અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે વધુ ૨૦ KL ની ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરાઈ
🔶અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે વધુ ૨૦ KL ની ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરાઈ
🔶 જિલ્લા કલેક્ટર ડૉ . એમ.ડી.મોડિયાએ🎀 રીબીન ✂️કાપીને ઓક્સિજન જનરેશન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો
ભરૂચઃ અંકલેશ્વર ખાતે આવેલી ઈએસઆઈસી જે કોવિડ દર્દીઓ માટેની હોસ્પિટલ છે એમાં ઓક્સિજનના જનરેશન પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે.
જેમાં ઝઘડિયાની ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા રૂપિયા ૪૮ લાખનું યોગદાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વર એ.આઈ.એના પ્રમુખશ્રી રમેશભાઈ ગાબાણી અને તેમની ટીમના અથાગ પ્રયત્નો થકી અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે ૨૦ KL ની વધુ ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરાઈ છે. જેનો શુભારંભ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ રીબીન કાપીને તથા સ્વીચ પાડીને કરાવ્યો હતો.
આ વેળાએ એ.આઈ.એ.ના પ્રમુખશ્રી રમેશભાઈ ગાબાણી, ડીસીએમ શ્રીરામના કંપનીના શ્રી કમલભાઈ નાયક, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ કંપનીના આ સરાહનીય કાર્યને બિરદાવ્યું હતું અને કોરોનાની મહામારીના આ કપરા સમયમાં દર્દીઓ માટે આ ઉમદા કાર્ય આશિર્વાદરૂપ પુરવાર થશે તેમ જણાવી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ડીસીએમસી શ્રીરામ કંપનીને અભિનંદન પાઠવ્યા હતા.
આ કોવિડ હોસ્પિટલમાં અગાઉ પણ ૧૦ KM ની જનરેશન પ્લાન્ટ કાર્યરત કરવાના અથાગ પ્રયત્નો થયા છે જે સફળ નીવડ્યા છે અને આજે ઝઘડિયાની ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા રૂપિયા ૪૮ લાખના ખર્ચે નવા બે ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં ૧૨૫ લિટર પર મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન થશે. આ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે ઇએસઆઈસી હોસ્પિટલના તબીબો, નોડલ અધિકારીશ્રી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️







Comments
Post a Comment