ગત રોજ વાગરા વિસ્તારમાં આવેલ સાયખા જી.આઇ.ડી.સી. વાળા સુમસામ રસ્તા ઉપર ભોગ બનનાર ઉપર ફાયર આર્મ્સથી ફાયર કરી મર્ડર કરનાર બે ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનો શોધી પાડતી ભરૂચ જીલ્લા પોલીસ
🔷 ગત રોજ વાગરા વિસ્તારમાં આવેલ સાયખા જી.આઇ.ડી.સી. વાળા સુમસામ રસ્તા ઉપર ભોગ બનનાર ઉપર ફાયર આર્મ્સથી ફાયર કરી મર્ડર કરનાર બે ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનો શોધી પાડતી ભરૂચ જીલ્લા પોલીસ
ભરૂચ: ગત તા.૧૦/૦૬/૨૦૨૧ ના ક.૨૦/૦૦ થી ક.૨૦/૩૦ દરમ્યાન સાયખા જી.આઇ.ડી.સી. વાળા રસ્તે ઇ.સી. મરીન કંપનીની નજીક રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના થાંભલા પાસે કોઈ અજાણ્યા ઇસમે કોઈ અગમ્ય કારણસર ગન વડે છાતીનાં ભાગે બે ગોળી તથા ગરદનના પાછળનાં ભાગે એક ગોળી મારી ખુન કરી મોત નિપજાવી ગુનો કરેલ જેથી આ બનાવ ચકચારી હોય ગુનાની ગંભીરતાને સમજી પોલીસ મહાનીરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરાનાઓની સુચના આધારે તાત્કાલિક-
પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જીલ્લા ભરૂચના ઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ જંબુસર વિભાગ જંબુસર નાઓ તથા ભરૂચ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફ્લો તથા સ્થાનીક પોલીસની ટીમ સાથે તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચી સૌ પ્રથમ પોલીસ અધિક્ષક શ્રી નાઓના સુપરવિઝન હેઠળ ગુનાવાળી જગ્યા બારીકાઈથી વિઝીટ કરવામાં આવેલ, અને વિઝીટ દરમ્યાન જાણવા મળેલ કે મરણ જનાર ઈસમનું નામ અશ્વિનભાઈ ઉર્ફે શંભુ રમેશભાઈ પટેલ ઉ.વ.૩૯ રહે, વિલાયત નાગરવાડ ફળીયું તા.વાગરા જી.ભરૂચનાઓનું જાણવાં મળેલ અને વધુમાં જાણવાં મળેલ કે ઉપરોક્ત મરણજનાર ઈસમ જ્યુબીલેન્ટ કંપનીમાં નોકરી કરે છે. જેથી વાગરા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.ન. ૧૧૧૯૯૦પર૧૦પ૨/૨૧ IPC ક. ૩૦૨, આર્મ્સ એક્ટ ૨૫(૧)(a), ૨૭(3) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરેલ, અને આ ગુનો ડિટેક્ટ કરવા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચનાઓએ ભરૂચ જીલ્લાની એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો તથા સ્થાનિક પોલીસને સુચના કરેલ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે બાતમી મળેલ કે સફેં આલમ મહંમદ સમસુદીન મંસુરી રહે, વાગરા તા.વાગરા જી.ભરૂચવાળો તથા મસીહુલ આલમ સૈફુલ આજમ ભોલામીયા રહેવાસી, ખમીયા ઇનરવા પો.સ્ટ. થાણા ઇનરવા જી.બિહારવાળો ભેગા મળી આ ગુનાને અંજામ આપેલ છે. જેથી તેઓ બન્નેને વાગરા ખાતેથી પકડી વાગરા પોલીસ સ્ટેશન લાવી બંને આરોપીઓની યુક્તિ પ્રયુક્તિ થી ક્રોસ પુછપરછ દરમ્યાન ભાંગી પડેલ અને ગુનો કર્યાની કબુલાત આપેલ. જેથી આરોપીઓને હસ્તગત કરી કોવીડ-૧૯ ટેસ્ટ કરાવ્યા બાદ અટક કરી અને આગળની વધુ તપાસ વાગરા પોલીસ ચલાવી રહેલ છે.
આરોપીના નામ સરનામા :
(૧) સરફે આલમ મોહંમદ સમસુદીન મંસુરી હાલ રહે, પટેલ ખડકી વાગરા તા.વાગરા જી.ભરૂચ મુળ રહેવાસી, બગદી થાણા લોરીયા જી. પશ્ચિમ ચંપારણ બાર
(૨) મસીહુલ આલમ રેફુલ આજમ ભોલામીયા રહેવાશી ખમીયા ઇનરવા પો.સ્ટ. થાણા ઇનરવા જી.બિહાર.
કબજે કરેલ મુદામાલ:-
(૧) ખાલી કેસીસ કુલ નંગ-૦૩ જેની કિંમત રૂ. ૦૦/- ગુનાને અંજામ કેવી રીતે આપ્યો: આ કામનો આરોપી સરફે આલમની મ્યુબીલેન્ટ કંપનીમાં તથા ફોર્મેટા બાયોટેક લી. તથા ધરદા કેમીકલ કંપનીમાં ઇલેક્ટ્રીકલ જોબ વર્કનું કામ ચાલતું હતું. જેમાં જ્યુબીલેંટ કંપનીમાં કામ કરતા મરણજનાર અશ્વિન ઉર્ફે શંભુનાઓ સાથે સને ૨૦૦૯ થી મિત્રતા થયેલ અને ત્યાર બાદ તેઓની સાથે પૈસાની લેવડદેવડનો વ્યવહાર ચાલતો હતો. આ નાણાંકીય લેતી-દેતીના વ્યવહારમાં તેમની વચ્ચે કોઈ કારણસર ખટરાગ થયેલ જેથી આરોપી સરફે આલમે અશ્વિન પટેલનું ખુન કરવા માટે તેના સગા સાળા જેનું નામ મસીહુલ આલમ રહેફુલ આઝમ ભોલેમીયાનાઓને હથીયાર સાથે બિહારથી બોલાવેલ. આ હથિયાર મસીહુલ આલમે પકડાઈ જવાના ડરથી બિહારથી બસમાં ચોખાની બોરીમાં સંતાડી લાવેલ અને સરફે આલમ તથા મસીહુલ આલમે ભેગા મળી ગઈકાલ તા.૧૦/૦૬/૨૦૨૧ના રોજ રાત્રીના ક.૨૦/૦૦ થી ક.૨૦/૩૦ વાગ્યાની આસપાસ જાનથી મારી નાખવાનું પુર્વ આયોજીત કાવતરૂ રચી આ કામના મરણજનારને સાયખા જી.આઇ.ડી.સી.માં આવેલ ભેરસમ ગામ જવાના સુમસામ રસ્તા ઉપર ધંધાકીય મિટીંગ માટે બોલાવી પુર્વ આયોજન મુજબ આ કામના આરોપી સરફે આલમે મરણજનારને વાતોમાં ભેળવી રાખેલ અને આરોપી મસીહુલ આલમે મરણજનારને પાછળથી ગરદન ઉપર ફાયરીંગ કરેલ તથા મરણજનારની છાતી ઉપર બે રાઉન્ડ આમ કુલ ત્રણ રાઉન્ડ ફાયર આર્મ્સથી ફાયર કરી સ્થળ ઉપર મોતને ઘાટ ઉતારી આ બન્ને આરોપીઓ નાસી ગયેલ . હાલમાં આ તપાસમાં બીજા કોઇ સહ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ? અને ગુનાનાં કામે વપરાયેલ હથિયારની તપાસ ચાલુ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:
એલ.સી.બી. ટીમ ભરૂચ, એસ.ઓ.જી. ટીમ ભરૂચ, પેરોલ ફર્લો ટીમ ભરૂચ તથા સ્થાનિક પોલીસની મદદથી.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments
Post a Comment