લાછરસ ગામની ૬૫ વરસના વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘર માં તાળું મારી બહાર કાઢી મુકતાં નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી.

લાછરસ ગામની ૬૫ વરસના વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘર માં તાળું મારી બહાર કાઢી મુકતાં નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી

નિર્ભયા સ્કવોર્ડની ટીમ  લાછરસ પહોંચી તાળુ તોડી વૃદ્ધ મહિલાને ઘરનો કબજો અપાવી ગૃહ પ્રવેશ કરાવ્યો

સમજાવી પુનઃ ગૃહ પ્રવેશ કરાવ્યો.


રાજપીપલા: લોકડાઉન બાદ નર્મદામાં નિર્ભયા સ્કવોર્ડની કામગીરી પુનઃ સક્રિય થઈ છે.જેમાં લાછરસ ગામની ૬૫ વરસના વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘરમાંથી તાળું મારી બહાર કાઢી મુકતા નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી છે.

Advertisement

 નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક  હિમકરસિંહ  તથા નાયબ પોલીસ અધિક્ષક  ચેતના ચૌધરીની સુચના પ્રમાણે જિલ્લામાં કામ કરી રહેલ નિર્ભયા ટીમ નાં ઇન્ચાર્જ પી.એસ. આઈ કે .કે. પાઠક નાં નેતૃત્વમાં લાછરસ ગામ માંથી ૬૫ વર્ષનાં વૃદ્ધ વિધવા મહિલા શકુંતલાબેન ઠાકોરભાઈ પટેલે રાજપીપળા નિર્ભયા ટીમને એક અરજી આપેલ કે મારો નાનો દીકરો ભરતભાઈ પટેલ મારા ઘરમાંથી મને બહાર કાઢી ઘરમાં તાળું મારી દીધું છે. જેથી મારા ઘર મને પાછાં બોલાવો. આ અંગે નિર્ભયા સ્કવોર્ડ દ્વારા તપાસ કરતા અરજી સાચી જણાતાં ત્યાં જઈને તેમને સમજાવતાં તાળું ખોલી તેમના ઘરમાં પુનઃ પ્રવેશ કરવાથી એક મામલો થાળે પાડ્યો હતો. હાલ લોક ડાઉનમા ઘરેલુ હિંસા. માનસિક શારીરિક ત્રાસ તથા અન્ય હેરાનગતિ ના કિસ્સા વધી જતા આવા સમયે નિર્ભયા સ્કવોર્ડની કામગીરી આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. 

 નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક  હિંમકરસિંહ નાં સૂચનાથી પીએસઆઇ કે. કે. પાઠક નાં નેતૃત્વમાં જિલ્લા નિર્ભયા ટીમ દ્વારા ગામે-ગામે ફરી દરેક બહેનોને મદદ કરી જાગૃત કરવામાં આવી રહ્યા છે.અને સાથે દરેકને જણાવવામાં આવે છે કે કોઈપણ તકલીફ પડે તો નિર્ભયા ટીમ નો સંપર્ક  કરવા જણાવ્યું છે.

રિપોર્ટ :જ્યોતિ  જગતાપ, રાજપીપલા

B B K NEWS

OWNER & EDITOR

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

📱 63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.