કડોદરા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ
કડોદરા ગામની સીમ માંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા, તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં દારુ-જુગાર પ્રવૃત્તિ સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ઈન્ચાર્જ વિભાગીય પોલીસ અધીકારી શ્રી એમ.પી.ભોજાણી ભરૂચ વિભાગ, ભરૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એ.સી.ગોહીલ તથા દહેજ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દહેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીમમાં હતા દરમ્યાન અ.પો.કો. રણજીતભાઈ રામજીભાઈ બ.નં.૦૧૦૬૧ તથા અ.પો.કો. તુષારભાઈ મોઘજીભાઈ બ.નં.૦૧૩૩૩ અ.હેડ.કો. પંકેશભાઈ તુલસરામ બ.નં ૧૨૯૭ તથા અ.પો.કો. પિન્ટુભાઈ ગટુરભાઈ બ.નં. ૦૧૧૮૩ નાઓને સયુંકત રીતે મળેલ બાતમી આધારે કડોદરા ગામે ખડકી ફળીયામાં રહેતા પંકજભાઈ ભરતભાઈ ગોહીલ ઉ.વ .૩૩ રહે.કડોદરા ખડકી ફળીયુ તા.વાગરા જી.ભરૂચ નાઓના કબ્જામાંથી કડોદરા ચોકડીથી અગર વાળા રોડ ઉપર કેનાલના કુંડા પાસેથી ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો મળી ૧૮૦ મી.લી. ની બોટલ નંગ-૨૩૮ કિ.રૂ.૨૩,૮૦૦/- તેમજ ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૧૨ ની કિ.રૂ .૪,૮૦૦/- ની મળી કુલ્લે કિ.રૂ .૨૮,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદે રાખી મળી આવી ગુનો કરવા બદલ તેના વિરૂધ્ધમાં પ્રોહી એક્ટ કલમ ૬ પ - એ, ઈ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. હસ્તગત કરેલ
આરોપી :- પંકજભાઈ ભરતભાઈ ગોહીલ ઉ.વ.૩૩ રહે.કડોદરા ખડકી ફળીયુ તા.વાગરા જી.ભરૂચ
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી :
( ૧ ) પો.ઈ. શ્રી એ.સી.ગોહીલ
( ૨ ) એ.એસ.આઈ. રાવજીભાઈ અભેસંગભાઈ
( 3 ) એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ નાગજીબાવા
( ૪ ) અ.હેડ.કોન્સ.પંકેશભાઈ તુલસીરામ
( ૫ ) અ.પો.કો. પિન્ટુભાઈ ગટુરભાઈ
( 5 ) અ.પો.કો. રણજીતભાઈ રામજીભાઈ
( ૭ ) અ.પો.કો. તુષારભાઈ મોઘજીભાઈ દહેજ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳



Comments
Post a Comment