વાલીયા પોલીસ સ્ટેશન નાં ખુનના ગુનાનાં આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ

વાલીયા પોલીસ સ્ટેશન નાં ખુનના ગુનાનાં આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ  

 વાલીયા પોલીસ સ્ટેશન નાં ખુનના ગુનાનાં આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ  

ભરૂચ: વડોદરા રેંજ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શ્રી નાઓ તથા અંક્લેશ્વર વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ સાહેબ નાઓ દ્વારા ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અસરકારક અને પરિણામલક્ષી કામગીરીઓ કરવા સુચના અને માર્ગદર્શન હેઠળ વાલીયા પોલીસ સ્ટેશનના FIR No.- 11199050210754/2021 IPC કલમ- ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૧૨૦ ( બી ), ૩૪ તથા GPAct કલમ-૧૩૫ મુજબનાં ગુનાનાં કામનાં આરોપીઓને પકડવાના હોય જેથી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.કે.ગામીત નાને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી માહીતી મળેલ કે આ કામનાં આરોપીઓ કોંઢ ગામથી બાંડાબેડા ગામ તરફ આવી રહેલ છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફનાં માણસો સાથે બાંડાબેડા ગામેથી કોંઢ ગામ તરફ જતાં રોડ ઉપર છુપી રીતે વોચમાં રહી બાતમી મુજબનાં વર્ણન વાળા ઈસમો આવતાં તેઓને કોર્ડન કરી વારાફરતી નામઠામ પુછતા તેઓએ તેમના નામ ( ૧ ) સુકાભાઇ પરસોત્તમભાઇ વસાવા ઉ.વ. ૪૫ ( ૨ ) કૌશિકભાઇ સુકાભાઇ વસાવા ઉ.વ. ૨૩ ( ૩ ) વિક્રમભાઇ સુકાભાઇ વસાવા ઉ.વ. ૨૨ ( ૪ ) ઉમેશભાઇ સુકાભાઇ વસાવા ઉ.વ. ૨૧ તમામ રહેવાસી-હીરાપોર વચલું ફળીયુ તા. વાલીયા જી. ભરૂચ નાં હોવાનું જણાવતાં ઈ-પોકેટ કપમાં એક્યુઝ પર્સનલ સર્ચ કરતા સદર ઈસમો ઉપરોક્ત ગુનાનાં વોન્ટેડ આરોપીઓ હોય જેથી પો.સ્ટે. લાવી ગુનાનાં કામે હસ્તગત કરવામાં આવેલ છે. 


  ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેકટર એસ કે.ગામીત તથા એ.એસ.આઇ. ધરમસિંગ માનસિંગભાઇ, અ.હે.કો. ભુપેન્દ્રભાઇ રમેશભાઇ, અ.હે.કો.જયંતિભાઇ ઝીણાભાઇ, અ.હે.કો.મયંકકુમાર દિનેશચંદ્ર, પો.કો.કિરીટભાઇ રમેશભાઇ, પો.કો.જગદીશભાઇ ધનજીભાઇ, પો.કો. કલ્પેશભાઇ ગંભીરસિંગ, પો.કો. દેવજીભાઇ સિંગાભાઇ, પો.કો. પ્રતાપભાઇ ભરતભાઇ, પો.કો.ગુલાબભાઇ મગનભાઇ પો.કો.નરસિંહ માનસિંગ, પો.કો. દિનેશભાઇ હેરીયાભાઇ નાઓ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવેલ છે.

B B K NEWS

OWNER & EDITOR

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

📱63529 18965

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.