ભરૂચ જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણે ૧ માં બાળકોને RTE એક્ટ હેઠળ પ્રવેશ અપાશે
ભરૂચઃ ભરૂચ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાળકોને આર.ટી.ઈ. એક્ટ હેઠળ વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. ચાલુ વર્ષે નબળા અને વંચિત જુથના બાળકો ઉપરાંત સંતાનમાં માત્ર એક દિકરી હોય તેને અને આંગણવાડીમાં બે વર્ષ અભ્યાસ કર્યો હોય તેને આર.ટી.આઈ. એક્ટ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં પ્રાથમિકતા અપાશે.
રાજયમાં બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જુથના બાળકને ધોરણે-૧ માં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ થનાર છે.
ઓનલાઈન ફોર્મ તા.૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૫/૦૭/૨૦૨૧ સુધી https://rte.orpgujarat.com વેબસાઈટ પર ભરી શકાશે. હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી તાલુકાની શિક્ષણ કચેરી ખાતે રીસીવિંગ સેન્ટર બંધ રાખવામાં આવેલ છે. વાલીશ્રીએ ભરેલ ફોર્મની હાર્ડકોપી ક્યાંય પણ જમા કરાવવાની રહેશે નહિ. વધુમાં આ માટે જિલ્લા કક્ષાએ વાલીઓને મદદ કરવાના હેતુસર હેલ્પલાઈન નંબર - ૦૨૬૪૨-૨૪૪૨૧૦ શરૂ કરવામાં આવેલ છે. જેના પર વાલી પોતાની મુંઝવણ તથા ફોર્મ ભરવા અંગે જાહેર રજા દિવસો સિવાય તથા ઓફિસ સમય દરમ્યાન માર્ગદર્શન મેળવી શકશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારી, જિલ્લા પંચાયત - ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment