શું માનવતા મરી પરવારી ?! અંગત જીવનની ડાયરી નાં વિચારો
મારા અંગત જીવનની ડાયરી ના વિચારો અંતગર્ત પોસ્ટ :-
શું માનવતા મરી પરવારી ?!
આ કોરોના મહામારીના અતિગંભીર સમયમાંથી પસાર થતા હોવાથી ઘરે રહીને મિત્રો, સ્નેહીજનો સાથે કોલ પર ખબર અંતર પુછવાનું થાય.... એ અંતગર્ત એક મિત્ર જોડે કોલ પર એમનાં માસીના સમાચાર પુછયા તો કે, “ સાહેબ માસીને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવા હતાં પણ એક બે જગ્યાએ એમ્બ્યુલન્સ નું પુછ્યું તો ભાડું ૪૫૦૦૦ રૂપિયા કહ્યું.... પછી પ્રાઈવેટ વાહન માં અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં પણ પહેલા એક લાખ રૂપિયા ડિપોઝિટ પેટે મુકાવ્યા અને પછી માસીને દાખલ કર્યા ને પછી દાક્તર કહે કે પાંચ - નવ લાખ રૂપિયા ની ગણતરી રાખવી.... ” આ સાંભળી મારી આંખો પહોળી થઈ ગઈ ને અંદરથી અવાજ આવ્યો કે શું માનવતા મરી પરવારી ?!
છેલ્લા એક વર્ષથી આખું વિશ્વ આ કોરાના મહામારી થી ત્રાહિમામ પોકારી ઊઠ્યું છે અને એમાંથી બહાર આવવા સતત સંઘર્ષ કરી રહ્યું છે... લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, નોકરી ધંધાનું કોઈ ઠેકાણું નથી, આવક બંધ છે અને ઘરનું કોઈ વ્યક્તિ આ મહામારી ના સમયે કોરાના રોગમાં સપડાય ત્યારે એ પરિવાર ની હાલત બહુ ગંભીર થતી હોય છે..... એ માણસ સ્વજન ને બચાવવા બાપડો, બિચારો બની ને અહીં થી તહીં વ્યાકુળ થઈ વલખાં મારતો હોય છે અને આવાં સમયે સરકારી હોસ્પિટલમાં બેડ ના મળે, બેડ મળે તો ઓક્સિજન ની સુવિધા ના મળે એટલે વ્યક્તિ નાછુટકે પ્રાઈવેટ હોસ્પિટલ તરફ દોટ મૂકે.... ત્યાં આ પ્રાઈવેટ હોસ્પિટલમાં , એમ્બ્યુલન્સ વાળા દર્દી ને શિફ્ટ કરવામાં, દવા ના કાળાંબજારીઓ સહેજ પણ દયાભાવ વગર માનવતા ને નેવે મૂકી ને માત્ર રૂપિયા કમાવવાના હેતુથી મનફાવે એવા ચાર્જ ના નામે મજબુર માણસ પાસેથી રૂપિયા પડાવે એ કેટલું યોગ્ય ???? મીડિયા રિપોર્ટ પ્રમાણે 400 રૂપિયા નો ઓક્સિજન વાલ્વના 3000 થી 4000 રૂપિયા વસૂલે.... આ બધું સરકારી તંત્ર ના ધ્યાનમાં આવતું હોવા છતાં ગંભીર મોન ધારણ કરી દે એ પણ કેટલું યોગ્ય ??? શું સરકાર નો કોઈ કંટ્રોલ નહીં હોય આવા લોકો પર ??? શાનો જીવ માનતો હશે આવા લોકો નો.... ઉંઘ કેમ ની આવતી હશે... સાહેબ અહીં આપણે ખુદ કેટલું જીવવાના છો એ પણ નથી ખબર અને આ રીતે માનવતા નેવે મૂકી કોઈ ની મજબુરી નો લાભ ઉઠાવી ને ક્યાં મુકશો બધું ????? નિઃસહાય વ્યક્તિ ની આંતરડી શું બોલતી હશે આ સમયે.... કહેવાય છે કે કરેલાં કર્મ નું ફળ અહીં જ ભોગવવાનું છે તો એનો તો થોડોક ડર રાખો...આ કર્મ ની વાત પરથી.
“ ખુબ પડાવ્યા રૂપિયા મજબુર પાસેથી,
ના થયું નસીબ અંતે છાંટો પાણી પાવા વાળું....”
આ વાત અનુસાર આટલું ખોટું કરશો તો કોઈ એકાદ દુઃખી, હારેલા વ્યક્તિ ની હાય લાગી ગઈ તો અંતિમ સમયે ખભો આપવા વાળું કે એક ગ્લાસ પાણી પીવડાવવા વાળું પણ નહીં મળે..... એટલે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે આ સિસ્ટમ ને, સરકારી તંત્ર ને કે માનવતા નેવે ના મુકો.... મજબુર માણસ ની હાય ના લો... સેવાનો ભાવ રાખો... શક્ય એટલી નિઃસ્વાર્થ ભાવે લોકો ની મદદ કરી લોકોના જીવ બચાવો.... કારણ કે એક જિંદગી થી વધુ રૂપિયા નથી જ..... રૂપિયા હશે પણ એ રૂપિયા માણવા લાયક તમે જ નહીં હોવ તો શું કરશો આવા રૂપિયા કમાઈ ને ????? એટલે દયાભાવ રાખો, માનવતા દાખવો.... મારો રામ રાજી રહેશે...
ગૌતમ દવે
(કર્મનિષ્ઠ લેખક અને શિક્ષક)
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment