નર્મદા જિલ્લા મા તાલુકા પંચાયતો મા વિકાસ ના કામોની ગ્રાન્ટ ફાળવવામા સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને
નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતોમાં વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવામાં સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને
🔶ગરુડેશ્વર તા.પં માં વિકાસના કામો મુદ્દે વિરોધ પક્ષનાં નેતાએ કર્યો આક્ષેપ
🔶ગરુડેશ્વર તાલુકા માં 94 ગામના સામુહિક વિકાસ 15% વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં વિરોધ પક્ષને અન્યાય
🔶ભાજપા શાશીત વિસ્તારોમાં 2021-22ના વર્ષ માટે 15%વિવેકાધીન ગ્રાન્ટરૂ.1,25,28,000ની ફળવણી બાબતે અન્યાય
🔶ગરુડેશ્વર ટીડીઓ ને વિરોધ પક્ષના નેતાનું આવેદન
🔶ગાંધી ચિંધ્યા માર્ગે વિપક્ષની આંદોલનની ચીમકી
🔶પ્રમુખે કહ્યું અમે કોઈ અન્યાય કર્યો નથી
રાજપીપલા: નર્મદા જિલ્લા મા તાલુકા પંચાયતોમા વિકાસ ના કામોની ગ્રાન્ટ ફાળવવામા સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભેદભાવ થઈ રહયાની ફરિયાદ ઉઠી છે જેમાં ગરુડેશ્વર તા.પં. માં વિકાસના કામો મુદ્દે વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવીએ ભાજપા શાસિત વિસ્તારોમાં 2021-22ના વર્ષ માટે 15% વિવેકાધીન ગ્રાન્ટ રૂ.1,25,28,000ની ફળવણી બાબતે વિરોધ પક્ષનાં વિસ્તારોમાં ઓછી ગ્રાન્ટ ફાળવી અન્યાય કરાયો હોવાનો આક્ષેપ કરી ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું છે.
જેમાં જણાવ્યું છે કે ગરુડેશ્વર તાલુકામાં સામુહિક વિકાસ માટે દરેક તાલુકા સદસ્યની માંગણી મુજબ ભાગે પડતી ગ્રાન્ટ ની વહેંચણી થવી જોઈએ તે યાદી જોતા નથી થયેલ નથી. પરંતુ યાદીમાં કેટલાક નામો એવા દેખાય છે કેજેઓ ચૂંટાયેલા સભ્યો કે આયોજન મંડળના સભ્યો ન હોવા છતાં તેમની માગણીઓ સ્વીકારી કામ ની ફાળવણી કરવામાં આવેલ છે. જે અન્યાય કર્તા છે ગરુડેશ્વર તાલુકા માં 94 ગામનો સમાવેશ થાય છે. આ 94 ગામનો સામુહિક વિકાસ થાય તેવી રીતે 15% વિવેકાધીન ગ્રાન્ટ ની રચના થવી જોઈએ. તેની જગ્યાએ ગરુડેશ્વર તાલુકાના પ્રમુખનાં વવિયાલા ગામમાં રૂ 25,15,500/- ના કામોની ફાળવણી કરવામાં આવેલ છે.
જ્યારે વિરોધ પક્ષના સભ્યોની માંગણી અભરાઈએ ચઢાવી તાલુકા પંચાયતના અન્ય વ્યક્તિઓને ગ્રાન્ટ ની વહેચણી કરી અમારા વિસ્તારના ગામોને અન્યાય કરવામાં આવેલ હોવાનું જણાવી તેનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે. તાલુકા પંચાયત ફક્ત ભાજપ શાસિત ગામોનો વિકાસ કરવાની મનોવૃત્તિ ધરાવતા હોય એમ યાદી પરથી જણાઈ આવે છે.
વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી જણાવે છે કે રૂપિયા ૧.૨૫ કરોડનું આયોજન ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલ. ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં કુલ16 સભ્યો છે જેમાં નવ સભ્યો ભાજપના અને સાત સભ્યો કોંગ્રેસના છે. જેમાં પ્રમુખના ગામ વવિયાલા ગામે 25,15,500/- નાં કામો ફાળવી દેવાયા છે. જયારે વિપક્ષનાં ગામોમાં 6ગામોમાંકૂલ મળીને 9,60,000 /-ના કામો ફાળવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજી એટીવિટી અને ગુજરાત પેટર્ન ના આયોજન ના કામો બાકી છે. તેમાંપણ જો વિપક્ષને વિશ્વાસમાં લેવામાં નહીં આવેઅને ન્યાયી ફાળવણી કરવામાં આવશેનહીં તો વિરોધ પક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. એવી ચીમકી પણ આપી છે.
ગરુડેશ્વર તાલુકા પંચાયતના નાવિપક્ષના સાત ગામો કારેલી, લીમખેતર, ઝેર,આમદલા,ગોરા, ફૂલવાડી, અને ભીલ વસી ગામોમાં કૂલ9,60,000/-ના કામો ફાળવી આવ્યા છે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે, તો બીજી બાજુ ગરુડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા વીપીનભાઈ ભીલે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા સભ્યોની ભલામણ ધ્યાનમાં રાખી તમામ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી કામો મંજૂર કર્યા છે. વિપક્ષનું કામ પાયા વિહોણા આક્ષેપ કરવાનું છે. નર્મદા કલેકટર કચેરીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી જેમાં નાંદોદ ધારાસભ્ય દ્વારા ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના આયોજન બાબતે કોઈ વાંધો લેવાયો ન હતો.ગરુડેશ્વર TDO ની હાજરીમાં વિપક્ષે દાદાગીરી કરી કહ્યુ હતુ કે અમારે 60% કામો જોઈશે જ અમને કામો આપવા જ પડશે, અધિકારી સામે આવી વાત કરે એ કેટલે અંશે વ્યાજબી છે? અમે કામની ફાળવણીમાં ધારાસભ્ય, તાલુકા પંચાયતનાં સભ્યો, જિલ્લા પંચાયતનાં સભ્યોની ભલામણથી કામોની ફાળવણી કરી હોવાનું જણાવ્યું છે. ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ની આ લડાઈ આગળ લાંબી ચાલે તો નવાઈ નહીં.
તસવીર રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment