મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર "નકલી ડોકટર" ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર "નકલી ડોકટર" ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ હાલમાં ભરૂચ વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા "નકલી ડોકટર" પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ 

Advertisements

   સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર કે.ડી. મંડોરા નાઓએ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.આર.શકોરીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જે.ટાપરીયા નાઓને માર્ગદર્શન અને સુચના આપી ટીમો તૈયાર કરી કામગીરી સોપતા ટીમ દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં કામગીરીમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. દર્શકભાઇ ઘનશ્યામભાઇ નાઓને મળેલ બાતમી આધારે દિપુકુમાર નંદલાલ બાલા ઉ.વ .૩૮ રહે, યોગેશ્વર નગર, અંકલેશ્વર. તા.અંકલેશ્વર જી.ભરૂચ વાળો ભાડેથી દુકાન રાખી કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇજેકશન સાથે કુલ કિ.રૂ. ૨૪૯૧૫/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ધોરણસર અટક કરી આરોપી વિરૂધ્ધ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. 

  વધુ તપાસ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ખાતે ચાલુ છે.

 કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-

( ૧ ) પો.સ.ઇ. શ્રી એમ.આર.શકોરીયા 

( ૨ ) પો.સ.ઇ શ્રી એન.જે.ટાપરીયા 

( 3 ) એ.એસ.આઇ. દર્શનભાઈ ઘનશ્યામભાઈ

( ૪ ) એ.એસ.આઇ. પ્રદિપભાઈ રમેશભાઈ 

( ૫ ) અ.હે.કો. અનિરુધ્ધસિંહ રણજીતસિંહ 

( ૬ ) ડા પો. હેડ કો. ક્રિપાલસિંહ ગણપતસિંહ

B B K NEWS

OWNER & EDITOR

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

📱 63529 18965

 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.