રાજપીપળાના પત્રકાર દંપતીએ પોતાની 31મી એનિવર્સરીએ સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી
રાજપીપળાના પત્રકાર દંપતીએ પોતાની 31મી એનિવર્સરીએ સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી
રાજપીપળાના પત્રકાર દંપતીએ પોતાની 31મી એનિવર્સરીએ સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી
રક્તદાતા દંપતીનું રેડક્રોસ સોસાયટીના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા સન્માન પત્ર આપી શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરાયું.
રક્તની જરૂરિયાતમંદો માટે પત્રકાર દંપતી અને અન્ય રક્તદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા.
Advertisements
રાજપીપળા: ૩૦મી મેના રોજ રાજપીપળાના જાણીતા પત્રકાર અને લેખક દીપક જગતાપ અને જ્યોતિ જગતાપ દંપતીએ પોતાની 31 મી એનિવર્સરી સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રક્તદાન કરવાની અપીલ ને સ્વીકારી દરેક લગ્નતિથિએ સજોડે રક્તદાન કરવા નો સંપર્ક સંકલ્પ કરી 30 મી મે ના રોજ રક્તદાન કરવાનું શરૂ કર્યું છે. આજે દીપકભાઈ જ્યોતિબેનની 31 મી એનિવર્સરી એ જાતે બ્લડ બેંક પર પહોંચીને રક્તદાન કર્યું હતું.આ વર્ષે બંને બીજીવાર સાથે રક્તદાન કર્યું હતુંઆ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ચેરમેન એન.બી મહિડા, ગાયત્રી પરિવારના ટ્રસ્ટી ભરતભાઇ વ્યાસ રેડક્રોસ મંત્રી રાણાસાહેબ, ટ્રસ્ટી ડો. કિરણસિંહ જાદવ સહીત ટ્રસ્ટીઓએ બંને પત્રકાર દંપતી દીપક જગતાપ જ્યોતિ રેડક્રોસ સોસાયટી બ્લડબેંક તરફથી બંનેનું શાલ ઓઢાડી સન્માન પત્ર આપી પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું.
આ પ્રસંગે પત્રકાર, લેખક દીપક જગતાપ એ જણાવ્યું હતું કે 2013માં અમારા બંનેનો કાર અકસ્માત થયો હતો. તેમાં ઓપરેશનમાં લોહીની જરૂરિયાત નું મહત્વ સમજાયા પછી કન્યાદાન, નેત્રદાન, દેહદાન જેટલું જ રક્તદાનનું મહત્વ છે. એ સમજ્યા પછી દર વર્ષે નિયમિત રક્તદાન કરવું એ નક્કી કરી માનવતા નો ધર્મ સૌથી મોટો ધર્મ સમજીને દર વર્ષે લગ્નતિથિ (marriage anniversary )એ અમે બંને રક્તદાન કરી લગ્ન તીથી ઉજવવાનું નક્કી કર્યું. વળી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રક્તદાન કરવાની અપીલ પણ ગમી અને દર વર્ષે 30 મી મેના રોજ લગ્ન તિથિ એ અમે બંનેએ રક્તદાન કરવાનું નક્કી કર્યું આજે અમારી 30મી marriage anniversary પણ રક્તદાન કરીને ઉજવવાનો આનંદ છે રક્તદાન ના પ્રેરણા સ્તોત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આ કાર્યક્રમ સમર્પિત કરી અભિનંદન પાઠવી પાઠવીએ છીએ અને પીએમ મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.
દિપકભાઇ જગતાપ અને જ્યોતિબહેન જગતાપ ને તેમની 31 મી Marriage Anniversary નિમિત્તે B B K NEWS પરિવાર શુભેચ્છા પાઠવે છે અને તેઓનું દાંપત્ય જીવન સમૃદ્ધ, દીર્ઘાયુ અને આ રીતે સમાજ માટે સારા પ્રેરણાસ્ત્રોત બની પ્રેરણા આપતાં રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે 🙏🌹🙏!
B B K NEWS
#manishkansara
OWNER / EDITOR
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️








Comments
Post a Comment