નેશનલ હાઈવે પરની ધાડના ગુનામાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “સી” ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ
નેશનલ હાઈવે પરની ધાડના ગુનામાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “સી” ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ
ભરૂચ: ગત તા.૦૪/૦૬/૨૦૨૧ ના રોજ 'સી' ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે ૪૮ પર એક વ્યકિતને ઈકો ગાડીમાં પેસેન્જર તરીકે બેસાડીને તેને ચપ્પુ બતાવીને ઢીક્કા પાટુનો માર મારી તેની પાસેથી ચાર હજાર રૂપિયા રોકડા તથા એક મોબાઈલની લુંટ ચલાવવામાં આવી હતી.
જે બાબતે "સી" ડીવીઝન પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૧૧૯૯૦૦૧૨૧૦૮૧૬/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૯૨,૩૯૫,૩૯૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબનો હાઈવે ધાડનો ગુનો દાખલ થતાં પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા સદરહું ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ગુનો ડીટેકટ કરવા તથા આરોપીઓની શોધખોળ કરવા સુચના આપવામાં આવેલ.
જેથી મદદનીશ પો. અધિક્ષકશ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ 'સી' ડીવીઝન પોલીસ ટીમ દ્વારા નેશનલ હાઈવે પર ઝાડેશ્વર ચોકડી ખાતે લગાડેલ રાજ્ય સરકાર નાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ VISWAS (Video integration & State Wide Advance Security) નાં સીસીટીવી કેમેરા તથા ટોલ પ્લાઝા નાં સીસીટીવી નાં કેમેરામાં તપાસ કરતા શંકાસ્પદ ઈકો ગાડી જેનો આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર GJ-19-BA-7348 હોય જેની વધુ તપાસ માટે આ વાહનના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબરને સરકાર શ્રીના ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત મળેલા પોકેટ-કોપ મોબાઈલમાં સર્ચ કરતાં તેમાં મળેલા નામ સરનામાં વાળા ઈસમની સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદાર મારફતે તપાસ કરાવતા સદરહું વાહન માલીક તથા અન્ય પાંચ ઈસમોએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યાનું જાણવા મળેલ દરમ્યાન આજરોજ સર્વેલન્સ સ્ટાફને હકીકત મળેલ કે આ ઈકો ગાડીમા સદરહું આરોપીઓ નેશનલ હાઈવે ઉપર નિકળ્યા છે તેના આધારે ઝાડેશ્વર ચોકડી ઉપર વાહન ચેકીંગ કરતા ઉપરોકત વર્ણન વાળી ઈકો ગાડી સાથે બે ઈસમોને રોકી ધાડમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. હાલ આરોપીઓની પુછપરછ ચાલુ છે અને અન્ય ગુનાઓના ભેદ ઉકેલાવાની શકયતા છે.
પકડાયેલ આરોપીઓના નામ:
(૧) સુફીયાન ઐયુબભાઈ વરાછીયા રહે, કોસંબા તરસાડી સુરત.
(૨) અવધેશ સુર્યમણી દુબે રહે, કોસંબા, ભાઈલાલભાઈની વાડી, તરસાડી, સુરત. મુળ રહે, ઉત્તરપ્રદેશ.
પકડવાના બાકી આરોપીઓના નામ:
(૧) મહેશ સુર્યમણી દુબે રહે, કોસંબા, ભાઈલાલભાઈની વાડી, તરસાડી, સુરત. મુળ રહે, ઉત્તરપ્રદેશ.
(૨) મનોજ ઉર્ફે કલુ રાઠોડ રહે, કોસંબા મેઈન બજાર.
(૩) વસીમ ઉર્ફે અગ્ગુ ઈસ્માનગની મલેક રહે, અપ્સરા એપાર્ટમેન્ટ, મોટા મંદિરની સામે, કોસંબા.
(૪) રાહુલ ઉર્ફે ટમેટો રહે, ખાનજી પટેલની ચાલ, કોસંબા.
આરોપીઓની ગુનો કરવાની રીત:
ઉપરોકત આરોપીઓ રાત્રીનાં સમયે સુરત થી વડોદરા સુધીનાં હાઈવે ઉપર ઈકો ગાડી લઈને નિકળતા અને એકલ-દોકલ ઉભેલા પેસેન્જરને ગાડીમા વચ્ચે બેસાડીને તેને ચપ્પુ બતાવીને ઢિક્કા પાટુનો માર મારીને રોકડ રૂપિયા તથા મોબાઈલની લુંટ કરીને હાઈવે ઉપર નિર્જન સ્થળે ઉતારી દેતા હતા.
પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ અગાઉ દાખલ થયેલા ગુનાઓ:
(૧) સુફીયાન ઐયુબભાઈ વરાછીયા: ( i ) કોસંબા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ! ૨૦૨/૧૫ ઈ.પી.કો કલમ ૩૯૨ વિગેરે . ( i ) કોસંબા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૦/૧૮ ઈ.પી.કો કલમ ૩૦૭ વિગેરે. (ii) કોસંબા પોલીસ સ્ટેશન ગુ.ર.નં 1 ૬૨૪૨૦ ઈ.પી.કો કલમ ૩૦૭ મુજબ.
(૨) અવધેશ સુર્યમણી દુબે: ( i ) કોસંબા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૨૩૨૦ ઈ.પી.કો કલમ ૨૮૩ મુજબ . આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ (૧) એક ઈકો ગાડી જેનો આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નં. GJ-19-BA-7348 વાળો છે તે જેની અંદાજીત કિમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- (૨) એક ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- (૩) રોકડા રૂપિયા ૪૦૦૦/- તથા એક ધારવાળુ ચપ્પુ
કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ
પો.ઈન્સ્પેક્ટર શ્રી ડી.પી. ઉનડકટ, પો.સ.ઈ શ્રી એમ.એચ. વાઢેલ, હે.કો. શૈલેષભાઈ ગોરધનભાઈ તથા હે.કો. વિજયસિંહ ગજુભા તથા હે.કો. સુનીલભાઈ શાંતિલાલ તથા પો.કો. રાજદિપસિંહ વિરમદેવસિંહ તથા પો.કો. હરપાલસિંહ રાજેન્દ્રસિંહ તથા પો.કો વિજયભાઈ છેલાભાઈ તથા પો.કો. મનોજભાઈ ભીમાભાઈ નાઓના ટીમ વર્કથી કામગીરી કરવામા આવેલ છે.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments
Post a Comment