ભરૂચ જિલ્લામાં સભા-સરઘસબંધી

ભરૂચ જિલ્લામાં સભા-સરઘસબંધી

ભરૂચ જિલ્લામાં સભા-સરઘસબંધી

ભરૂચ: ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે એક જાહેરનામા દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી તા.૩૧/૦૫/૨૦૨૧ નાં ૦૮:૦૦ કલાક થી તા.૩૦/૦૬ /૨૦૨૧ નાં રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્યાએ ભેગા થવા કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા તથા કલેક્ટર કચેરી-ભરૂચની પ્રિમાઈસીસમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ધરણા, ભૂખ હડતાળ પર બેસવા, રેલી કાઢી રેલીનાં સ્વરૂપે આવી આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓ, સ્મશાન યાત્રા - અંતિમયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી ખાસ કિસ્સા તરીકેની પરવાનગીને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યકિતને ફોજદારી અધિનિયમની કલમ ૧૩૫ ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

B B K NEWS

OWNER & EDITOR 

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

📱 63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.