વાલીયા પોલીસ સ્ટેશન નાં ખુનના ગુનાનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ

વાલીયા પોલીસ સ્ટેશન નાં ખુનના ગુનાનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી 
વાલીયા પોલીસ

 

🔶વાલીયા પોલીસ સ્ટેશન નાં ખુનના ગુનાનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ


ભરૂચ: વડોદરા રેંજ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા શ્રી નાઓ તથા અંક્લેશ્વર વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ સાહેબ નાઓ દ્વારા ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અસરકારક અને પરિણામલક્ષી કામગીરીઓ કરવા સુચના અને માર્ગદર્શન હેઠળ.

Advertisement

   વાલીયા પોલીસ સ્ટેશનના FIR NO. 11199050210785/2021 IPC કલમ-૩૦૨ તથા GPAct કલમ ૧૩૫ મુજબનાં ગુનાનાં કામનાં આરોપીને પકડવા નાં હોય જેથી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.કે.ગામીત નાને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી માહીતી મળેલ કે આ કામનો આરોપી મૌઝા ત્રણ રસ્તાની નજીક એક ઝાડ નીચે સુતેલો છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફનાં માણસોને જરૂરી સુચના આપી ટીમો બનાવી ખાનગી વાહનોમાં બેસી બાતમીવાળી જગ્યાએ જઈ ચારે તરફથી કોર્ડન કરી ઝાડ નીચે સુતેલા ઈસમને પકડી પાડી સદર ઈસમનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ ભુપતભાઈ ફતેસીંગ વસાવા ઉ.વ. ૩૬ રહેવાસી-હાથાકુંડી વડ ફળીયું ( મૌઝા ) તા. નેત્રંગ જી. ભરૂચ નાં હોવાનું જણાવતો હોય જેથી ઈ પોકેટ કપમાં એક્યુઝ પર્સન સર્ચ કરતા સદર ઇસમ ઉપરોક્ત ગુના નો જ આરોપી હોય જેથી પો.સ્ટે. લાવી ગુનાનાં કામે હસ્તગત કરવામાં આવેલ છે. 

  ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ. કે. ગામીત તથા અ.હે.કો. જયંતીભાઈ ઝીણાભાઈ અ.હે.કો.મયંકકુમાર દિનેશચંદ્ર, પો.કો. મનિષભાઈ મહેન્દ્રભાઈ, પો.કો. સંજયભાઈ સુખદેવભાઈ પો.કો. અનિલભાઈ રમેશભાઈ, પો.કો.ગુલાબભાઈ મગનભાઈ, પો.કો. કિરીટભાઈ રમેશભાઈ નાઓ દ્રારા સંયુક્ત કામગીરી કરવામાં આવેલ છે.

B B K NEWS

OWNER & EDITOR

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

📱 63529 18965

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.