ભરૂચ જિલ્લામાં નકલી ડોકટરો નો રાફડો, 14 "નકલી ડોકટરો" ને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ
🔶ભરૂચ જિલ્લામાં મેડિકલ ડિગ્રી કે સર્ટીફિકેટ વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેકટીસ કરી અલગ અલગ જગ્યાએ દવાખાના ચલાવતા ૧૪ "નકલી ડોકટરો" ને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ
ભરૂચ: હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના સમયમાં લોકોની નકલી ડોકટરો પાસેની સારવાર તેઓના સ્વાસ્થ્યને જોખમમાં મુકે છે તેમજ કોરોના સંક્રમણ જેવા કિસ્સામાં ક્યારેક મૃત્યુ નીપજાવે છે. વર્તમાન કોરાનાકાળમાં પ્રજાજનોને યોગ્ય અને સાચી સારવાર મળી રહે તેમજ તેઓના સ્વાસ્થ્ય અને જીવનને કોઇ જોખમ ઉભું ન થાય જે બાબતે પોલીસ મહાનિદેશકશ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ દ્વારા મેડિકલ ડિગ્રી કે સર્ટીફિકેટ વગર ગેરકાયદેસર મેડીકલ પ્રેકટીસ કરતા નકલી ડોકટરોને શોધી કાઢવા માટે ડ્રાઈવ રાખવામાં આવેલ.
જે અંગે પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ, વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચના ઓની સુચના અને માર્ગદર્શન આધારે, ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ જીલ્લામાં અલગ અલગ જગ્યાએ દવાખાના ખોલી ગેરકાયદેસર મેડીકલ પ્રેક્ટીસ કરતા નકલી ડોકટરોને ત્યાં અલગ અલગ ટીમો બનાવી રેઇડ કરતા કુલ-૧૪ નકલી ડોકટરો કે જેઓ પાસે કોઇ મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ ન હોવાં છતાં એલોપેથિક દવાઓ, મેડીકલ સાધનો તથા વિવિધ ઇન્જેક્શન નો જથ્થો ઉપયોગ કરવા સારૂ રાખી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું ગંભીર કૃત્ય કરી ગેરકાયદેસર મેડિકલ પ્રેકટીસ કરતા નકલી ડોકટરોને ઝડપી પાડી નીચે જણાવેલ પો.સ્ટે.માં ગુનાઓ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
દાખલ થયેલ ગુનાઓ :
( ૧ ) અંકલેશ્વર શહેર પો.સ્ટે . ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૦૪૨૧૧૩૦ રા ૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેકટીસનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી : -
બીટન બીપુલ પોદ્દાર રહે.બી -૨, મીરાખીકા સોસાયટી, શ્રવણ ચોકડી, તા.જી.ભરૂચ મુળ રહે. અલાયપુર, તા.કલ્લાણી, જી.નદીયા ( પશ્ચિમ બંગાળ )
જપ્ત કરેલ મુદ્દામાલ:-
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૪૭,૮૭૩,૮૩ /-
( ૨ ) અંક્લેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૦૪૨૧૧૩૦૩/૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી-
રૂદ્રરાય નારાયણ રાય રહે.અંબીકાનગર , ગડખોલ પાટીયા ભાડાનાં મકાનમાં તા.અંક્લેશ્વર જી.ભરૂચ.
જપ્ત કરેલ મુદ્દામાલ:-
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૧૪,૨૦૦/-
( ૩ ) અંક્લેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૦૪૨૧૧૩૦૪૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી:-
સર્વેશ્વર રાધાકૃષ્ણ તિવારી રહે.અંબીકાનગર, ગડખોલ પાટીયા ભાડાના મકાનમાં તા.અંક્લેશ્વર જી.ભરૂચ.
જપ્ત કરેલ મુદ્દામાલ:-
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેક્શનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૧૫૩૪/-
( ૪ ) દહેજ પો.સ્ટે. ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૧૬૨૧૦૫૮૯/૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯ , મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી:-
બ્રાતીશ બિપુલ પોદ્દાર રહે. જોલવાગામ, પરમાર ફળીયુ, તા.વાગરા, જી.ભરૂચ મુળ રહે . અલાઇપુર ગામ , તા.કલ્યાણી જી.નદીયા ( પશ્ચીમ બંગાળ )
જપ્ત કરેલ મુદ્દામાલ:-
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૪૧૯૧.૧૬
( ૫ ) દહેજ પો.સ્ટે . ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૧૬૨૧૦૫૯૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી : -
અનિતાબેન વા/ઓ સુમંતા બિધાન બિસ્વા રહે. દહેજ વાડી ફળીયામાં, ભારતસિંહ રણાના મકાનમાં, તા.વાગરા જી.ભરૂચ મુળ રહે. ભુદરીમાધ્યાપરા , ભાદુરી જી.નદીયા ( પશ્ચીમ બંગાળ )
જપ્ત કરેલ મુદ્દામાલ:-
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેક્શનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૧૯૦૬૭.૮
( ૬ ) દહેજ પો.સ્ટે . ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૧૬૨૧૦૫૯૨૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯ , મેડીકલ પ્રેકટીસનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી:-
નમોરંજન સાઓ જતીન્દ્રનાથ બિસ્વાસ રહે. દહેજ વાડી ફળીયામાં ભારતસિંહ રણાના મકાનમાં, તા.વાગરા જી.ભરૂચ મુળ રહે. આશાનગર, પોસ્ટ. આશાનગર થાના. ભીમપુર, તા.ક્રિષ્નાનગર, જી.નદીયા ( પશ્ચીમ બંગાળ )
જપ્ત કરેલ મુદ્દામાલ:-
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૧૨,૮૮૨.૦૪
( ૭ ) દહેજ મરીન પો.સ્ટે . ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૩૫૨૧૦૪૪૨૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯ , મેડીકલ પ્રેકટીસનર એકટ કલમ ૩૦
મુજબ પકડાયેલ આરોપી : -
મધુમંગળ જયદેવ બિસ્વાસ રહે . જાગેશ્વરગામ, તા.વાગરા જી.ભરૂચ મુળ રહે. ગબરપુતાગામ, તા.ક્રિષ્નાનગર, જી.નદીયા ( પશ્ચીમ બંગાળ )
જપ્ત કરેલ મુદામાલ : -
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૫,૫૭૬.૧૨
( ૮ ) દહેજ મરીન પો.સ્ટે . ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૩૫૨૧૦૪૪૩/૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી:-
બિશ્વજીત ત્રિનાથ બિસ્વાસ રહે. પાણીની ટાંકી પાસે, જાગેશ્વરગામ, તા.વાગરા જી.ભરૂચ મુળ રહે. હુધા, તા.ધાંતલા, જી.નદીયા ( પશ્રીમ બંગાળ )
જપ્ત કરેલ મુદ્દામાલ:-
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૩,૯૦૫.૫૭/-
( ૯ ) દહેજ મરીન પો.સ્ટે. ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૩૫૨૧૦૪૪૪૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબ
સુકુમાર સ્વપનકુમ
સુકુમાર સ્વપનકુમાર પાલ રહે . લખીગામ, તા.વાગરા જી.ભરૂચ મુળ રહે. ગોલબાગી ગામ, પોસ્ટ. અંશમાલી, થાના. બાગદા જી. નોર્થ ચોવીસ પરગણા ( પશ્ચીમ બંગાળ )
જપ્ત કરેલ મુદ્દામાલ : -
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૯,૭૮૬.૮૬ )
( ૧૦ ) અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૦૬૨૧૦૭૩ રા ૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેકટીસનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી : -
સ્વપનકુમાર મનોરંજન મલ્લીક રહે. બીઅર ૬, શિવાંજલી સોસાયટી, મીઠા ફેકટરી પાછળ, રાજપીપળા ચોકડી પાસે, જીતાલી, તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. હરીપુર, પોસ્ટ. નૌપાડા, તા.રાના ઘાટ, થાના. ધાનતલા, જી. નદીયા ( પશ્ચીમ બંગાળ )
જપ્ત કરેલ મુદામાલ : -
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૮,૧૬૬.૪૯
( ૧૧ ) અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૦૬૨૧૦૭૩૩/૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેકટીશનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી: -
નીબાસ રાધાકાંત બિસ્વાસ રહે . રામનગર, બાકરોળ, તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. બોગુલાગામ, તા. હાશખલી, જી. નદીયા ( પશ્રીમ બંગાળ )
જપ્ત કરેલ મુદ્દામાલ : -
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૩૧,૩૮૭ /-
( ૧૨ ) અંકલેશ્વર રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૦૬૨૧૦૭૩૪૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેકટીસનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી: -
અનિમેષ અખીલ બિસ્વાસ રહે. ૪૭, રાઠવા નગર, બાકરોળ, તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. બોગુલાગામ, તા. હાશખલી, જી. નદીયા ( પશ્ચીમ બંગાળ )
જપ્ત કરેલ મુદ્દામાલ : -
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૬,૫૬૬.૧૨/-
( ૧૩ ) અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૦૬૨૧૦૭૨૫૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી:-
રાબીન જગદીશ રાય રહે. સકાટા ચોકડી, પાનોલી જી.આઇ.ડી.સી., તા.અંક્લેશ્વર જી.ભરૂચ મુળ રહે. બલીયા દંગા, પોસ્ટ. એરલી, થાણા. ગંગનાપુર, જી. નદીયા ( પશ્ચીમ બંગાળ )
જપ્ત કરેલ મુદ્દામાલ:-
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૧૩,૦૭૪.૯૯ /-
( ૧૪ ) ઉમલ્લા પો.સ્ટે. ગુ.ર.નં. બી ૧૧૧૯૯૦૯૯૨૧૦૫૪૫૨૦૨૧ ઇ.પી.કો ૪૧૯, મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબ
પકડાયેલ આરોપી:-
બીકાસકુમાર કુમોદભાઇ બિસ્વાસ રહે. ઇંદોરગામ, તા.ઝઘડીયા, જી.ભરૂચ મુળ રહે. સદાનંગા, તા.અશોકનગર, જી. નોર્થ ચોવીસ પરગણા ( પશ્ચીમ બંગાળ )
જપ્ત કરેલ મુદ્દામાલ:-
એલોપેથીક દવાઓ, મેડીકલ સાધનો તથા ઇંજેકશનો વિગેરે મળી કુલ કિંમત રૂપીયા ૨૯,૯૯૩ /-
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments
Post a Comment