ખાનગી મોસમ એજન્સી સ્કાઈમેટે શનિવારે દાવો કર્યો હતો કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કેરળમાં એન્ટ્રી લીધી છે. કેરળના દક્ષિણ તટીય વિસ્તારો અને લક્ષદ્રીપમાં ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે.
Advertisements 
  મોહપાત્રાએ કહ્યું કે દક્ષિણ પૂર્વ અરબ સાગર અને લક્ષદ્રીપમાં આજે ઓછું દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. અમને આશા છે એક દિવસ પછી તે સાઈકલોનમાં બદલાઈ જશે. તે ઉત્તર તરફ વધશે અને ગુજરાતની નજીક પહોંચશે. અને 3 જૂને મહારાષ્ટ્ર તટ પર પહોંચશે.
 મોસમ વિભાગે શનિવારે કહ્યું હતું કે આ ચોમાસા પહેલાનો વરસાદ છે અને એક કે બે જૂને ચોમાસાનું કેરળમાં આગમન થશે. શનિવારથી તે માલદિવ અને કોમોરિન ક્ષેત્રમાં સક્રિય છે અને સતત દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબ સાગર તરફ વધી રહ્યું છે તથા પરિસ્થિતિઓ મોનસુનને અનુકુળ થઈ છે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.