કોરોના ઈફેકટ / ટ્રમ્પે જૂનમાં થનારી G-7 સમિટને સપ્ટેમ્બર સુધી મુલત્વી રાખી, તેમના વિમાનમાં જ મીડિયાને આ માહિતી આપી

કોરોના ઈફેકટ / ટ્રમ્પે જૂનમાં થનારી G-7 સમિટને સપ્ટેમ્બર સુધી મુલત્વી રાખી, તેમના વિમાનમાં જ મીડિયાને આ માહિતી આપી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં થનારી G-7 સમિટને મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે શનિવારે તેમના અધિકારિક પ્લેન એરફોર્સ વન પર આ સમિટ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપતા આ માહિતી આપી હતી. ટ્રમ્પે કહ્યું મેં આ સમિટને ટાળવાનો નિર્ણય કર્યો છે. મને નથી લાગતું કે G-7 વિશ્વની હાલની સ્થિતિનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે. તે દેશોનું ખૂબ જ જૂનો સમુહ છે.
Advertisements  
ટ્રમ્પે એ પણ કહ્યું કે G-7ની જગ્યાએ મોટી સમિટ બોલાવવામાં આવશે. તેમાં ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પણ આમંત્રિત કરવાની ઈચ્છા છે. તે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પહેલા કે તેના પછી થાય તેવી શકયતા છે.
વીડિયો કોન્ફોરન્સિંગથી થવાની હતી સમિટ
G-7માં અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન, જર્મની, જાપાન અને ઈટલી સામેલ છે. તમામ સભ્ય દેશો એક પછી એક વાર્ષિક બેઠકનું આયોજન કરે છે. આ વખતે અમેરિકાના કેમ્પ ડેવિડમાં G-7 સમિટ થવાની હતી. જોકે કોરોનાને કારણે સભ્ય દેશોના નેતાઓનું વ્યક્તિગત રીતે આવવું મુશ્કેલ હતું. તેના પગલે વીડિયો કોન્ફોરન્સિંગના માધ્યમથી જૂનમાં આ બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પહેલા અમેરિકામાં 2012માં G-12 સમિટ થઈ હતી
છેલ્લે આ સમિટ 2012માં થઈ હતી. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મેરીલેન્ડના કેમ્પ કેવિડમાં સરકારી ઈમારતમાં સમિટ કરાવી હતી. 2004માં પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ બુશે જોર્જિયાના સી આઈલેન્ડ રિઝોર્ટમાં તેનું આયોજન કર્યું હતું. ઓગસ્ટ 2019માં G-7 સમિટ ફ્રાન્સના બિયારિટ્ઝ શહેરમાં થઈ હતી.
B B K NEWS 
#manishkansara 
OWNER / EDITOR 
Manish Kansara 
6352918965 
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️








Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.