વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સિજન કંસન્ટ્રેટર્સ માત્ર ત્રણ પર જી.એસ.ટી. વસૂલાતની ગણત્રી કરીએ તો ૬૦૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોરોના મહામારીમાં વસુલવામાં આવી રહી છે: મનિષ દોશી
અમદાવાદઃ મંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે જીવન બચાવવા માટે જરૂરી ઈન્જેક્સન, ઓક્સિજન, વેન્ટીલેટર સહિત પર વસૂલાતા ઉંચા જી.એસ.ટી. દરથી દેશના અને રાજ્યના નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સીજન કંસન્ટ્રેટર્સ સહિતની માનવજીંદગી માટેની જરૂરીયાત પરના જી.એસ.ટી.માં માફી - રાહતની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સિજન કંસન્ટ્રેટર્સ માત્ર ત્રણ પર જી.એસ.ટી. વસૂલાતની ગણત્રી કરીએ તો ૬૦૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોરોના મહામારીમાં વસુલવામાં આવી રહી છે. જી.એસ.ટી. ના ઉંચા દરથી વસુલાતા ૬૦૦૦ કરોડની બચતથી ૧૨ લાખ ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ખરીદી શકાય, ૧ લાખ ૨૦ હજાર નવા વેન્ટીલેટર હોસ્પીટલમાં સ્થાપિત કરી શકાય. આ ૬૦૦૦ કરોડ રૂપિયામાંથી ૨૦ કરોડ નાગરિકોને વેક્સિન આપી શકાય.
માત્ર કોવિશીલ્ડ વેક્સિન થી ૧૯૬૮ કરોડ જી.એસ.ટી. કેન્દ્ર સરકાર વસૂલે છે, કેન્દ્ર સરકાર જે વેક્સિનના ડોઝ તે ગણત્રીમાં લીધા નથી. રાજ્ય અને ખાનગી હોસ્પીટલો જે વેક્સિન ખરીદે તે કોવિશીલ્ડના ૧૯૬૮ કરોડ રૂપિયા જી.એસ.ટી. એક વર્ષમાં વસૂલવામાં આવશે. કોવેક્સિનમાં રાજ્ય અને ખાનગી હોસ્પીટલો પાસેથી ૧૦૫૦ કરોડ રૂપિયા જી.એસ.ટી. વસૂલવામાં આવશે માત્ર વેક્સિન પર કુલ ૩૦૧૮ કરોડ રૂપિયા જેટલો માતબર જી.એસ.ટી. કેન્દ્ર સરકાર વસૂલ કરી રહી છે.
ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ની ૩૬ લાખની માંગ છે. ૫૦,૦૦૦ રૂા. કિંમત ગણીએ તો કેન્દ્ર સરકાર ૧૪૪૬ કરોડ રૂપિયા જી.એસ.ટી. રાજ્ય અને ખાનગી હોસ્પીટલો પાસેથી ઓક્સિજન કંસન્ટ્રેટર્સ પર કેન્દ્ર સરકાર વસૂલ કરી રહી છે. રેમડેસીવીર ઈન્જેક્શનની ૬ કરોડ જેટલી માંગ પ્રતિવર્ષ ગણત્રીએ ૧૪૪૬ કરોડ જેટલો જી.એસ.ટી. આમ રેમડેસીવીર અને ઓક્સિજન કંસન્ટ્રેટર્સ પર કુલ રૂ. ૨૮૯૨ કરોડ પ્રતિવર્ષ જી.એસ.ટી. રાજ્યો અને ખાનગી હોસ્પીટલો પાસેથી વસૂલાત કરી રહી છે.
વિગત જી.એસ.ટી. દર (ટકા)
વેક્સિન ૫
રેમડેસીવીર ઈન્જેક્શન ૧૨
ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ૧૨
વેન્ટીલેટર ૧૨
મેડીકલ ઓક્સિજન ૧૮
સેનેટાઈઝર ૧૮
એમ્બ્યુલન્સ ૨૮
B B K NEWS
OWNER &. EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️











Comments
Post a Comment